|
|
| |
આજ નું પંચાગ |
તા. ૫-૨-૨૦૧૨ રવિવાર
માહ સુદ તેરસ - વિશ્વકર્મા જયંતી
મોઢેરા- મોઢેશ્વરી માતાનો પાટોત્સવ
મુસલમાની ઈદેમિલાદ બારાવફાત
દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૦ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૪ મિ. (મું) ૮ ક. ૦૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- આદ્રા બપોરના ૧ ક. ૫૪ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મકર, મંગળ- સંિહ, બુધ- મકર, ગુરૂ- મેષ, શુક્ર- મીન, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર ઃ મિથુન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ શિશિર ૠતુ રા.દિ.મા. / ૧૬
માસ-તિથિ-વાર ઃ માહ સુદ તેરસ ને રવિવાર.
પ્રદોષ, વિશ્વકર્મા જયંતી, મોઢેશ્વર માતાનો પાટોત્સવ મોઢેરા.
મુ. ઈદે મિલાદ. જેસલમેર, ડેઝર્ટ ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબી ઉલ અવ્વલ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૧ શહેરેવર માસનો ૨૧મો શમ
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
| |
તા. ૫ ફેબુ્રઆરી
મેષ ઃ વિશ્વકર્મા જયંતી, મોઢેશ્વરી માતાનો પાટોત્સવ, મુસલમાની ઈદે મિલાદ, રવિવારથી આપના નિકટના સગાસંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય.
વૃષભ ઃ આજે આપ હળવાશ, રાહત, આરામ અનુભવી શકો. પોતાના અંગત કામમાં ઘ્યાન આપી શકો. ખર્ચ ખરીદી થાય, આનંદ રહે.
મિથુન ઃ શાંતિ, સ્વસ્થતા, ધીરજ રાખવી જરૂરી રહેશે. ઉતાવળમાં ઉશ્કેરાટ, ગુસ્સામાં તમારે પસ્તાવો કરવો પડે. સમાધાનકારી વલણ રાખવું.
કર્ક ઃ મોઢેશ્વરી માતાનો આજે પાટોત્સવ છે. વિશ્વકર્મા જયંતી છે તેથી ધર્મકાર્ય, શુભકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન, મુલાકાતથી આનંદ રહે.
સંિહ ઃ આપના ઘર, પરિવારના, પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. કામકાજમાં સાનુકૂળ પ્રગતિ જણાય. સીઝનલ ધંધો થાય.
કન્યા ઃ આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનને આંતરિક મુંઝવણ- ચંિતા સતાવ્યા કરે. વાત વાતમાં વિવાદ થાય નહીં તેનું ઘ્યાન રાખવું.
તુલા ઃ વિશ્વકર્મા જયંતી, મોઢેશ્વરી માતાનો પાટોત્સવ, મુસલમાની ઈદે મિલાદ અને રવિવારે આનંદ છતાં ચંિતા, ઉચાટ અન્યના કારણે રહે.
વૃશ્ચિક ઃ ખાવા પીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં, ઉઠવા બેસવામાં સંભાળવું. ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું.
ધન ઃ ધર્મકાર્ય થાય. નિકટના સ્વજન સ્નેહીને મળવાનું થાય. સીઝનલ ધંધો, આવક વધે. ઈન્કમટેક્ષ, બચતના કામમાં ઘ્યાન આપી શકો.
મકર ઃ વિશ્વકર્મા જયંતી, મોઢેશ્વરી માતાનો પાટોત્સવ, ઈદે મિલાદ અને રવિવાર છતાં સુસ્તી, બેચેની, કંટાળો અનુભવાય. ગુસ્સો કરવો નહીં.
કુંભ ઃ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા તમારા સગાસંબંધી, મિત્રવર્ગ સાથે રાખવી. ચર્ચા વિચારણામાં ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.
મીન ઃ આપના સગા સંબંધી- મિત્રવર્ગના વ્યવહારીક, સામાજીક કે કૌટુંબીક કામની ચર્ચા-વિચારણામાં ધીરજ, શાંતિ રાખવી.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૫ ફેબુ્રઆરી
આજથી શરૂ થતા આપના જન્મવર્ષના મઘ્યભાગ સુધીનો સમય પુત્રપૌત્રાદિકના કામની સફળતા, પ્રગતિનો રહે. અવિવાહીતને વિવાહ-લગ્નના સંજોગો ઉપસ્થિત થાય. નોકરી-ધંધામાં આકસ્મિક કોઇ ફેરફારી સર્જાય.
* આપે આ વર્ષમાં ધીરજ રાખવી અને નોકરી, ધંધામાં અન્યના દોરવાયા દોરવાઇ જઇને જોખમી ઉતાવળીયા નિર્ણય કરવા નહીં. લોભ, લાલચના સંજોગો ઊભા થાય પરંતુ ક્ષણિક લાભ પછી માનસિક પરિતાપ- મુશ્કેલીવાળો બની જાય.
* દેશ-પરદેશમાં રહેતા સગા સંબંધી વર્ગના કારણે યાત્રા પ્રવાસ થાય. ધર્મકાર્ય- શુભકાર્યનો ખર્ચ થાય. મકાન- વાહનની ખરીદી કે વેચાણનો, વહેંચણીનો પ્રશ્ન ઉકેલાય.
* પત્નીનો સ્વભાવ કે બિમારીના કારણે ચંિતા-ખર્ચ રહે. મિત્રતાના સંબંધમાં નુકસાની થાય.
* સ્ત્રી વર્ગને પતિ- સંતાનના- પરિવારના કામમાં વ્યસ્તતા- મહેનત છતાં જસ ઓછો મળે.
* વિદ્યાર્થીવર્ગને ભણવામાં ખર્ચ વધે. સમયનો વ્યય થાય. |
|
| |
|
સુપ્રભાતમ્ |
- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
રુચિવર્ધક ચટણી
આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.
આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.
કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.
આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર
|
| Top] |
|
| |
આજ ની જોક |
પત્ની લીલી સામે જોઈને લલ્લુ ગાવા લાગ્યો, ‘ન કજરે કી ધાર, ન મોતિયોં કા હાર, ન કોઈ કિયા શ્રૃંગાર, ફિર ભી ઇતની સુંદર હો !’
‘હું બ્યુટી પાર્લરમાં આજે જવાની છું એટલે,’ લીલી બોલી ‘એમ ચોખ્ખું કહોને કે તમારે રૂપિયા નથી આપવા.’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
|
| |
સૂકા મેવાનો હલવો
સામગ્રી ઃ અડઘું સૂકું નાળિયેર, ૧૨૫ ગ્રામ ખારેક, ૫૦ ગ્રામ મખાના, ૧૨૫ ગ્રામ માવો, ૧૫૦ ગ્રામ ખાંડ, ૨૦૦ મિલીલીટર પાણી, ૬ ચમચા ઘી, ૨૫ ગ્રામ દ્રાક્ષ, ચાર એલચી, થોડીક બદામની કાતરી.
રીત ઃ ખારેકને તોડીને તેમાંથી ઠળિયા કાઢી લો. નારિયેળ છોલીને નાના નાના ટુકડા કરો. આગલી રાત્રે ખારેક, નારિયેળ અને મખાનાને જુદા જુદા પાણીમાં પલાળો. પલાળતી વખતે એટલું ખાસ ઘ્યાન રાખો કે પાણી એમાં શોષાઈ જાય એટલું જ નાંખો. સવારે ત્રણેને પાણી નાંખ્યા વગર જ અલગ અલગ બારીક પીસી લો. માવાને હલકા રંગનો શેકી રાખી લો. હવે કઢાઈમાં થોડું ઘી નાંખી ત્રણેય સુકી વસ્તુને બદામી રંગની થાય ત્યાં સુધી અલગ અલગ આછા તાપે શેકી લો. ત્યાર પછી ખાંડમાં પાણી નાંખી ચાસણી બનાવો. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે બધી જ શેકેલી ચીજો, માવો અને દ્રાક્ષ નાંખી થોડીવાર ધીમી આંચે રાખીને સીઝવા દો. હલવો તૈયાર થાય એટલે એની ઉપર એલચીનો ભૂકો અને કાતરેલી બદામ પાથરો. આ હલવો અત્યંત પૌષ્ટિક છે.ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.
|
| [Top] |
|
|
|
|
|