નવી દિલ્હી તા.૪
એમાર સ્કેમની તપાસ કરી રહેલી સીબીઆઇએ દેશની ટોચની બિઝનેસ સ્કૂલના કેટલાક હોનહાર તારલાઓને પોતાની જાળમાં આવરી લીધા હતા.
સીબીઆઇએ જેમની ધરપકડ કરી છે અને જેમની સામે ચાર્જશીટ મૂકવામાં આવી છે એવા લોકોમાં આઇઆઇટી-દિલ્હી, આઇઆઇએમ-અમદાવાદ અને દિલ્હીની શ્રીરામ કૉલેજ ઑફ કોમર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે.
સીબીઆઇના એક અધિકારીએ કહ્યું, જેમની સામે તહોમત મૂકાયાં છે એવા લોકોમાં સનદી અધિકારીઓ અને વેપારીઓ ઉપરાંત દેશની ટોચની બિઝનેસ સ્કૂલના તેજસ્વી તારલાઓ સંડોવયેલા છે જેમણે આટલું મોટું કૌભાંડ સર્જ્યું છે.