લખનઉ, તા.4
સામાન્ય રીતે ઉત્તરપ્રદેશમાં કોઇ તહેવાર હોય ત્યારે કંપનીઓ ગ્રાહકોને ચીજ-વસ્તુની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ આપતી હોય છે પરંતુ રાજ્યમાં સાર્વત્રિક રીતે પ્રથમવાર એવું થયું છે કે મતદાતાઓને હોટેલથી માંડી હોસ્પીટલ સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હા, હોસ્પીટલ પણ તેમાં સામેલ છે.
મતદાન કર્યાનું ચિહ્ન તમે બતાવો અને તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં વોટર પાર્ક અને ક્લબ પણ સામેલ થઇ ગયા છે.
સાથે જ ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા માટેના હોર્ડિંગ્સ અને બેનર પણ મૂકવામાં આવ્યા છે. સાથે જ તા.8મી ફેબ્રુઆરીના રોજ મતદાન માટે જાગૃતિ લાવવા અને લોકો મતદાન કરે તે માટે 65 કિલોમીટર લાંબી માનવસાંકળ પણ રચવામાં આવશે.