
મુંબઇ તા.૪
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનને ત્યાં જન્મેલી બાળકી અઢી મહિનાની થવા આવી છતાં બચ્ચન પરિવારે એના વિશેની તમામ માહિતી અને તસવીરો અત્યાર સુધી ગુપ્ત રાખ્યાથી લોકોની ઇંતેજારી વધી જવા પામી હતી. લેટેસ્ટ અફવા મુજબ ચેટ શોની સામ્રાજ્ઞી ઓપ્રાહ વિનફ્રે બેટી બીને દુનિયા સમક્ષ રજૂ કરશે.
આ અફવા મુજબ ઓપ્રાહ એના નવા ચેટ શો નેક્સ્ટ ચેપ્ટમાં બેટી બીને રજૂ કરશે. અત્યાર અગાઉ ખુદ અમિતાભ બચ્ચને બેટી બીની તસવીરો સુદ્ધાં કોઇને આપવાનો ઇનકાર કર્યો હતો. બચ્ચન પરિવાર સતત એમ કહેતો રહ્યો કે અમારા પરિવારની અંગત બાબતો અમારા સુધી જ રહેવી જોઇએ. લોકોએ અમારી પારિવારિક પ્રાઇવસીને અકબંધ રહેવા દેવી જોઇએ.
બીજા આંતરરાષ્ટ્રીય મિડિયા મેન નિષ્ફળ નીવડ્યા હોય ત્યાં ઓપ્રાહ વિનફ્રે સફળ નીવડે છે કે કેમ એ આગામી સમય કહેશે. અત્યારે તો બચ્ચન બેટી બાહરી દુનિયાથી દૂર રહી શકી છે.