| Last Update : 03-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
માત્ર બે મોબાઇલ ફોન માટે જાન ગુમાવ્યો
|
| લંડન તા.૩
મૂળ ભારતના એવા અવતાર સંિહ કોલાર અને એના બ્રિટિશ પત્ની કેરોલની ગયા મહિનાના આરંભે હથોડા વડે કરાયેલચ્હત્યા પાછળ ફક્ત બે મોબાઇલ ફોન અને બે કાંડા ઘડિયાળ જવાબદાર હતાં એવું બ્રિટિશ મિડિયામાં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવાયું હતું.
‘ધ ડેઇલી મેઇલમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ જેલમાં ફાંસો ખાઇને આપઘાત કરનારા ૩૭ વર્ષના શકમંદ રિમવિડસ લિયોરંકાસે પોતાની પાછળ મૂકેલી એક ચિઠ્ઠીમાં આ વાત જાણવા મળી હતી. એણે બર્મંિગહામના એક ગેરેજ વર્કરને વેચેલા મોબાઇલ ફોને આ રહસ્ય ખોલ્યું હોવાનું ખૂન કેસની તપાસ કરી રહેલા ડિટેક્ટિવે જણાવ્યું હતું. ગેરેજ વર્કરે ડિટેક્ટિવને કહ્યું હતું કે એને આ મોબાઇલ ફોન એક લિથુનિયન નાગરિકે વેચ્યો હતો.
મરનાર દંપતીના પોલીસ ઑફિસર દીકરાએ મૃતદેહો જોયા હતા એણે શોધી કાઢ્યું હતું કે તેનાં માતાપિતાના મોબાઇલ ફોન કોઇ વાપરે છે. એમાંનો એક ફોન વાપરનાર ગેરેજ વર્કર હતો. આપઘાત કરનાર યુવકે આ ચોરી કરવા માટે કેરોલ દંપતીની હત્યા કરી હતી એમ પોલીસ માને છે. |
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |