Last Update : 02-Sept.-2010, Thursday

અનાજમાં ઝેર, ફળશાકમાં ઝેર, દૂધમાં ઝેર, પાણીમાં ઝેર, હવામાં ઝેર... આપણે જવું ક્યાં? આપણે રહેવું ક્યાં? આપણે જીવવું કઈ રીતે?

અમેરિકાથી અણુવિજ્ઞાન લાવવાના બદલે આપણી
પ્રજાને આ ઝેરથી બચાવવાનો માર્ગ શીખો!
કોંગ્રેસીઓ, ભાજપીઓ, માયાવતીઓ, મુલાયમો, લાલુઓ, કરૂણાનિધિઓ વગેરે બધાને પોતાના ઘરના ઓરડા રૂપિયાથી ભરવા છે... કોઈને જનતામાં રસ નથી... દેશની એમને કોઈને પડી નથી!

લો, હવે ખાંડમાં પણ ઝેર! આપણને થતા, ડાયાબીટીસ, બી.પી., કીડની, કેન્સર જેવા રોગો થવાનું કારણ... (૧) આપણું ખાવાનું (૨) આપણું પીવાનું પાણી અને (૩) દવાઓ છે.
આપણા ખાવાની દરેક વસ્તુમાં ખેડૂતથી માંડી વપારી સુધીના દરેક ઝેર ભેળવે છે એ વાત અખબારોએ તથા ટી.વી.ના કારણે હવે છાની નથી રહી. કઈ વસ્તુ નુકસાન નતી કરતી એ કોઈ કહી શકે તેમ નથી.
મુખ્ય વાત એ છે કે... આપણે કોઈ આમાંથી બચી શકીએ તેમ નથી. આપણા શરીરમાં કુદરતે અથવા ભગવાને અને આપણા માતાપિતાએ જે પ્રતિકારશક્તિ મૂકી છે એ જ એ થતા નુકસાનને અટકાવી શકે છે.
બાકી આપણે પ્રદુષિત હવાનો જ શ્વાસોચ્છવાસ લઈએ છીએ, પાણી પણ ચોખ્ખું નથી હોતું... ‘મીનરલ વોટર’ની બોટલોમાં પણ શુઘ્ધ જ પાણી ભરેલું હોય છે ેવું માનવાને કારણ નથી.
મીનરલ વોટર, કોલા પાણી વગેરે નિયમીત લેતાહોય એ ભોગ થાય છે એવું જાહેર થયા પછી એ બધા પીણાની અને પાણીની ચકાસણી કરવામાં આવી તો જણાયું કે એ બધામાં બીજા નુકસાનકારક તત્ત્વો વઘુ પડતા ઉમેરવામાં આવતા હોય છે. બસ, પછી ભ્રષ્ટાચારનો મોટો દરવાજો ખુલ્લી ગયો. સરકારે ‘તપાસ કરવાનું’ જાહેર કરીને તત્પુરતો પડદો પાડી દીધો. કોર્ટમાં પણ કેસ દાખલ થયો. ત્યાં પણ રૂપિયાના ઢગલા કંપનીઓએ કર્યા અને છેવટે પડદો પાડી દેવાયો.
અત્યાર સુધી ખાંડને, દૂધને, માખણને શુઘ્ધ ગણવામાં આવતા હતા પણ ડીટરજન્ટ પાવડર, ગંદુ પાણી, રસાયણો વગેરેથી દૂધ બનાવવાનું પકડાયું... એ જ રીતે માખણ પણ પકડાયું પરંતુ ખાંડ એમાંથી બાકાત હતી.
એ ખાંડને પણ એના કારખાનદારોએ ઝેરી બનાવી છે. ખાંડ શેરડીમાંથી બને છે. શેરડીમાંથી ગોળ તો આપણા દેશમાં હજારો વર્ષથી બને જ છે.
ખાંડને આપણા દેશમાં દાખલ ૧૦૦-૧૨૫ વર્ષમાં જ થયા છે. એ પહેલાં ગોળ જ હતો. ગોળ આખી દુનિયામાં ફક્ત ભારતમાં જ બને છે.. અને ખવાય છે.
ગોળ બનાવવાની વિધિ પણ સાદી સીધી છે જ્યારે ખાંડ બનાવવામાં મોટા કારખાના, મોટા યંત્રો, મોટા રસાયણો વગેરેનો ઉપયોગ કરવો પડે. ખાંડ હોય કે ગોળ હોય પણ એને સફેદ કરવા રસાયણ વાપરવું પડે. સલ્ફર નામના રસાયણથી ખાંડ સફેદ થાય. પહેલાં માણસ-પશુના હાડકા ખાંડને સફેદ કરવા વપરાતા.
ભાવનગરમાં દરિયાકાંઠે રૂવાપરી માતાનું મંદિર છે. પહેલાં રૂવાપરી માતાના દર્શને જતા રસ્તામાં ખાંડનું કારખાનું આવતું. એ કારખાનાના કમ્પાઉન્ડમાં હાડકાના ઢગલા પડેલા જોઈ શકાતા હતા.
એ વર્ષોમાં ખાંડ બનાવવામાં એનો ઉપયોગ થતો હતો. એની જાણ ધીરે ધીરે જનતાને થતા વિરોધ થયો અને પછી હાડકાની અવેજીમાં બીજું કંઈ વાપરવાનું રાખ્યું... એવું ખાંડના કારખાનાના માલિકો કહે છે.
બ્રેડમાં પણ ઈંડાનો રસ વાપરવાથી બ્રેડ પોચી બને છે પરંત ુ ખાસ કરીને ગુજરાતમા હમણાંથી ‘એગ લેસ’ બ્રેડ વગેરે મળે છે. આપણા દેશમાં ગુજરાત સિવાય બીજે ક્યાંય ‘એગલેસ’ બ્રેડ નથી હોતી.
ખાંડને સફેદ અને દાણાદાર કરવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે. એ સલ્ફરને ખાંડના ઉત્પાદકો જો ઉડાડી ન દે તો નુકસાન કરે છે. ગોળને પણ સફેદ કરવા માટે હાઈડ્રો નામના રસાયણમાંથી પસાર કરવામાં આવે છે. એ હાઈડ્રો પણ ઉડાડી દેવામાં ન આવે તો નુકસાનકારક છે.
વિદેશમાં જે ખાંડ બને છે એ શેરડીમાંથી નથી બનાવતા પણ બીટમાંથી બનાવે છે. (બ્રાઝીલમાં એટલે આપણી જેવા સમશિતોષ્ણ પ્રદેશોમાં શેરડીમાંથી બને છે.) બીટનો રસ શેરડી જેવો પીળો નથી હોતો એટલે એમાં સલ્ફરનો ઉપયોગ ઓછો કરવો પડે છે.
જો કે ડાયાબીટીસ થવાનું એક કારણ ખાંડ તો છે જ એટલે ખાંડ એકંદર હાનિકારક તો ખરી જ. એટલે બને ત્યાં સુધી ખાંડ ઓછી લેવાની ટેવ પાડવાનું રાખવું. ખાંડ ધીરે ધીરે ઓછી કરતા જવી.
આપણે મોટાભાગે ચામાં જ ખાંડ લેતા હોઈએ છીએ. બાકી મીઠાઈ વગેરે દાળશાકમાં ખાંડ વાપરવાનો રીવાજ ગુજરાતી કુટુંબોમાં જ છે.. પણ એમાં નજીવા પ્રમાણમાં જ ખાંડ લેવાય છે. જે છે તે ચામાં જ ખાંડ આપણે વઘુ વપરાય છે.
બાકી જેમ હવે રાક્ષસ ઉત્પાદકો અને રાક્ષસ વેપારીઓ સિન્થેટીક દૂધ (એટલે બનાવટી દૂધ), સિન્થેટીક ઘી, સિન્થેટીક માવો, સિન્થેટીક માખણ બનાવીને આપણા શરીરમાં ઝેર ફેલાવવાનું પાપ આચરે છે એમ સિન્થેટીક ખાંડ પણ બનાવવા લાગ્યા છે. દા.ત. ઓક્ટોબર ૨૦૦૯માં દિલ્હીમાં પોલિસે દરોડો પાડીને બનાવટી માવો ૧૮૦૦ કી.ગ્રા. પકડી પાડીને ૧૬ જણની ધરપકડ કરેલી. એ જ વખતે મુજફ્ફર નગરમાં એક કારખાના ઉપર દરોડો પાડીને ૪૦,૦૦૦ કી.ગ્રા. સિન્થેટીક ખાંડ પકડી પાડેલી.
એવી રીતે ૨૦૦૯ના નવેમ્બરમાં મુંબઈ અને પૂણેમાં દરોડો પાડીને ‘ક્લાઉડ નાઈન’ પીણાના ૨ લાખ કેન પકડેલા તથા એક્ઝેનીયાના ૭૯૨ કેન પકડેલા. બન્નેની કિંમત ૧ કરોડ રૂપિયા જેવી હતી. આ બન્ને પીણામાં કાયદેસર નિયમ કરતાં વઘુ રસાયણ ભેળવેલું હતું. આનો કેસ હજી ચાલ્યો જ નથી.
ચીઝ, ઘી અને ક્રીમમાં કોસ્ટીક સોડા, હાઈડ્રોજન પેરોક્સાઈડ જેવા રસાયણો ભેળવેલો ૧૪૦૦ કી.ગ્રામનો માલ પકડી પાડ્યો હતો.
આપણા દેશવાસીઓને મારી નાખવા પેદા થયેલા આ રાક્ષસો દૂધને જાડુ કરવા એમાં અગાઉ મમરા ભેળવતા. દૂધમાં પાણી ભેળવવાનું હવે નથી રહ્યું પણ દૂધને જાડુ કરવા એમાં સ્ટાર્ચ ભેળવે છે. આ રાક્ષસો કેવા છે એ જુઓ. મહારાષ્ટ્રમાં આવું કૌભાંડ કરનાર એકનાથ ફુન્ડે નામનો પીએચડી થયેલો એક ‘રાક્ષસ’ પકડાયેલો. એ ‘રાક્ષસે’ ઓર્ગેનિક ફાર્મંિગ જેવા વિષયમાં ડોક્ટરેટ મેળવેલી છતાં એ રાક્ષસ દૂધને જાડુ કરવા દૂધમાં સ્ટાર્ચ, ડીટરજન્ટ અને સોરબીટોલ ભેળવીને વેચતો હતો!
સિન્થેટીક દૂધ યુરીઆ, ડીટરજન્ટ પાવડર, કોસ્ટીક સોડા અને પાણીથી બનાવે છે.હેપી ટાઈટીસ જેવા રોગો એનાથી થાય છે. આ પ્રકારનું દૂધ, હૃદય, લીવર અને કીડનીને નુકસાન કરે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને એ વઘુ નુકસાન કરે છે. ચોક પણ કોઈક એમાં નાખતું હોય છે.
હમણાં ૨૦૧૦ના માર્ચ મહિનામાં મુંબઈમાંથી આરે, અમુલ અને ગોકુલના દૂધની કોથળીમાં ઈન્જેક્શનના સિરીન્જ વાપરીને ચોખ્ખુ દૂધ કાઢીને ગંદુ પાણી કોથળીમાં નાંખતી એક આખી ગેંગ પકડાઈ હતી.
કેરી અને બીજા ફ્રૂટને કેલ્શ્યમ કાર્બાઈડનો પાવડર ભભરાવીને કૃત્રિમ રીતે પકવવામાં આવે છે. આખા દેશમાં આ કૌભાંડ ચાલે છે અને છડેચોક ચાલે છે. છતાં એકપણ સરકાર કે સુધરાઈ કશા પગલાં લેતા નથી. સરકારના અને સુધરાઈના સત્તાવાળાઓ હપ્તા ખાઈને આ ઝેર ફળ-કેરી વગેરેમાં ભેળવવા દે છે. માર્ચ એપ્રિલમાં એકાદવાર દરોડો પાડીને આવી કેરી અને બીજા ફળો જપ્ત કરીને મોટી લાંચ લઈને બઘું રફેદફે કરવામાં આવે છે.
કેરીના તૈયાર રસનું કેરીટાણામાં અમદાવાદથી માંડી નાના ગામડા સુધી ઘૂમ વેચાણ થાય છે પણ હરામ છે કે ગુજરાત સરકાર (ખાતો નથી અને ખાવા દેતો નથી.) કાયદાથી એને પ્રતિબંધિત કરે!
કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ આ અંગે જન્મટીપની સજાનો કાયદો કરવાની જરૂર છે. એ કાયદાનો અમલ કરવામાં ચુક કરનાર કારકુનથી પ્રધાન સુધીનાને પણ જન્મટીપની સજા કરવાનો કાયદો કર્યો હોય તો જ આ દુષણ આપણા દેશમાંથી ઓછું થાય તેમ છે.
અમેરિકા પાસેથી અણુવિદ્યા શીખવાની જરૂર નથી પણ ભેળસેળ અંગેના કાયદા અને નીતિ શીખવાની જરૂર છે.
- ગુણવંત છો. શાહ

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved