| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
કોમનવેલ્થની અલાયદી તૈયારી કરી નથી છતા ટેનિસ ખેલાડીઓની ખોરી દાનત |
| ટેનિસ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટુર્ના.માં જ વ્યસ્ત |
નવી દિલ્હી, તા. ૧૯
પેસ, ભૂપતિ, બર્મન અને બોમન્ન્એ વ્યકિત દીઠ રૃ. સાત લાખની મળવાપાત્ર રકમ નહીં મળે તો કોમન વેલ્થ ગેમ્સ નહીં રમવાની જે ધમકી આપી છે. તેનાથી રમતગમત વર્તુળમાં તેઓની ઘણી જ ખરાબ છાપ પડી છે. કોમન વેલ્થ ગેમ્સ ભારત તરફથી રમવા માટેનું ગૌરવ છે તેઓને કોમનવેલ્થ ગેમ્સ રમવાની તૈયારી કરવા પ્રત્યેકને રૃ. સાત લાખ કેન્દ્ર સરકાર તરફથી મળી છે. હજુ આ રમતોત્સવને શરૃ થવાને ૪૪ દિવસની વાર છે તેઓને રાહ જોવાનો પૂરતો સમય છે. હજુ અન્ય ઇવેન્ટના ખેલાડીઓની રકમ પણ ક્રમશઃ રીલીઝ થતી જાય છે.
ખરેખર તો આ ટેનિસ ખેલાડીઓએ અલગ રીતે કોમન વેલ્થ માટે તૈયારી જ નથી કરી તેઓ સિંગલ્સ કે ડબલ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા જ રહ્યા છે. તેમની પોતાની પ્રોફેશનલ કારકિર્દી માટે તેઓ પ્રેકટિસ કરતા જ હોય છે. ખરેખર આવી તૈયારી માટેની રકમની ઉતાવળ ઘર આંગણે પણ રમી નહીં શકતા કે પ્રેકટિસથી વંચિત રહેતા અન્ય ટ્રેક અને ફિલ્ડ ખેલાડીઓને હોય છે. જેઓની આર્થિક સ્થિતિ પણ નબળી છે. હજુ તેઓમાંથી કોઈએ આવી માંગણી નથી કરી. નિયત પ્રમાણે રજુ કરવાના બિલ ખર્ચના પુરાવા વગર જ તેઓ રકમ મેળવે છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|