અમદાવાદ, બુધવાર
રાજકોટમાં યોજાયેલી અંડર- ૧૭ સ્ટેટ ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં અમદાવાદનો તીર્થ મણિયાર સાતમાંથી છ પોઇન્ટ સાથે પ્રથમ, માનુષ શાહ ૫.૫ સાથે બીજા નંબરે આવ્યા હતા. ગર્લ્સમાં રાજકોટની આકાંક્ષી બોગાણી પ્રથમ તેમજ ફોરમ ઠક્કર દ્વિતીય રહી હતી. આ ખેલાડીઓ જમ્મુ- કાશ્મીરમાં આગામી નવેમ્બરમાં યોજાનાર નેશનલ ટુર્નામેન્ટ માટે ક્વોલીફાય થયા છે.
|
|