ન્યુયોર્ક, તા. ૧
ટોપસીડેડ નડાલે પ્રથમ રાઉન્ડમાં આત્મવિશ્વાસ વધારતો પ્રારંભ યુ.એસ. ઓપનમાં કર્યો હતો. સ્પેનના નડાલે રશિયાના ગબાશ્વાનીને બે કલાક અને ૫૭ મિનિટ ચાલેલી મેચમાં ૭-૬, ૭- ૬, ૬-૩થી પરાજય આપ્યો હતો.
નડાલે આ મેચમાં ગબાશ્વીલે કઠિન મુકાબલો ખડો કર્યો હતો તેમ કહીને તેની રમતને બિરદાવી હતી. જો કે, ત્રીજા ક્રમાંકિત યાકોવિચને પ્રથમ રાઉન્ડમાં જ તેના જ દેશ સર્બિયાના અને તેના ડેવિસ કપના પાર્ટનર ટ્રોઇકીની અણધારી લડતનો સામનો કરવો પડયો હતો. ટ્રોઇકે અપસેટ સર્જવાની નજીક પહોંચી ગયો હતો. ૨-૧ સેટથી યોકોવિચ પાછળ હતો અને ચોથા સેટમાં ૧-૪નોસ્કોર હતો ત્યારે યોકોવિચે અસાધારણ લડત આપતા ટ્રોઇકીને ૬-૩, ૩-૬, ૨-૬, ૭-૫, ૬-૩થી પરાજય આપ્યો હતો.
મેન્સ ડબલ્સમાં અપસેટ સર્જતા વર્તમાન ચેમ્પિયન ભારતના પેસ અને ડ્લોહાઇની જોડી પ્રથમ રાઉન્ડમાં જ યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ઝેક- સ્લવોવેકની ડેમ અને પોલટોકની જોડીએ તેઓને ૬-૭, ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો. ભારતના બોપાન્ના અને કુરેશીની જોડીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
મહિલા વિભાગમાં ટોપ સીડ વોઝનિઆકીએ (ડેન્માર્ક) ગુલિક્સનને ૬૧ મિનિટમાં ૬-૧, ૬- ૧થી પરાજય આપ્યો હતો. ગયા વર્ષે અહીં ફાઇનલમાં વેોનિઆકી ક્લાઇસ્ટર્સ સામે હારી ગઈ હતી. ચોથી ક્રમાંકિત યાંકોવિચ ૯૬મી ક્રમાંકિત હાલેમને ૬-૪, ૪- ૬, ૭-૫થી હરાવી હતી. બોડારેન્કોએ લીને ૨-૭, ૬-૪, ૬-૨થી વોનારેવાએ કુકોવાને ૬-૨, ૬-૧થી કુઝનેત્સોવાએ ડેટને ૬-૨, ૪-૬, ૬-૧થી પરાજય આપીને આગેકૂચ કરી હતી.
ત્રણ વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચૂકેલ શારાપોવાને પણ બીજા રાઉન્ડમાં પ્રવેશવા માટે સંઘર્ષ કરવો પડયો હતો તેણે ઓસ્ટ્રેલિયાની ૬૦મી ક્રમાંકિત ગ્રોથને ૪-૬, ૬-૩, ૬-૧થી પરાજય આપ્યો હતો.
|