Last Update : 02-Sept.-2010, Thursday
જન્માષ્ટમી નંદ ઘેર આનંદ ભયૌ જય કનૈયા લાલકી
કૃષ્ણ ભગવાન દિવ્ય જીવન દર્શનમાં જ્ઞાનકાંડ સાથે કર્મ રસનું તેજ,
ભક્તિ રસ,, રાષ્ટ્ર ભક્તિ દ્વારા જીવન શુદ્ધિ માટેનું આહ્વાન એટલે
કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. અજ્ઞાની બુદ્ધિ અર્પણ કરી જન્મો જન્મનાં ચક્કરમાં નાખી કાલચક્ર રચુ છું. જ્યારે જ્ઞાની માણસને સત્યનું જ્ઞાન બતાવી અને જીવનનું તેજ ઉત્પન્ન કરૂં છું

શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, જ્ઞાન સાથે કર્મરસ સત્યતા બાજુ પ્રાપ્ત કરી શુદ્ધ કર્મને હાકલ મારો. મોક્ષની ઇચ્છા ઈશ્વરના હાથની વાત છે.
ભારતીય જીવનમાં જન્માષ્ટમી એટલે માત્ર નંદ ઘેર આનંદ ભર્યો ન રહેતા ભારતીય સંસ્કૃતિ તથા ધર્મની અંદર હર માનવ જીવનની અંદર આનંદ અને ઉમંગનું સ્વરૂપ તરીકે જન્માષ્ટમી ઉજવીએ છીએ. કૃષ્ણ ભગવાનનો જન્મ ઉજવીએ છીએ.
હજારો વર્ષ બાદ પૃથ્વી ઉપરનો દિવ્ય સંદેશો એટલે ગીતાનો ઉપદેશ છે. કૃષ્ણનું જીવન-ચરિત્ર વૃઘ્ધાથી માંડી બાળકોને ઉપદ્દેશાત્મક રહી અને જીવન સંદેશ અવિરત ધારાની જેમ આપતો રહે છે.અને માનવ જીવનમાં પથ દર્શાવે છે. કૃષ્ણનો દરેક રસ માણવા જેવો છે ત્યારે કૃષ્ણનો જ્ઞાનરસ-કર્મરસ, ભક્તિરસ તથા રાષ્ટ્રરસમાં અલૌકિક ઉમંગ ઉત્પન્ન કરે છે.
(૧) જ્ઞાનરસ (કર્મરસ) ઃ- જીવનમાં સાચુ જ્ઞાન હંમેશા જ્યારે દ્રશ્યમાન જગતનું અજ્ઞાન દૂર કરી ત્યારે જ પ્રાપ્ત થાય છે. જીવન ભાવ માનવીય અજ્ઞાનતા સાથે દ્રશ્યમાન જગત સાથે મન-બુદ્ધિથી વિચલિત થઈ જોડાય અને બુદ્ધિને પ્રકૃતિ આદેશ આપે છે. આ દ્વારા જીવન પૂર્ણ કરીએ છીએ ત્યારે સત્ય છુપાય જાય છે.
માનવ જીવનમાં સત્ય જાણવાની હંમેશા ઈચ્છાનો અભાવ જોવા મળે છે. જીવનનું જ્ઞાનનું તેજ વધારવું હોય તો સત્ય બાજુ - વસ્તુને લઈ જવી જોઈએ. ત્યારે જ સત્ય જ્ઞાન બહાર આવશે.
માનવ દ્રશ્યમાન જગત સાથે જોડાય ટોળાનાં વિચાર અને ટોળાને દોરવનાર સાથે જોડાય ત્યારે જીવન અંધકારમય અને અજ્ઞાન બને છે. જીવનમાં અજ્ઞાની માણસ પોતાનો અહંકાર પોષવા માટેથી બોલશે, વાક ચાતુર્ય હશે, સત્યને છુપાવા અસત્યનો સહારો લેશે. ભૂતકાળમાંથી બોધપાઠનાં બદલે ભૂતકાળનો બનાવ વાગોળશે. અને ખોટું અર્થઘટન કરશે. આ અસત્યનું સ્વરૂપ છે.
જ્ઞાનનું સ્વરૂપ આ સ્વયં સિદ્ધ જ છે. જ્ઞાનનું સ્વરૂપ સત્ય છે. આથી ક્યારેય નાશવંત નથી. અજ્ઞાન માનવ જીવનનું દૂર થાય ત્યારે જ જ્ઞાન સ્વરૂપ સામે આવે છે.
કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. અજ્ઞાની બુદ્ધિ અર્પણ કરી જન્મો જન્મનાં ચક્કરમાં નાખી કાલચક્ર રચુ છું. જ્યારે જ્ઞાની માણસને સત્યનું જ્ઞાન બતાવી અને જીવનનું તેજ ઉત્પન્ન કરૂં છું. આ દ્વારા એમને કર્મ કરવા પ્રેરૂં છું.
માનવ જીવનમાં કર્મનું તેજ પ્રાપ્ત કરવા જ્ઞાન સાથે સત્યતાનું સ્વરૂપ જોડવા માટે મેંજ તેમને યોગ્ય, ઘ્યાન, જપ, તપ, દાન વગેરેનો મહિમા અર્પણ કરી જીવનને શુદ્ધ કર્મ બાજુ લઈ જઈ અને સંચાર ચક્ર ચલાવું છું.
ભગવાન યુદ્ધ મેદાનની અંદર મારો કાપોની લડાઈ ચાલું છે. ત્યારે તેમના ભક્તો માટે ગીતા જેવો સુંદર ઉપદેશ આપી જીવ નનું સત્ય જ્ઞાન પ્રગટાવી બાદ જે કર્મ કરી આવા કર્મનો દોષ તમને નથી લાગતો. પરંતુ સત્ય જ્ઞાન જીવનને મોક્ષ આપે છે.
આસુરી શક્તિ સામે લડવું એ સત્ય જ્ઞાનનું સ્વરૂપ જ છે. કૃષ્ણ ભગવાનની બાળકથી વૃદ્ધા સુધીનાં જીવનનાં કર્મરસ માટે જ લડી અને સમાજને રાક્ષસોમાંથી મુક્ત કરી જીવન કર્મનો બોધ આપતા આપતા બાળ લીલા પાથરતા જીવન દિવ્યતાનો પ્રકાશ આપણને સહુને આપે છે.
જ્ઞાનકાંડ માનવ જીવનમાં પ્રગટે ત્યારે સત્યતાનું શુભ સ્વરૂપ માટે સંધર્ષ કરશે, સુસંસ્કારી વાક્ય રચના કરશે, અને જ્ઞાન અને પ્રવૃત્તિ જીવન બુદ્ધિ સાથે જોડી જીવનયાત્રા આનંદમયી બનાવી શકાય છે. આ દ્વારા મુક્તિનો અહેસાસ કરી શકીએ છીએ. જે દ્વારા આત્મ સાથે કર્મભાવ જોડી બ્રહ્મમય બની શકે છે.
માનવ જીવનની ગતી સાથે જ્ઞાન ઉમેરાય ત્યારે ખોટા વિચાર, ખોટી લાગણી, મોટા માણસ બનવા માટેની ઈચ્છા વગેરે દૂર થાય છે. ત્યારે જીવન સચિદાનંદ બની જ્ઞાનભાવ સાથે કર્મરસ જોડાય છે.
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, જ્ઞાન સાથે કર્મરસ સત્યતા બાજુ પ્રાપ્ત કરી શુદ્ધ કર્મને હાકલ મારો. મોક્ષની ઇચ્છા ઈશ્વરના હાથની વાત છે. માનવ માત્ર જીવનરસ, કર્મરસ, જ્ઞાનરસ જોડી સંસાર ભાવ સાથે ઈશ્વર ભાવ રાખી કાર્ય કરતો જીવન આનંદ પામી શકીએ.
જ્ઞાનકાંડ જીવનમાં વિકાસ માર્ગે લઈ જાય છે અને શુદ્ધ કર્મ બાજુ ગતી કરે છે. માનવ વૈરાગ્ય રાખવાથી મોક્ષ નહિ મળે. વૈરાગ્ય રાખવું એટલે કર્મ વગર માણસ ગતી મેળવવાનો ભાવ છે જે ગાઢ નિંદ્રાધીન અવસ્થા છે.
સત્ય સ્વરૂપ કર્મ-જ્ઞાન સાથે જોડી જીવનનાં ચાર સ્થાન જીવનનો અંધકાર દૂર કરે છે. (૧) પ્રથમ બહારની દુનિયાનું સ્થાન (૨) મઘ્યમાં માતા-પિતા, ભાઈ-ભાંડુ વગેરે. (૩) એકાન્ત સ્થાયી પત્ની સાથે. (૪) ભક્તિ સ્થાન છે. માનવી અચારા સ્થાન અદલ-બદલ કરે ત્યારે માયા અંધકાર ઉત્પન્ન કરી અંધકારમાં જીવન ધકેલે છે.
જ્ઞાન કાંડમાં કર્મનું સ્વરૂપ (૧) સૂક્ષ્મ સ્વરૂપ - આત્મા સાથે જોડાય અને જન્મો જન્મ સાથે પ્રવૃત્ત કરે છે. આનું સ્વરૂપ શુભ કર્મનું છે. (૨) જન્મ સાથે પ્રારબ્ધ નક્કી કરી મા-બાપનાં સંસ્કાર સાથે કર્મ કરાવે છે અને જીવનની ગતી આપે છે. (૩) કર્મની ગતી અજ્ઞાની-પણું જ્ઞાન સાથે જોડી જીવન ભાવ દ્રશ્યમાન જગત સાથે જોડાય કર્મ કરાવે છે. આસુરી ગતી આપે છે.
માનવ પ્રારબ્ધ સાથે જ કર્મ જોડી અને ગતિ અપાવવા શ્રવણ, મનન, ઘ્યાન, સત્સંગ વગેરે રસ પ્રાપ્ત કરી પ્રારબ્ધને જ્ઞાનપક્ષનાં કર્મ સાથે જોડી જીવનનું સત્યનું તેજ પ્રગટાવવું જોઈએ.
(૨) ભક્તિ રસ ઃ ભક્તિ રસ ત્રણ પ્રકારના છે.
(૧) ઉત્તમ ભક્તિ ઃ આત્માને રસજાણી આત્માની જેમ નિરંજન-નિરાકાર સ્વરૂપ જોડી કર્મને ગતિ આપી ચિત્તનો સુખ, દુઃખનો ભાવ દૂર કરી આત્મા અને પરમેશ્વર એક ગણી ભક્તિરસ જીવનમાં ઉત્પન્ન કરે છે.
(૨) મઘ્યમ ભક્તિ ઃ માનવ જીવનમાં બુદ્ધિ સાથે જીવન ભાવ જોડી મન-બુદ્ધિથી માત્ર ઇશ્વર સ્મરણ સાથે જોડાય ભક્તિરસ ઉત્પન્ન કરે છે.
(૩) નિષ્ઠુર ભક્તિ ઃ જીવનમાં ઇશ્વર માત્ર શરીરનાં વિચારને ટકાવવા માટે ધર્મ સાથે રાખી કાર્ય કરે આ માટે મૂર્તિ પૂજા વગેરે સાથે જીવન સ્વરૂપ જોડે છે.
ભક્તિનું સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપે કૃષ્ણ ભગવાન સર્વ જગ્યાએ છે આથી દુઃખ દૂર કરવા ભક્તિ કરે છે. ભક્તિમાં શુદ્ધ ભાવકાલ સ્વરૂપનો ભેદ દૂર કરે ત્યારે માનવ અહંકાર ભાવ તથા દુખ દૂર કરે છે. અને ભક્તિમાં જોડાય છે.
અહંકાર દૂર કરવા જ્ઞાન પ્રાપ્તિ કરવી, ભજન, ઘ્યાન દ્વારા સર્વજગતને ઇશ્વર સાક્ષી માની ભક્તિ તથા કર્મ રસ ઉત્પન્ન કરીએ.
(૪) રાષ્ટ્રભક્તિ ઃ રાજકોષનો ઉપયોગ અને હડપ કરવા પડોશી રાજ્ય તથા આંતરીક લોકો ધનને લુંટવા માટે હંમેશા મોકાની રાહ જોઈ બેઠા હોય છે. તથા રાજના રક્ષકો પોતાની ભૌતિકતા સાથે સતા વધારવા કાલકુલદી તથા સામ, દંડ, ભેદ નીતિ દ્વારા અસત્યનો સહારો લઈ સમાજને દબાવતા હોય છે.
આવા લોકો કોમ-કોમ વચ્ચે, જ્ઞાતિ-જ્ઞાતિ અને માણસ-માણસની વિચારધારામાં જુદા-જુદા ભ્રમ ઉત્પન્ન કરી પ્રજાને કોઇને લાલચ આપી અને જીવનમાં વૈમન્ષ્ય ઉત્પન્ન કરતા હોય છે. આ દ્વારા અહંકાર પોષતા હોય છે.
રાજસત્તાનો ઉપયોગ હંમેશા દુર્યોધનની વૃત્તિનો ડોળો હોય ત્યારે દુર્યોધનની કુટીલ નિતિના મૂક સાક્ષી એવા ભિષ્મ પિતામહની સામે અર્જુન લડવા તૈયાર નથી થતો અને હથિયાર હેઠા મેલે છે.
આવા સમયે કૃષ્ણ ભગવાન રથનું પૈડું હાથમાં લઇ અને પોતાની પ્રતિજ્ઞા તોળી મારવા જાય છે. અધર્મને સાથ આપનાર પણ અધર્મી જ છે. માનવ પોતાની પ્રતિજ્ઞાને મહત્વ આપી રાષ્ટ્ર હિતને અન્યાય કર્યો છે માટે તું નહી માર તું ડરપોક બનીશ તો તું નરકમાં જાઇશ અને હું ભિષ્મ પિતામહને મારૂ છું અને મારો સ્વર્ગનો દ્વાર ખોલું છું.
આમ કહી રથનું પૈડું હાથમા લઇ પોતાની પ્રતિજ્ઞા તોડવા જાય છે ત્યારે અર્જુન ગાંડીવ ઉઠાવી અને કહે છે ભિષ્મનો વધ હું કરી મારા સ્વર્ગના દ્વાર ખોલીશ.
રાજકોષનો ઉપયોગ ઘૂતારા, છળ કપટી, કોઇ નાના બનાવને મોટી પ્રસિઘ્ધિ આપી પ્રજાને ગુમરાહ કરે ત્યારે આવા લોકોથી માનવ બચવા ધર્મની સત્યતા લઇ અને દૂર કરે ત્યારે તેમને ઇશ્વર સ્વર્ગ આપે છે.
સામાપ્રત સમયમાં મહાયુદ્ધો થયા તેમાં જવાબદાર સૈનિકોએ આ પ્રદેશનો કબ્જો લીધા બાદ પ્રજાને લુંટી અને પ્રજા પર અત્યાચાર કરેલ છે જે ઇતિહાસ સાક્ષી છે. રાજકોષ ઉપર ઘૂતારા લોકોની ટોળી ગુમરાહ કરી પ્રજાને બાયલી બનાવી રાષ્ટ્રસેવાનાં નામે અબજો રૂપિયાના કૌભાંડ કરી રાષ્ટ્ર પ્રત્યે ગદારી ઉત્પન્ન કરે છે.
સાંપ્રત સમયનાં કૌભાંડ વાંચી ત્યારે માથુ શરમથી ઝુકી જાય છે અને રાષ્ટ્રની એકતા તથા ચારિત્ર્ય વિહિન લોકો માત્ર ભૌતિકતા વધારવા સતા લે છે ત્યારે માથુ સરમથી ઝુકી જાય છે.
આ માટે પ્રજાને ગુમરાહ કરવા રાષ્ટ્રીય લેવલે પોતાના અમલદારોનો દૂર ઉપયોગ કરી અને પ્રજાને ગુમરાહ કરવા માટે અને રાષ્ટ્રભાવના નબળી પાડી રાષ્ટ્ર ચારિત્ર્યને રાષ્ટ્રશક્તિને નબળો પાડે આવા અધર્મી અને રાષ્ટ્રના ભાવના વગરના લોકો સામે વિરાટ શક્તિપ્રદર્શન કરી અને આવું કાર્ય જે લોકો કરે છે તેમની સામે સંગઠી થઈ રાષ્ટ્ર શક્તિ જાગૃત કરવી જોઈએ ત્યારે રાષ્ટ્ર સેવા છે અને ભ્રષ્ટાાચાર નાબુદ કરીએ.
રાષ્ટ્ર શક્તિને મજબુત કરવા ભિષ્મો વધ કરવાથી રાષ્ટ્રનું માન-સન્માન વધશે આવો સ્પષ્ટ અને દિવ્ય સંદેશો રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ કરવાનો આપે છે. કૃષ્ણ ભગવાન ઉન્નતિ કરવા સંદેશો આપે છે. આવા દાખલા થકી શુદ્ધ રાષ્ટ્રભાવના, વિકાસ કરી, શુદ્ધ ચારિત્ર્યશીલ, વિકાસશીલ, રાષ્ટ્ર આપણે સાથે બનાવીએ.
જ્ઞાન અને કર્મ રસવણી જીવન ભક્તિ ભાવ સાથે સાંસારિક કર્મ નિભાવતા રાષ્ટ્રભક્તિની દિવ્યતા પ્રાપ્ત કરી આપણે જીવન રસ સત્યતા બાજુ વાળી મોક્ષની ગતિ પ્રાપ્ત કરવા રસ્તો બતાવે છે. આવો દિવ્ય સંદેશો કૃષ્ણ ભગવાનનો છે.
- પ્રદ્યુમ્ન શુક્લ

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved