Last Update : 02-Sept.-2010, Thursday
કૌટુંબિક મિલકત મેળવવા પાડોશીના પુત્રનું અપહરણ
છેક ગુડગાંવથી દંપતીને પકડવામાં આવ્યું ઃ તેમના મોબાઈલ ફોનના રેકોર્ડથી સગડ મળ્યાં

મુંબઈ -
કૌટુંબિક મિલકત મેળવવા માનખુર્દમાં પાડોશીના નવ મહિનામાં પુત્રનું અપહરણ કરી હરિયાણા પલાયન થઈ ગયેલા દંપતીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે માસુમ બાળકનો હેમખેમ છુટકારો કરાવતા તેના માતા-પિતાની ખુશીની કોઈ સીમા રહી નહોતી.

આરોપી યુવકને પોતાનો સગો પુત્ર નહોતો. તેની પત્નીને પુત્ર થશે તો જ કૌટુંબિક મિલકત આપવામાં આવશે એવી તેના પરિવારે શરત રાખતા બંનેએ આ પગલુંભર્યું હતું, એમ પોલીસે કહ્યું હતું. પોલીસ આ કેસ આરોપીના મોબાઈલ ફોનના રેકોર્ડના આધારે ઉકેલી શકી હતી.
ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના એપીઆઈ બાજીરાવ પવારે આપેલી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ભરતપુરનો વતની બરકતઅલી લિયાકત અલી પઠાણ માનખુર્દમાં મહારાષ્ટ્ર નગરમાં તેની પત્ની સલખા (ઉ.વ.૨૮)સાથે ભાડે રહેતો હતો. સલમાએ બરકતઅલી સાતે બીજા લગ્ન કર્યા હતા.
તેના પહેલા પતિથી બે પુત્ર અને એક પુત્રી હતા. આ દંપતી અને તેની પાડોશમાં રહેતો દશરથવાનખેડે નવી બંધાઈ રહેલી બિલ્ડિંગમાં મજૂરી કામ કરતા હતા.
બરકતઅલીને સગો પુત્ર નહોતો. આ યુવકના પરિવારે તેના સગા પુત્રને જ કૌટુંબિક મિલકત આપવાની શરત રાખી હતી.
સલમા ફરી સગર્ભા બની શકે તેમ નહોતી.
આથી બંનેએ મિલકત મેળવવા વાનખેડેના નવ મહિનાના દીકરા સૂરજનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. બરકતઅલી ચારેક વર્ષથી રાજસ્થાનમાં તેના ઘરે ગયો નહોતો. આમ ઘણા સમય બાદ ગામમાં જઈ તેમે સૂરજ પોતાનો પુત્ર હોવાનું કહેવાનો હતો.
ગત ૧૦મી ઓગસ્ટે બરકતઅલી અને સલમા સૂરજનું અપહરણ કરી પકડાઈ ન જવાય માટે હરિયાણામાં ગુડગાંવ ખાતે નાસી ગયા હતા. ત્યાં બંને સફરજન વેચીને ગુજરાન ચલાવતા હતા.
માસૂમ સૂરજના ગાયબ થયા બાદ આ બંને જણ પણ ક્યાંય જતા રહ્યા હતા. પોલીસે તેમના મોબાઈલ ફોનના રેકોર્ડના આધારે ઝીણવટભરી તપાસ કરી હતી. છેવટે ગુડગાંવમાંથી ગઈકાલે બંનેને ઝડપી લઈ પોલીસે સૂરજનો હેમ ખેમ બચાવી લીધો હતો.

 

Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved