Last Update : 02-Sept.-2010, Thursday
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
ખાસ મેરિટલિસ્ટને બદલે જૂનિયર કોલેજોમાં ખાલી સીટની યાદી બહાર પાડી

મુંબઈ -
કોલેજની સીટ હજુ સુધી ફાળવવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવાનો નિર્ણય શિક્ષણ ખાતાએ અચાનક કરતાં મંગળવારે હજારો વિદ્યાર્થીઓએ તેમને મુશ્કેલીમાં તરછોડવામાં આવ્યા હોવાની લાગણી અનુભવી હતી.

ગયા સપ્તાહે પાંચમું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તે પછી પણ સીટ મળી ન હોય તેવા ૪,૪૭૯ વિદ્યાર્થીઓ હતા. આમાંના કેટલાક વિદ્યાર્થીઓને તો ૮૯ ટકા જેટલા માર્ક મળ્યા છે. આ સ્થિતિમાં ૩૧મી ઓગસ્ટ સુધીમાં સુધારો કરવાનું વચન સરકારે આપ્યું હતું. એમ કરવાને બદલે અધિકારીઓએ ઓનલાઈન એડમિશન કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય મંગળવારે કર્યો હતો. હવે, સ્પેશિયલ મેરિટ લિસ્ટ જાહેર ન કરાવા સાથે વિદ્યાર્થીઓએ સીધી કોલેજમાં જ અરજી કરવી પડશે.
સૌથી મોટી કરુણતા તો એ છે કે ૧૦મા ધોરણની બોર્ડ પરીક્ષા આપ્યાને છ માસ જેટલો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં આ ૪,૪૭૯ વિદ્યાર્થીઓ માટે કઈ જૂનિયર કોલેજમાં એડમિશન મળશે તે અનિશ્ચિતતાનો અંત હજુ આવ્યો નથી. હવે, શિક્ષણ ખાતાએ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે તેની યાદી બહાર પાડી છે અને આ વિદ્યાર્થીઓએ ફરીથી સીધી કોલેજમાં અરજી કરવી પડશે.

રાજ્ય સરકાર અને આઈસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચેના અદાલતી જંગને કારણે સમગ્ર એડમિશન કાર્યવાહી અટકી હતી તે ઉપરાંત આ કાર્યવાહીના લગભગ પ્રત્યેક તબક્કે કોઈને કોઈ વિલંબ પણ થયો હતો. સીટ ફાળવવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા આ સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જારી કરવામાં આવનાર હતું નાયબ ડિરેકટર (શાળા શિક્ષણ)ના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે સોમવારે અમે શિક્ષણ ખાતાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ઓન લાઈન એડમિશનની કાર્યવાહી નક્કી કર્યા મુજબ ૩૧મી ઓગસ્ટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે કોલેજોમાં ઓફ લાઈન એડમિશન અપાશે.

મંગળવારે, કોઈક ખુલાસો મળશે એ આશામાં હજારો ચિંતિત વિદ્યાર્થીઓ ચર્નીરોડ સ્થિત આ નાયબ ડિરેકટરના કાર્યાલયે ઉમટયા હતા. એસએસસીમાં ૭૫ ટકા લાવનારા વિદ્યાર્થીની માતા નૂરાની પાત્રાવાલાએ કહ્યું હતું કે સ્પેશ્યલ મેરિટ લિસ્ટ રદ થયાનો કોઈ ઉલ્લેખ શિક્ષણ ખાતાની વેબસાઈટ પર કરવામાં આવ્યો નથી. અમે ગભરાટ ન અનુભવીએ એવી અપેક્ષા તેઓ કઈ રીતે રાખી શકે?
-

 

Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved