Last Update : 02-Sept.-2010, Thursday
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
પંજાબના મહાન શીખ મહારાજા
ભારતીય લેખક ખુશવંતસિંહનું પુસ્તક વાચી મારો મત બદલાયો ઃ ચૌધરી નિસાર
(પીટીઆઇ) ઈસ્લામાબાદ,
મહાન શીખ શાસક મહારાજા રણજીતસિંહને ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના પ્રતીક તરીકે વારંવાર ઉલ્લેખ કરવા બદલ પાકિસ્તાનના એક ટોચના રાજકારણીએ આજે માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે હવે તેમનો અભિપ્રાય બદલાયો છે.
પાકિસ્તાનની સંસદના વિરોધ પક્ષના નેતા ચૌધરી નિસાર અલી ખાને આજે કહ્યું કે રણજીતસિંહ અંગેનું પુસ્તક વાંચ્યા પછી તેમનો અભિપ્રાય બદલાયો હતો. ભૂતકાળમાં નિસાર અલી ખાન ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના પ્રતીક તરીકે રણજીતસિંહનો ઉલ્લેખ કરતા હતા. તેમણે પોતાના આવા કૃત્ય અંગે નેશનલ એસેમ્બલીમાં માફી માગી હતી. અન્ય સંસદસભ્યો પણ માફીની વાત સાંભળી આશ્ચર્યચકિત થયા હતા.
ચૌધરી નિસાર અલી ખાને સંસદમાં કહ્યું હતું કે જાણીતા ભારતીય પત્રકાર ખુશવંતસિંહનું મહારાજા રણજીતસિંહ અંગેનું પુસ્તક વાંચીને તેમનો અભિપ્રાય બદલાયો હતો.
ભ્રષ્ટાચારવિરોધી પગલા લેતી સંસદની પબ્લિક એકાઉન્ટસ કમિટીની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી નિસાર અલી ખાને મંગળવારે આ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 'હું ખોટો હતો. રણજીત (સિંહ) પંજાબના મહાન શાસક હતા.' તેમણે સંસદીય સમિતિને કહ્યું હતું કે રણજીતસિંહ અને તેમના શાસન અંગે ખોટી છાપ ધરાવવા બદલ તેમને ખેદ છે.
ગુજરાનવાલામાં જન્મેલા રણજીતસિંહ શીખ સામ્રાજ્યના પહેલા મહારાજા હતા. તે શેર-એ-પંજાબ તરીકે જાણીતા હતા. તેમણે ૧૯૩૯ સુધી શાસન કર્યું હતું અને લાહોર તેમની રાજધાની હતી.
જોકે યુધ્ધોમાં ઘણા મુસ્લિમોને માર્યા હોવાથી ઘણા પાકિસ્તાનીઓ મહારાજા રણજીતસિંહને ક્રુર શાસક માને છે.
Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved