મુંબઈ - થાણેમાં દહીહાંડીની ઉજવણી પર નિયંત્રણોની માંગણી કરતી એક અરજી અંગે મુંબઈ હાઈકોર્ટે કોઈપણ આદેશ પસાર કરવાનો ઈન્કાર કર્યો હતો. રજીકર્તાને આ અરજી વહેલી કરવી જોઈતી હતી, એમ હાઈકોર્ટની જસ્ટીસ રંજના દેસાઈ અને આરવી મોરેની ડિવિઝન બેંચે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે લાઉડ સ્પીકરનાં ઉપયોગ બાબતે સુપ્રીમ કોર્ટેનાં ચુકાદાનો અમલ રાજ્ય સરકાર કરશે એવી અમારી અપેક્ષા હતી.
થાણેનાં અરજદાર ડો. મહેશ બેડેકરે કરેલી જનહિતની યાચિકામાં જણાવાયું હતું કે દહિહાંડી અને ગણેશોત્સવ વખતે આયોજકો રોડ પર કબજો જમાવી દે છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જો કે આવતીકાલે દહીહાંડી ઉત્સવ હોવાથી આ બાબતે કંઈ કરવા માટે ખૂબ જ ઓછો સમય છે, એમ કોર્ટે કહ્યું હતું.
તે સિવાય પાંચપખાડી વિસ્તારમાં બાપટ હોસ્પિટલ નજીક અવાજનું પ્રદુષણ વધે છે કે કેમ તેની તપાસ કરવા માટે પણ રાજ્ય સરકારને જણાવ્યું હતું.