મુંબઇ - ગયા વર્ષે પેપ્સિકો ઇન્ડિયાનું ઉત્પાદન સંબંધી લાઇસન્સ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરાતાં આ કંપનીએ એક પિટિશન રજૂ કરી હતી. આ અરજીની સુનાવણી હાલમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ મોહિત શાહ અને ન્યાયાધિશ ધનંજય ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ ચાલી રહી છે.
અન્ન અને ઔષધ પ્રશાસન (એફ.ડી.એ.)ના પુણેના જોઇન્ટ કમિશનરે મે ૨૦૦૯માં રાંજણગાવ અને તરેગાંવ ખાતેના આ કંપનીના પ્લાન્ટનું નિરીક્ષણ કરતા તેમાં પોટેટો ચિપ્સ (બટેટાની વેફર) અને અન્ય પેક્ડ ફૂડના ઉત્પાદન દરમિયાન કેટલાક એવા પદાર્થોનો ઉપયોગ કરાતો જોવા મળ્યો હતો, જેમના વપરાશની સમયમર્યાદા પૂરી થઇ ગઇ હતી. અથવા તે નિરુપયોગી બની ગયા હતા.
આથી એફ.ડી.એ.એ પેપ્સિકો ઇન્ડિયાના આ બંને પ્લાન્ટના ઉત્પાદન સંબંધી લાઇસન્સ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કર્યા હતા. એફ.ડી.એ.ના અપીલ અધિકારીએ આ કંપનીની અપીલ નકારી કાઢતાં કંપનીએ એફ.ડી.એ.ની આ કાર્યવાહીને હાઇકોર્ટમાં પડકારી હતી.
પેપ્સિકોના વરિષ્ઠ વકીલ જનક દ્વારકાદાસે દલીલ કરી હતી કે, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ અંતર્ગત પણ 'બેસ્ટ બિફોર' ડેટ વીતી ગયાંના નજીવા કારણસર તેને 'ભેળસેળિયો' પદાર્થ ન કહી શકાય. અમારી કંપની એક માતબર બહુરાષ્ટ્રિય કંપની છે. આ કોઇ રાતોરાત ઊઠીજતી ભાગેડુ કંપની નથી.
આ દલીલ અંગે ખંડપીઠે લાગેલો સવાલ કર્યો હતો કે 'શું તમે અમેરિકામાં આવું કરશો ? વાસી પદાર્થોના ઉપયોગનું જોખમ લેવાજેવું નહોતું.