Last Update : 02-Sept.-2010, Thursday
હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટી સાથે મુંબઈમાં મડકીફોડ
- અવનવા વિક્રમો સ્થાપી એક બીજાને માત કરવાની હોડમાં દહીંહાંડીના આયોજકો

મુંબઇ - મહારાષ્ટ્રમાં આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે થનારી દહીંહાંડીની ઉજવણીમાં થાણેએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. થાણેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા જીતેન્દ્ર અવ્હાડના નેતૃત્વ હેઠળના 'સંઘર્ષ', શિવસેનાના નેતા પ્રતાપ સરનાઇકના નેતૃત્વ હેઠળના 'સંસ્કૃતિ' મંડળના ગોવિંદા તથા શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની ટેંભીનાકા દહીંહાંડીના ગોવિંદા આવતીકાલે ધૂમ મચાવશે.

આવતીકાલે સર્જાનારા વિક્રમ માત્ર ગોવિંદા કેટલા સ્તરનો પીરામીડ રચે છે તે પૂરતું મર્યાદિત નહીં રહે. ગોવિંદા પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવાથી લઇને દહીંગાંડી ફોેડવાના સમગ્ર કાર્યક્રમની થ્રીડી ફિલ્મ ઉતારવા સુધીના વિક્રમ સર્જવાની તૈયારી કરીને દહીંહાંડીના આયોજકો એકબીજાને પાછળ પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે.

હજારો ગોવિંદા અને દર્શકો પર પુષ્પવૃષ્ટિ કરવા અવ્હાડે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે. આ પ્રસંગે દેશભરમાંથી સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, અન્નાદ્ર મુક. અને બીજેડીના ૨૮ સંસદસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. અવ્હાડના કાર્યાલયે જણાવ્યું છે કે સુપરસ્ટાર અક્ષયકુમાર પણ હાજર રહે તેવી શક્યતા છે પણ આ ખ્યાલ બાબતે ટિપ્પણી કરતાં અવ્હાડે કહ્યું હતું કે હું કોઇ પણ સુપરસ્ટાર માટે૧૫ મિનિટ પણ ફાળવી ન શકું. દર મિનિટે લોકોનાં ધાડેધાડાં આવતા હોય એવે વખતે હું સુપર સ્ટાને બોલાવું તો લોકો ગોવિંદાને નહીં સુપરસ્ટારને જ જોયા કરે.

મોટા પાયે યોજાતી દહીંહાંડીમાં વરલીના જંભૂરી મેદાનમાં એનસીપીના વિધાનસભ્ય અને ગૃહ નિર્માણ પ્રધાન સચીન આહિર અને તેમનાં પત્ની સંગીતા દ્વારા સંચાલીત સંકલ્પ પ્રતિષ્ઠિત આયોજીત દહીંહાંડીનો સમાવેશ થાય છે. અહીં, ભગવાન શ્રીકૃષ્ણના બાળપણથી લઇને યુવાવસ્થા સુધીના જીવનની ઝાંખી કરાવતાં દ્રશ્યોને કલાકારો અંતિમ સ્પર્શ આપી રહ્યા છે. આ કથાપટ (સ્ટોરીબોર્ડ)ની વિશેષતા એ છે કે તેની ટોચ પર ૨૦ ફૂટ ઊંચાઇનું કાળા નાગનું કટઆઉટ છે અને આ નાગ પર બાળકૃષ્ણ નૃત્ય કરતા દર્શાવાયા છે.

સંગીતા આહિરે કહ્યું હતું કે અભિનેતા સલમાન ખાન તેના પૂરા પરિવાર સાથે આવવાનો છે તથા ક્રિકેટર હરભજનસિંહ પણ દક્ષિણ આફ્રિકા જતા પહેલાં અહીં આવવાનો છે. આ ઉપરાંત ટેલિવિઝન સિરીઅલ 'બાલિકા વધુ'ના કલાકારો અવિકા ગોર તથા અવિનાશ મુખરજી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. તો ગાયક સુખવિન્દરસિંહ સંકલ્પની દહીંહાંડી ખાતે ગોવિંદા સાથે તો તાજેતરમાં ટીવી સિરીઅલમાંથી ફિલ્મ તરફ વળેલી પ્રાચી દેસાઇ સરનાઇકની દહીંહાંડીમાં મહિલા ગોવિંદા સાથે તો અભિનેતા આફતાબ શિવદાસાની પુરુષ ગોવિંદા સાથે જોડાશે. તેમ જાણવા મળ્યું છે.


 

 

Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved