મુંબઈ - રીઓ ટીન્ટોનું રફ હીરાનું ઉત્પાદન જે ૨૩૦૦૯ના પ્રથમાર્ધમાં મંદીને કારણે ઘટીને ૬.૭૯ મિલિયન કેરેટની સપાટીએ આવી ગયું હતું તે ૨૦૧૦ના પ્રથમાર્ધમાં વધીને ૭.૧૧ મિલિયન કેરેટ આસપાસની રાબેતા મુજબની સપાટીએ પહોંચી ગયું છે.
રફ હીરાની વધતી જતી માગ, તથા તેના ભાવમાં આવેલી મજબૂતાઈએ ઉત્પાદન વધારવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ખાસ કરીને ચીન તથા ભારતમાં માગ વધી રહી છે વળી સર્વત્ર રફ હીરાનો સ્ટોક વધારવાની પ્રવૃત્તિ પણ ચાલી રહી છે તેને લઈને રીઓ ટીન્ટો જૂથને તેનું ઉત્પાદન વધારવા માટે સાનુકૂળતા પ્રાપ્ત થઈ છે.
દરમિયાનમાં રીઓ ટીન્ટોની ડાયવાક ખાણના ભૂગર્બમાંથી હીરા-માટેનું ખનિજ ખોદવાનું ૨૦૧૦ના પૂર્વાધમાં શરૃ થયું છે ગત વર્ષે દરમિયાન આર્ગાઈલ ખાતે ઉત્પાદન ખૂબ ઘટી ગયું હતું. ત્યાં ફરીથી ઉત્પાદન વધારવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.