Last Update : 02-Sept.-2010, Thursday
મુંબઈની શતાબ્દી હોસ્પિ.માં માત્ર આઠ જ તબિબ
 

મુંબઈ - શહેરમાં વિવિધ પાણીજન્ય બીમારીના પ્રકોપને લીધે સાર્વજનિક હોસ્પિટલોમાં દરદીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં ખાટલા દરદીથી ભરાઈ જતાં સત્તાવાળા ના છુટકે લોબીમાં ચટાઈ પાથરીને દરદીને હોસ્પિટલમાં સારવાર આપે છે. પણ ગોવંડી સ્થિત મુંબઈ મહાનગરપાલિકાની શતાબ્દી હોસ્પિટલમાં દરદીને સારવાર આપ્યા વગર અન્ય હોસ્પિટલ મોકલી અપાય છે.

ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં ડોક્ટરોની સંખ્યા ઓછી છે તેમજ આવશ્યક સાધનસામગ્રી અછત અને માળખાકીય સુવિધાનો અભાવ છે. ગોવંડી, માનખુર્દ, ચેમ્બુર, શિવાજીનગર અને ટ્રોમ્બે વિસ્તારના લગભગ આઠ લાખ લોકો વસે છે. આ વિસ્તારના લોકો પાણીજન્ય બીમારીની સારવાર માટે શતાબ્દી હોસ્પિટલમાં જવાને બદલે અન્ય હોસ્પિટલમાં જાય છે. કેટલાક શતાબ્દી હોસ્પિટલમાં દાખલ થયા હોવા છતાં ત્યાં આવશ્યક તબીબ સારવાર ઉપલબ્ધ થઈ શકતી ન હોવાથી ગંભીર કેસને અન્ય હોસ્પિટલમાં ખસેડ્વા પડે છે, એમ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું.

શતાબ્દી હોસ્પિટલમાં ૨૦૦ ખાટલા છે. પરંતુ અહીંં આઠ ડોક્ટર છે. થોડાક વર્ષ પૂર્વે આ હોસ્પિટલનું નૂતનીકરણ કરવાની યોજના પાલિકાએ હાથ ધરી હતી. આ મામલે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. પરંતુ પાલિકાએ ફંડના અભાવે ઉક્ત યોજનાને અભરાઈએ ચઢાવી દીધી છે. એમ સ્થાનિક નગરસેવક શશીકાન્ત પાટીલે જણાવ્યું હતું.
ઉક્ત વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવક મંથન જયસ્વાલ મલેરિયાની સારવાર માટે ૧૫ દિવસ પૂર્વે શતાબ્દી હોસ્પિટલમાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે ફરી આ હોસ્પિટલમાં આવતાં તેને પ્રાથમિક સારવાર આપીને ઘાટકોપરની રાજાવાડી અથવા સાયન હોસ્પિટલમાં દાખલ થવાનું ડોક્ટરે દરદીને જાણ કરી હતી. ત્યારે શતાબ્દી હોસ્પિટલમાં દરદીને બીજી હોસ્પિટલમાં ખસેડવાનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.


 

 

Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved