ગાંધીનગર,
સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ બાદ જોહરીએ પ્રથમવાર પોતાનું મૌન તોડ્યું હતું અને આજે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, સીબીઆઈએ પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ મેં આપી દીધા છે. જો કે, સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે જોહરીને સીબીઆઈ હેરાન કરતી હોવાની ફરિયાદના પગલે આજે સીબીઆઈના અધિકારીઓ તેમના પૂછપરછની વિડીયો રોકોર્ડેીંગ કરાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જેનો જોહરીએ અસ્વિકાર કર્યો હતો.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં અત્યાર સુધી સૌથી વધારે સીબીઆઈએ સીઆઈડીના તત્કાલીન તપાસનીસ અધિકારી અને હાલના રાજકોટ પોલીસ કમિશનર ગીતા જોહરની પૂછપરછ કરી છે. જો કે, અત્યાર સુધીની પૂછપરછ બાદ જોહરીએ ક્યારેય પણ મિડીયા સમક્ષ પોતાનો મત રજૂ કર્યો ન હતો. પરંતુ આજની સીબીઆઈની પાંચ કલાકની પૂછપરછ બાદ સાંજે પોણા પાંચ વાગ્યે સીબીઆઈની કચેરીથી નીચે ઉતરેલા ગીતા જોહરીએ પ્રથમવાર પોતાનું મૌન તોડ્યું હતું અને કારમાં બેસી કાચ ઉતાર્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે સીબીઆઈએ પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ મેં આપી દીધા છે.
બીજી તરફ સુત્રોમાંથી એમ પણ જાણવા મળ્યું છે કે, જોહરીએ સીબીઆઈ તેમને હેરાન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે આજે સીબીઆઈના અધિકારીઓએ તેમની પૂછપરછ વિડીયો રેકોર્ડીંગ કરવાનો પણ પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પરંતુ જોહરીએ તેનો અસ્વીકાર કર્યો હતો.
|