અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં મેમ્કો ખાતે લોકાર્પણ કરાયેલા સ્પોટ્ર્સ સંકુલમાં રમત-ગમતની પ્રવૃત્તિઓ માટેના દર નક્કી કરાયા છે. વિવિધ રમતોના ઊંચા દર પરવડી શકે તેમ ન હોવાથી પૂર્વ વિસ્તારના ગરીબ અને મઘ્યમ વર્ગના રહીશોને માટે આ સ્પોટ્ર્સ સંકુલનો લાભ લેવાનું મુશ્કેલ બનશે. આ પ્રકારે ઊંચા દર નક્કી કરવા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેમ્કો ચાર રસ્તા નજીક અંદાજે રૂા.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ‘વીર સાવરકર સ્પોટ્ર્સ’ સંકુલના સંચાલન અને નિભાવ માટે વિવિધ રમતોના દર નક્કી કરાયા છે. વિદ્યાર્થીઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગિરકોને ૫૦ ટકા તેમજ શૈક્ષણિક સંસ્થાઓને ૨૦ ટકાનું ખાસ વળતર આપવાની જોગવાઈ સાથે રમત-ગમત પ્રવૃત્તિઓના દર નક્કી કરાયા છે. આ સ્પોટ્ર્સ સંકુલ સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મેમ્બરશિપ માટે વ્યક્તિગત રૂા.૧૦ હજાર અને ૫ સભ્યના ફેમિલી માટે રૂા.૫૦ હજાર તથા ફેમિલીના વધારાના સભ્ય દીઠ રૂા.૫ હજારની ફી નક્કી કરાઈ છે. વ્યક્તિગત કેટેગરીની રમતો માટેના વાર્ષિક દરનું શિડ્યુલ સૂચવાયું છે. જેમાં કેરમ માટે રૂા.૧ હજાર, ચેસ માટે રૂા.૧ હજાર અને બોર્ડ ગેમ્સ માટે રૂા.૨ હજાર નક્કી કરાયા છે.
આઉટ ડોર ગેમ્સ માટેના રેટ પણ ઊંચા હોવાનું જાણવા મળે છે. બાસ્કેટ બોલ માટે ટીમ દીઠ વાર્ષિક રૂા.૧૨ હજાર, વોલીબોલ માટે રૂા.૮ હજાર, અને ક્રિકેટ માટે રમત દીઠ રૂા.૫ હજાર તથા ફૂટબોલ માટે રમત દીઠ રૂા.૩ હજારના દર તેમજ ડે-નાઈટ રમત માટે ટીમ ક્રિકેટ માટે રૂા.૧૨,૫૦૦ અને ફૂટબોલ માટે રૂા.૭,૫૦૦ નક્કી કરાયા છે. સ્વિમિંગ પૂલના ઉપયોગ માટે વાર્ષિક રૂા.૩ હજાર, જિમ્નેશિયમ માટે રૂા.૧૫૦૦, ટેનિસ અને સ્ક્વોશ માટે રૂા.૨,૫૦૦ના દર નક્કી કરાયા છે. પાર્ટી પ્લોટ માટે રૂા.૨૦ હજારનું ભાડું નક્કી કરાયું છે. સ્ટીમ બાથ અને સોના બાથ માટે સેશન દીઠ રૂા.૫૦ નક્કી કરાયા છે. આમ, વિવિધ રમતો માટેના દર અન્ય જાણીતી ક્લબોની સરખામણીએ વઘુ હોવાનું જાણવા મળે છે. આ સ્પોટ્ર્સ સંકુલમાં વિવિધ રમત ગમતની પ્રવૃત્તિઓ માટેના ઊંચા દરને કારણે ગરીબ અને મઘ્યમ વર્ગની વઘુ વસ્તી ધરાવતા પૂર્વ અમદાવાદના વિસ્તારના રહીશો માટે તેનો લાભ લેવાનું મુશ્કેલ બનશે. આ પ્રકારે ઊંચા દરનો કોંગ્રેસે વિરોધ કરતાં બહુમતીથી દરખાસ્ત મંજૂર કરાઈ હતી.
ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, પૂર્વના પટ્ટામાં ગરીબ અને મઘ્યમ વર્ગની વઘુ વસ્તીને ઘ્યાનમાં લેતાં વિવિધ રમતો અંગેના દરની સમીક્ષા કરાશે. હાલ, ફક્ત ત્રણ મહિના માટે ફીના માળખાનો અમલ કરવાનું નક્કી કરાયું છે અને તે અંગે સર્વે કરાયા પછી લોકોના પ્રતિસાદને ઘ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લેવાશે.
વિવિધ રમતના દર
રમત |
માસિક(રૃા.) |
વાર્ષિક(રૃા.) |
કેરમ |
૧૦૦ |
૧,૦૦૦ |
ચેસ |
૧૦૦ |
૧,૦૦૦ |
બોર્ડગેમ્સ |
૧૦૦ |
૧,૦૦૦ |
સ્વિમિંગ |
૩૦૦ |
૩,૦૦૦ |
જિમ્નેશિયમ |
૧૫૦ |
૧,૫૦૦ |
સ્ક્વોશ |
૨૫૦ |
૨,૫૦૦ |
બેડમિંગ્ટન |
૧૫૦ |
૧,૫૦૦ |
ટેનિસ |
૨૫૦ |
૨,૫૦૦ |
ટેબલ ટેનિસ |
૧૦૦ |
૧,૦૦૦ |
બાસ્કેટ બોલ |
૧,૫૦૦ |
૧૨,૦૦૦ |
વોલીબોલ |
૧,૦૦૦ |
૮,૦૦૦ |
|
|