Last Update : 02-Sept.-2010, Thursday
અમદાવાદ મ્યુનિ. ભાજપ દ્વારા નિયમો નેવે મૂકીને ૪ કરોડના કામની લહાણી

સેકન્ડ લોએસ્ટને કામ આપવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા માટે કમિશનરની ભલામણ ફગાવાઈઃ સ્ટેન્ડિંગમાં બહુમતીથી મંજૂરી

અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી ભાજપે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને રૂા.૪ કરોડના કામોની લ્હાણી કરી દીધી છે. નિયમો નેવે મૂકીને પૂર્વ ઝોનમાં બે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કામગીરી સોંપવા અંગે અગાઉ કરાયેલા નિર્ણયને કારણે વિસંગતતા સર્જાતી હોવાથી તે અંગે પુનઃ વિચારણા કરવા મ્યુનિ. કમિશનરે કરેલી દરખાસ્તને ફગાવી દઈને તેમજ કોંગ્રેસના વિરોધ છતાં શાસક પક્ષે બહુમતીથી મંજૂરીની મહોર મારતાં વિવાદ સર્જાયો છે.
અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ અને અમરાઈવાડી વોર્ડના વોટર ડીસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશનના ઈલેક્ટ્રીક અને મીકેનીકલની ઈક્વિપમેન્ટ અને પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે કુલ રૂા.૩ કરોડ, ૮૬ લાખના ખર્ચના કામ ફર્સ્ટ લોએસ્ટના ભાવથી સેકન્ડ લોએસ્ટ કોન્ટ્રાક્ટરને આપવાના કામ સોંપવા અંગે વોટર સપ્લાય કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધ સાથે બહુમતીથી દરખાસ્ત મંજૂર કરાઈ હતી. મ્યુનિ. ભાજપ દ્વારા કરાયેલા આ નિર્ણયના અમલમાં વિસંગતતા સર્જાતી હોવાથી અગાઉ થયેલા ઠરાવ બાબતે પુનઃ વિચારણા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં પુનઃ રજૂ કરવા મ્યુનિસિપલ કમિશનરે ભલામણ કરી હતી. આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરની ભલામણને ફગાવી દઈને કોર્પોરેશનમાંંં સત્તાધારી ભાજપ દ્વારા પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કામ આપવા અંગે વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી સર્વોચ્ચ સત્તા ધરાવતી હોવાની બાબત પુરવાર થઈ છે. પૂર્વ ઝોનમાં રખિયાલ હાઉસિંગ વોટર ડીસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશન માટેના ઈલેક્ટ્રીકલ-મીકેનીકલની ઈક્વીપમેન્ટ્સ એસઆઈટીસી તથા પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર મંગાવાયા હતા. રૂા.૧ કરોડ, ૮૧ લાખના આ કામ માટે ફ્લો મોર કંપની લી.નું ટેન્ડર ફર્સ્ટ લોએસ્ટ આવ્યું હતુ. આમ છતાં શાસક પક્ષ દ્વારા સેકન્ડ લોએસ્ટ બીડર એફીસીઅન્ટ એન્જિનીયરિંગ પ્રા. લી.ને કામ આપવામાં આવ્યું હતું. અમરાઈવાડી (સુભાષ માર્કેટ) વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે ઈલે.-મીકે.ની ઈક્વીપમેન્ટ્સના એસઆઈટીસી અને પાંચ વર્ષના એપરેશન અને મેઈન્ટેનન્સના ટેન્ડર મંગાવાયા હતા. રૂા.૧ કરોડ, ૭૩ લાખના આ કામ માટે પણ ફ્લો મોર કં. લી.નું ટેન્ડર ફર્સ્ટ લોએસ્ટ આવ્યું હતું. આમ છતાં મ્યુનિ. ભાજપ દ્વારા સેકન્ડ લોએસ્ટ બીડર પટેલ બ્રધર્સને કામ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસી સભ્યોના વિરોધ સાથે ઉપર્યુક્ત કામની બંન્ને દરખાસ્તો બહુમતીથી મંજૂર કરાઈ હતી. આ અંગે હસનલાલાએ કહ્યું કે, આ બંન્ને કામ સેકન્ડ લોએસ્ટને આપવા અંગેના નિર્ણય બાબતે ફેરવિચારણા કરવા મ્યુનિસિપલ કમિશનરની ભલામણની ઉપરવટ જઈને શાસક પક્ષે નિર્ણય લીધો છે. આ પ્રકારનો નિર્ણય લેવામાં કંઈક રંધાયું હોવાની દહેશત સેવાઈ રહી છે.

 

 

Ahmedabad

અમીનને સાક્ષી બનાવવા સામે સહ આરોપી વાંધો ન લઇ શકે
સિલ્વેસ્ટર અને યુસુફની બિનતહોમત છૂટવા અરજી
મ્યુનિ. શાળાઓમાં હાજરીપત્રકો નથી
બી.એડની ખાલી બેઠકો પર પરપ્રાંતિયોેને પ્રવેશ નહી મળે
પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળશે
 

Baroda

એમ એસ યુનિ.માં મડકીફોડ કાર્યક્રમમાં મારામારી
કોલેજનાં ચૂંટણી પંડિતોેમાં સંસ્કૃત મહાવિદ્યાલય હોટ ફેવરીટ
એમ એસ યુનિ.ની ચૂંટણીમાં ડમીનાં ફોર્મ પાછાં ખેંચાયા
ઝઘડિયાના બોરીદ્રામાં પ્રદુષિત પાણીથી પાક બળી ગયા
ઓએનજીસી પાઇપ લાઇન આગને કારણે ભરૃચ માં ફફડાટ
 

Surat

વરસાદની આગાહીને કારણે સુરતીલાલાઓનાં જીવ અધ્ધર
સુરતમાં આજે જન્માષ્ટમીની દબદબાભેર ઉજવણી થશે
સુરતની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયરોની ટિકીટ કપાશે
ઉધના ઝોનના બે ડેપ્યુટી ઈજનેરોનાં એકાએક રાજીનામા
પરણીતા પર બળાત્કાર ગુજારનાર આરોપીના જામીન રદ

Saurastra

જન્માષ્ટમીનાં પર્વ નિમીત્તે સૌરાષ્ટ્રના ગામો કૃષ્ણમય

સોમનાથ, દ્વારકા અને દીવમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો

દક્ષિણની મશહૂર ફિલ્મી હસ્તિઓ દ્વારા સોમનાથની પૂજા
ધારી પંથકમાં સચરાચર મેઘમહેર, શેત્રુંજીમાં ઘોડાપૂર
કાલાવડના મછલીવાડમાં આઠ અને સનાળામાં પાંચ ભેદી ધડાકા
 

Kutch

કીડાણા અને ધ્રબની ઔદ્યોગિક એકમોની જમીન રાજ્યસાત
ધ્રાગામાં ૧.૨૦ લાખ રોકડા સાથે જુગાર રમતા આઠ ઝડપાયા
નાનાભાઈએ કારની ચાવી નહીં આપતાં મોટાભાઈનો આપઘાત
મીઠીરોહર પાસેથી કારમાંથી ૭૯ હજારનો શરાબ ઝડપાયો
સાગરખેડૂઓ માછીમારી કરતા હતા ત્યાં દરિયો તોફાની બન્યો
 

Kheda-Anand

૪૦ લાખની ખંડણી માટે આણંદનાં જ્વેલરનાં પુત્રનું અપહરણ
ડાકોરમાં જનમાષ્ટમીની ઉલ્લાસપૂર્વક ઉજવણી
જન્માષ્ટમીનાં પર્વે ડાકોરમાં રોશની કરવાની બેઠકનો ફિયાસ્કો

આણંદના તુલસી ગરનાળાનો માર્ગ બિસ્માર

ખેડામાં શ્રાવણીયા જુગાર પર પોલીસનાં દરોડા

North Gujarat

સુંધામાતાજીની ધર્મશાળા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી
બેચરાજીમાં છેલ્લા વાઈરલ ફીવરની બિમારીથી દહેશત
મહેસાણાનાં અપહ્યુત યુવાનનો નાટકીય ઢબે છૂટકારો
ડીસામાં ભેદી રોગચાળાથી આરોગ્ય તંત્રની ઉંઘ હરામ
હિંમતનગરનાં પાણપુરની ખાણમાં વિસ્ફોટથી એકનું મોત
 

Bhavnagar

તળાજામાં જમીનનાં ભાવ આસમાને પહોંચ્યા
મહુવાનાં ભાજપા ધારાસભ્યે મોદી સામે બાંયો ચડાવી
કોળીયાકના દરીયામાં ડુબી જતા બાળાનું મોત
ભાવનગરમાં કુટુંબ નિયોજનના ૨૪૮૩ ઓપરેશન
પાલીતાણામાં બોયઝ કોલેજ શરૃ કરવાની માગ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved