- ફિલ્મના ઉબાલાના પાત્રને નકારાત્મક રીતે રજૂ કરાતા તેનો પરિવાર નારાજ
મુંબઇ - નક્સલવાદીઓ પર ફિલ્મ બનાવવી એ ખાવાના ખેલ નથી તેનો અનુભવ રામગોપાલ વર્માને થઇ ગયો છે. તેની 'રક્ત ચરિત્ર' ફ્લોર પર ગઇ છે ત્યારથી રામુને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ વખતે નક્સલવાદી લીડર રવિ પરિતાલાના વિરોધી ફિલ્મના મુખ્ય પાત્રોમાં એક પાત્ર ઉબાલા રેડ્ડીના પરિવારે રામુ વિરુદ્ધ કેસ કર્યો છે અને ઉબાલાના પાત્રને નકારાત્મક દર્શાવવા બદલ ધમકી પણ આપી છે. ફિલ્મમાં ઉબાલાનું પાત્ર અભિમન્યુ સિંહ ભજવી રહ્યો છે.
સૂત્રે જણાવ્યું હતું કે, ''ઉબાલાના કુટુંબીજનો અને અનુગામીઓએ ઉબાલાના નેગેટિવ પાત્ર દર્શાવવા બદલ રામુને ધાક-ધમકી આપી છે. તેથી રામુ હવે આંધ્ર પ્રદેશની પોલીસ સાથે વાત કરશે.''
૧૯૯૯માં હૈદરાબાદમાં રેડ્ડીને મારી નાખવામાં આવ્યો હતો. ઉબાલા પરિવાર તરફથી મળતા ધમકીના સંદેશાઓને રામુએ સમર્થન આપતાં કહ્યું હતું ''હા, તેમણે મને કાયદેસર નોટિસ મોકલી છે તેમજ અન્યો તરફથી મને ધમકીના ટેલિફોન તથા સંદેશા પણ મળે છે. ફિલ્મમાં જે રીતે ઉબાલાના પાત્રને ઉપસાવવામાં આવ્યું છે તેનાથી તેઓ નારાજ છે. ૧૯૯૯માં તેની હત્યા થઇ એ પહેલાં તેના પર ગુનાખોરીના ઘણા બધા કેસ નોંધવામાં આવ્યા હતા. હું યોગ્ય સમયે આંધ્ર પોલીસ સાથે વાત કરવાનો છું.''
|