- કલાકાર-કસબીઓ પાસે ૧૫ કલાકથી વધુ કામ કરાવાતું હોવાની ફરિયાદ
મુંબઈ - એકતા કપૂર અને અન્ય ટીવી સિરિયલ નિર્માતાઓના સેટ પર એફડબલ્યુઆઈસીઈ (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ)ના સભ્યોએ છાપો મારીને શૂટિંગ અટકાવ્યું હોવાના ઘણા બનાવો બન્યા છે.
ટીવી સિરિયલ નિર્માતાઓ કલાકાર અને કસબીઓ પાસે દિવસના ૧૫ કલાક કરતાં વધુ કામ કરાવતાં હોવાની ફરિયાદો વિવિધ યુનિટો પાસેથી મળ્યા બાદ એફડબલ્યુઆઈસીઈના સભ્યોએ આ ઝુંબેશ શરૃ કરી હતી.
એફડબલ્યુઆઈસીઈના પ્રમુખ ધર્મેશ તિવારીએ કહ્યું હતું કે, કામગાર કાયદા અનુસાર શૂટિંગ આઠ કલાકથી વધુ ન લંબાવવું જોઈએ. પરંતુ આપણે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં છીએ અને તેમાં રહેલી તૈયાર એપિસોડની ભારે માગને જોતાં શૂટિંગ ૧૨ કલાક ચાલે તે સમજી શકાય પણ તેનાથી વધુ સમય નહિ.
એફડબલ્યુઆઈસીઈના સભ્યો આ ઝુંબેશને આગળ ધપાવવા કૃતનિશ્ચિયી છે.
તિવારીએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે દિવસમાં અમે એકતા કપૂર અને જે. ડી. મજેઠીયાની કેટલીક સિરિયલોના શૂટિંગ અટકાવ્યા છે. અહીં ન્યાય કરવાની જરૃર છે.
એફડબલ્યુઆઈસીઈના પ્રમુખ દિનેશ ચતુર્વેદિએ પણ આ વાતને પુષ્ટિ આપી હતી.
|