- ઠાકરિયા અને ઇન્દ્રકુમારની ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હોવા છતાંય સેટ પર ના ગઈ
મુંબઈ - 'ધમાલ-ટુ'માં કામ કરવા મલ્લિકા શેરાવત તૈયાર થતાં ઇન્દ્રકુમાર આનંદમાં આવી ગયો હતો, પરંતુ ફિલ્મના મૂહુર્ત માટે મલ્લિકાએ કોઈ દિલચશ્પી ન દર્શાવતાં ઇન્દ્રકુમારને ઝાટકો લાગ્યો છે. શક્ય હોય ત્યાં સુધી મલ્લિકા ભારતીય મિડિયાથી અંતર રાખવાના પ્રયાસ કરે છે.
મલ્લિકા હાલ હોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી હોવાથી બોલીવૂડથી દૂર થઈ ગઈ છે. તેથી તેને મિડિયામાં ચમકવાનો બહુ શોખ રહ્યો નથી.
લાંબા સમય બાદ મલ્લિકાએ બોલીવૂડમાં ઇન્દ્રકુમારની ફિલ્મ સાઈન કરી છે, જે હવે આજથી ફલોર પર જઈ રહી છે. મલ્લિકા લોસ એન્જલસમાં પોતાનું શૂટિંગ પતાવી ભારત તો પાછી ફરી છે પરંતુ મૂહુર્તમાં હાજરી આપવામાં તેણે કોઈ રસ દાખવ્યો નથી.
સૂત્રે જણાવ્યું હતું કે, ''દરેકને એમ હતું કે મલ્લિકા ફિલ્મના મૂહુર્તમાં ચોક્કસ આવશે તે લોસ એન્જલસથી મુંબઈ આવવા રવાના થઈ હોવા છતાં ફિલ્મના મૂહુર્તમાં હાજરી આપવાની તેને ઇચ્છા નથી.''
ફિલ્મ સાથે જોડાયેલા દરેક એમ માનતા હતા કે મલ્લિકા આ મૂહુર્તમાં ચોક્કસ આવશે. તે લોસ એન્જલસથી મુંબઈ પાછી આવવા વિમાનમાં પણ બેસી ગઈ હતી. મલ્લિકાને ભારતીય મિડિયાથી અંતર જાળવતી હોવાથી તે મૂહુર્તમાં જશે નહીં. આ ફિલ્મમાં મલ્લિકા મુખ્ય ભૂમિકામાં હોવાથી નિર્માતા અશોક ઠાકરિયા અને રિલાયન્સ બિગ પિકચર મહેબૂબ સ્ટુડિયોમાં યોજાનારા મૂહુર્તમાં તે ભાગ લે તેવું ઇચ્છે છે.''
મલ્લિકાના સત્તાવાર પ્રવકતાએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે, ''પહેલાં આ મૂહુર્ત ત્રીજી સપ્ટેમ્બરે થવાનું હતું. ત્યાર બાદ તેની તારીખ બદલાઈને બીજી સપ્ટેમ્બર થઈ હતી અને છેલ્લે પહેલી સપ્ટેમ્બરે મૂહુર્ત કરવાનું નક્કી થયું. મલ્લિકાએ મૂહુર્ત ત્રીજી સપ્ટેમ્બરે છે એમ સમજીને તૈયારી રાખી હતી. હાલ મલ્લિકા પોતાની આગામી ફિલ્મ (લવ બેરેક' પૂરી કરવામાં વ્યસ્ત હોવાથી મૂહુર્તની તારીખ બદલાતાં તે ભારત આવવાની તારીખમાં ફેરફાર કરી ન શકી.'' છતાં અશોક ઠાઠરિયાએ મલ્લિકાની આશા છોડી નહોતી. અને જણાવ્યું હતું કે મલ્લિકા મૂહુર્તમાં ચોક્કસ હાજરી આપશે.