| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત |
દસ વખત ભાવવધારા સામે ત્રણ વખત ભાવમાં ઘટાડો થયો
ભાવ ઘટાડાની અસરની ચકાસણી બાદ, વિમાની ભાડામાં ઘટાડા અંગેનો નિર્ણય લેવાશે |
નવી દિલ્હી, બુધવાર
વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટવાને પગલે જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ દ્વારા જેટ ફ્યુઅલ અથવા એટીએફની કિંમતમાં ૪ ટકા સુધીનો ઘટાડો કર્યો હોવા છતાંય ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીઓ હાલ વિમાન ભાડામાં ઘડાડો કરવાની કોઈ જ યોજના ધરાવતી નથી તેમ આ ઉદ્યોગના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના (આઈએઓસી) ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં એવીએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં કિલોલીટર દીઠ રૃા. ૧૭૧૫ એટલે કે ૪.૦૯ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે જુલાઈ માસ પછી એટીએફના ભાવમાં પ્રથમ વખત ઘટાડો થયો છે. માર્ચ માસ પછી એટીએફના ભાવમાં દસ વખત વધારો થયો છે. આમ સતત વધારા બાદ ભાવ પ્રથમ વખત જ ઘટયા છે.
ઉપરોક્ત બાબતને ટાંકીને એરલાઈન્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એટીએફના ભાવમાં વધઘટ થતી રહે છે એ એક રૃટીન બાબત છે. જ્યારે એટીએફના ભાવ વધે ત્યારે એરલાઈન્સ કંપનીઓ ભાડા વધારતી નથી તો પછી એટીએફના ભાવ ઘટે ત્યારે ભાડામાં ઘટાડો કેવી રીતે થાય? આમ છતાંય આ ઉદ્યોગ તાજેતરમાં થયેલ આ ભાવઘટાડાના કારણે થનાર અસરની ચકાસણી કર્યા બાદ ચોક્કસ નિર્ણય લઈ શકાય તેમ આ વર્તુળોએ ઉમેર્યું હતું. આ ઉપરાંત એવીએશન ઇન્ડસ્ટ્રી તાજેતરમાં જ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર આવી છે તેથી તુરંત જ ભાવમાં ઘટાડો કરવાની વાત એરલાઈન્સ કંપનીઓ માટે શક્ય નથી. એરલાઈન્સ કંપનીના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ઇંધણનો ખર્ચ આશરે ૪૦ ટકા જેટલો થાય છે. આ આંકડા અન્ય ખર્ચના પ્રમાણમાં બહુ મોટો છે. તેથી એરલાઈન્સ કંપનીઓ અન્ય તમામ મુદ્દે એટીએફના ભાવ ઘટાડાની અસરની ચકાસણી કર્યા પછી જ યોગ્ય નિર્ણય કરે તેવી શક્યતા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ - તમામ ઓઈલ કંપનીઓ દરેક મહિનાની પહેલી અને ૧૬મી તારીખે વૈશ્વિક બજારોની સરેરાશ કિંમતોને આધારે જેટ ફ્યુઅલની કિંમતો નક્કી કરે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|