મુંબઈ - ટેલીકોમ શેરોમાં આજે ટેલીકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, વોડાફોન સહિતને થ્રીજી સ્પેકટ્રમની
ફાળવણી થઇ જતા વિદેશી ફંડો લેવાલ બન્યા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૭.૭૦ ઉછળીને રૃા. ૧૬૩.૭૦, ભારતી
એરટેલમાં તેજીના બ્રેકઆઉટ સાથે મોટી લેવાલીએ રૃા. ૧૦.૧૫ વધીને રૃા. ૩૩૭.૩૦, એમટીએનએલ રૃા. ૧.૫૫ વધીને રૃા.
૬૨.૬૫, ટાટા ટેલીસર્વિસિઝ રૃા. ૨૨.૮૦, આઇડીયા સેલ્યુલર રૃા. ૭૨.૧૦ રહ્યા હતાં.