Last Update : 02-Sept.-2010, Thursday
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
તહેવારોની સિઝન પૂર્વે ઓટો કંપનીના વેચાણ ઓલટાઈમ હાઈ સપાટીએ
ટીવીએસ મોટર્સ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાના વેચાણમાં વધારો

નવી દિલ્હી, બુધવાર
તહેવારોની સિઝનની શરૃઆત પૂર્વે ઓગસ્ટ માસમાં દેશના આગેવાન ઓટો કંપનીઓ દ્વારા કરાયેલા વેચાણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી જવા પામ્યું છે. આજે જાહેર થયેલા ઓટો કંપનીઓના વેચાણના આંકડામાં મારુતિ સુઝુકી અને ટીવીએસ મોટર્સ દ્વારા વિક્રમી વેચાણ કરાયું હોવાના અહેવાલ છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૃતિ સુઝુકીએ ઓગસ્ટ માસમાં ૧,૦૪,૭૯૧ કારનું વેચાણ કરીને એક નવા જ વિક્રમની રચના કરી છે. કારણ કે કોઈ એકજ મહિનામાં આટલી કારનું વેચાણ થયું હોવાનો આ પ્રથમ બનાવ છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં મારુતિએ ૮૪,૮૦૮ કારનું વેચાણ નોંધાવ્યું હતું. આમ કંપનીના વેચાણમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો હતો.

કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિનામાં મારુતિએ ૧,૦૨,૧૭૫ કારનું વેચાણ કર્યું હતું ત્યારે કંપનીએ પહેલી વાર એક મહિનામાં લાખ કારના વેચાણનો આંકડો વટાવ્યો હતો.
ઓગસ્ટમાં સ્થાનિક માર્કેટમાં પણ મારુતિએ ૯૨,૬૭૪ કારના વેચાણનો નવો વિક્રમ રચ્યો છે. જો કે મારુતિ ૮૦૦ મોડલનું વેચાણ ૨૯.૮૧ ટકા ઘટીને ૧૯૧૯ થઈ હતી, જે ગયા વર્ષના ૨૭૩૪ના વેચાણની સરખામણીમાં નીચું હતું. એ-૨ વર્ગમાં (અલ્ટો, વેગનઆર, એસ્ટિલો, સ્વિફ્ટ, એ સ્ટાર અને રિટ્ઝ)માં કંપનીનું વેચાણ ૨૫.૬૯ ટકા વધીને ૬૫,૯૫૩ એકમ થયું હતું જ્યારે એ-૪ વર્ગમાં એસએકસફોર અને ડિઝાયર)માં કંપનીનું વેચાણ ૩૩.૯૯ ટકા વધીને ૧૦,૪૭૯ એકમ નોધાયું હતું. જે અગાઉના વર્ષના આજ સમયગાળા દરમિયાન ૭૮૨૧ એકમ હતું.
ઓગસ્ટ માસ દરમિયાન ટીવીએસ મોટર દ્વારા પણ પ્રોત્સાહક વેચાણના આંકડાની જાહેરાત કરવામાં આવી છે. ઓગસ્ટ માસ દરમિયાન કંપનીએ ૧.૬૭ લાખ ટુવ્હીલરનું વેચાણ કર્યું હતું. જે ગત વર્ષે આ સમય દરમિયાન ૧.૨૭ લાખ નોધાયું હતું.
ઓટો ક્ષેત્રની આગેવાન એવી બજાજ ઓટો કંપની તેના વેચાણના આંકડાની જાહેરાત આવતીકાલે કરશે. આ કંપનીના આંકડા પણ ઉંચા રહેશે તેમ જાણકાર સૂત્રોએ ઉમેર્યું હતું. અન્ય ક્ષેત્રે કંપનીઓમાં ટાટા મોટર્સના ઓગસ્ટ માસના વેચાણમાં (વાર્ષિક ધોરણે) ૩૨ ટકાનો વધારો થવા સાથે ૬૫,૯૩૮ યુનિટે પહોંચ્યું હતું. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ)ના વેચાણમાં ૨૯ ટકાનો વધારો થતાં તે ૨૭૨૦૦ યુનિટ પર પહોંચ્યું હતું. જે પૈકી ૨૭૨૦૦ યુનિટ ઘરઆંગે વેચાયા હતા. બાકીની નિકાસ કરવામાં આવી હતી. અન્ય કંપનીઓ પણ તેમના વેચાણના પ્રોત્સાહક આંકડા જાહેર કરશે તેમ જાણકાર સૂત્રોએ ઉમેર્યું હતું.

હ્યુન્ડાઈ સાતા-ફે રજૂ કરશે
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા તીવ્ર સ્પર્ધા ધરાવતા એસયુવી માર્કેટનો હિસ્સો હસ્તગત કરવા માટે સ્પોર્ટસ યુટિલિટી વ્હિકલ સાતાં ફેને આગામી માસ દરમિયાન રજૂ કરશે. આ કારની કિંમત રૃા. ૨૨ થી ૨૪ લાખની રેન્જમાં હશે.

નેનો ડિઝલ મોડલ રજૂ કરશે
ટાટા મોટર્સ ૨૦૧૧માં નેનો કારના ડીઝલ મોડલને રજૂ કરશે. ડીઝલ નેનોના એન્જીનમાં બેસાડવામાં આવનાર માઈક્રો ટર્બોને વિકસિત કરવામાં આવ્યું છે. આ કારમાં ૧૦૦૦ સીસી કરતા નીચી ક્ષમતાનું એન્જીન હશે પરંતુ તે ક્ષમતા અને પર્ફોર્મન્સમાં ૨૦ થી ૩૦ ટકા વધુ સારું હશે.


 

 

Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved