| |
આજ નું પંચાગ |
તા. ૨-૯-૨૦૧૦ ગુરૂવાર
શ્રાવણ વદ આઠમ - જન્માષ્ટમી
કૃષ્ણ મહોત્સવ
મૃત્યુયોગ બપોરના ૧ ક. ૪૭ મિ.થી શરૂ
દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૩ મિ., (સૂ) ૭ ક. ૧૨ મિ., (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧ ક. ૪૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રોહિણી બપોરના ૧ ક. ૪૭ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચરગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - કન્યા, બુધ - સિંહ, ગુરૂ - મીન, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૧ ક. ૪૫ મિ.થી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ૨૦૬૬, શાકે ૧૯૩૨, જૈનવીર સંવત ૨૫૩૬.
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન, શરદ ઋતુ, શ્રાવણ વદ આઠમ ને ગુરૂવાર. જન્માષ્ટમી, કૃષ્ણ મહોત્સવ. ગોકુલ, મથુરા, દ્વારકા, ડાકોર, મૃત્યુયોગ બપોરના ૧ ક. ૪૭ મિ.થી. શ્રીજયંતી. રભાનુજ નિર્જલા ઉપવાસ. અટાલદરામાં સમૈયો. મૂળી મંદિરમાં સમૈયો.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો બાવીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો પંદરમો રોજ દએપમહેર.
તા. ૩-૯-૨૦૧૦ શુક્રવાર
શ્રાવણ વદ નોમ, નંદ મહોત્સવ
દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૩ મિ., (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ બપોરના ૧ ક. ૩૨ મિ. સુધી પછી આદ્રૉ
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - કન્યા, બુધ - સિંહ, ગુરૂ - મીન, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન શરદઋતુ, શ્રાવણ વદ નોમ ને શુક્રવાર. નંદ મહોત્સવ. વ્રતના પારણાં. વ્યતિપાત ૨૯-૨૯થી. વિષ્ટી ૨૧-૦૮થી જીવંતીકાપૂજન. મુ. જમાતુલાવિડા. મુંબઈ, કૃષ્ણજીવનજીનો, મદ્રાસમાં ગિરધરજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો ત્રેવીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો સોળમો રોજ મહેર.
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
આજનું ભવિષ્ય - તા.૨-૯-૨૦૧૦
મેષ ઃ હળવાશ, રાહત, આનંદ અનુભવો. કૌટુંબિક, સામાજીક, ધાર્મિક સંબંધ- મિત્રતા તાજી થાય, બહાર જવાનું થાય.
વૃષભ ઃ પત્ની-પરિવાર-મિત્રવર્ગથી આનંદ રહે. નિકટના સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ધર્મકાર્ય થાય.
મિથુન ઃ નુકસાન-ચિંતા થાય તેવું કોઈ કામ, નિર્ણય કરવો નહીં. રસ્તામાં આવતા જતા, વાહનથી, કૂતરાથી સંભાળવું.
કર્ક ઃ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પત્ની, સંતાનનું કામ કરી શકો. સીઝનલ ધંધામાં આવક થાય.
સિંહ ઃ આપનું હૃદય-મન પ્રસન્ન રહે, આનંદમાં રહો. સીઝનલ ધંધો થાય, કામની વ્યસ્તતા રહે. કામ ઉકેલાય.
કન્યા ઃ ધર્મકાર્યથી આનંદ રહે. બહાર જવાનું થાય. ધંધો મળવાથી, આવક આવવાથી રાહત રહે. નોકરીમાં રાહત રહે.
તુલા ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. પૈસા-પાકીટ-મોબાઈલનું ઘ્યાન રાખવું. ધક્કામુક્કીમાં સાવધાની રાખવી.
વૃશ્વિક ઃ હૃદય-મનની પ્રસન્નતા રહે તેવું કામ થાય. સંતાનની, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્યથી ખર્ચ થાય.
ધન ઃ આપના રોજીંદા કામમાં, અન્ય કામમાં હળવાશ, રાહત અનુભવો. આરોગ્યની કાળજી રાખવી બેચેની રહે.
મકર ઃ આનંદથી તમારું કામકાજ કરી શકો. પત્ની-સંતાન સાથે મિત્રવર્ગ સાથે બહાર જવાનું થાય, ખર્ચ ખરીદી થાય.
કુંભ ઃ આંતરિક મનોવ્યથા, ચિંતા, ઉચાટમાં, વિચારોમાં અટવાયેલા રહો. જાત જાતના વિચારો આવ્યા કરે.
મીન ઃ ધર્મકાર્ય થાય. નિકટના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. તેમને મદદરૂપ થઈ શકો. ખર્ચ થાય.
આજનું ભવિષ્ય - તા.૩-૯-૨૦૧૦
મેષ ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું હોય, કોઈને મળવાનું હોય તો ઈચ્છા-અનિચ્છામાં-દ્વિધામાં રહો.
વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. બજારોની વધઘટમાં, રોજીંદા વેપારમાં ઘ્યાન આપી શકો.
મિથુન ઃ અનિંદ્રા-બેચેની-મસ્તકમાં દર્દપીડા અનુભવાય. નોકરી-ધંધાના કામમાં કંટાળો આવે, કામ ઉકેલાય નહીં.
કર્ક ઃ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા-ખર્ચ રહે. નાણાંકીય વ્યવહારના પ્રશ્ને, પરિવારના પ્રશ્ને મુંઝવણ અનુભવાય.
સિંહ ઃ આપના નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામ અંગે ચિંતા છતાં કામની પ્રગતિ-સફળતાથી આનંદ અનુભવાય.
કન્યા ઃ આપનું હૃદય-મન ઉચાટ-ઉદ્વેગમાં રહે. મસ્તીકપીડા, શરીરમાં કળતર, સુસ્તીના કારણે કાંઈ ગમે નહીં. કામ વિલંબમાં રહે.
તુલા ઃ ચિંતા-દોડધામમાં હળવાશ-રાહત જણાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો થાય. આવક થાય.
વૃશ્વિક ઃ શારીરિક-માનસિક શ્રમ-થાકના કારણે આરામ કરવાની ઈચ્છા થાય. ધાર્યું કામકાજ થાય નહીં ચિંતા રહે.
ધન ઃ પત્ની-પરિવાર- મિત્રવર્ગની સાથે વાતવાતમાં વિવાદ-ચિંતા-ઉચાટ અનુભવો. નોકરી-ધંધામાં કંટાળો આવે.
મકર ઃ વિલંબમાં પડેલા કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. તેમ છતાં પોતાની ઈચ્છા-ગણત્રી પ્રમાણેનું કામ થઈ શકે નહીં.
કુંભ ઃ મકાન-જમીન-પરિવારના-વતનના પ્રશ્ને ધર્મકાર્ય અંગે ચિંતા-વ્યથા રહે. નોકરી-ધંધામાં મુશ્કેલી જણાય.
મીન ઃ કોઈપણ કામમાં ઉતાવળ કર્યા વગર શાંતિ રાખવી. રઘવાટમાં, ઉતાવળમાં તમે મુશ્કેલીમાં મુકાવ, ચિંતા વધે.
|
| [Top] |
| |
|
સુપ્રભાતમ્ |
કોઈને માટે અવગણના નથી કે સદ્ભાવ નથી, ખાસ પ્રેમ નથી કે દોસ્તી નથી. (અલિખ અને અપક્ષ હોવા છતાં) ઊંચે ચઢેલો મેઘ લોકોના સંતાપ હરે છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
બાળકને ન્યુમોનિયા ઃ કેટલો ગંભીર ?
ખૂબ ખાંસી રહે છે ? બાળક હાંફે છે ? શ્વાસ ચઢે છે ? ગળામાં, પેટમાં ખાડા પડે છે ? ધાવણ લઇ શકતો નથી.
હા, બાળક ને ન્યુમોનિયા હોઈ શકે. ન્યુમોનિયા ફેફસાનો રોગ છે તેમાંના વાયુકોષોમાં ચેપ લાગે. તેમાં ઓકિસજનની પ્રક્રિયા ન થાય. ચેપ ફેફસામાં પ્રસરે, પરૂ થઇ શકે. ખૂબ વધી જાય તો પ્રાણવાયુ લેવાની પ્રક્રિયા ઓછી થાય. નવજાત નબળા જૂની બિમારીવાળા, એલર્જીવાળા બાળકોને વધારે થાય. પ્રદૂષણ, ભેજવાળું વાતાવરણ, ગીચ વસ્તી, ગંદકી ન્યુમોનિયાના કેસ વધારશે. શું તમે જાણો છો ઃ ન્યુમોનિયા સૌથી વઘુ પ્રમાણમાં હોસ્પિટલમાં દાખલ કરવાનું અને બાળમરણનું કારણ બને છે ?
શું થાય ? નવજાત બાળકોનાં લક્ષણો અસ્પષ્ટ હોય. બાળક ધાવણ લે નહીં, સૂનમૂન રહે. ભારે તાવ રહે. શ્વાસમાં ઠસકા બોલે, ભૂરુ પડી જાય. તમારા ડોકટરને બતાવો. બાળકને ભારે ખાંસી રહે. તાવ રહે, શ્વાસ લેતા ગળામાં અને પેટમાં ખાડા પડે, સૂઈ ન શકે, પ્રવાહી પણ ન લઇ શકે. અપૂરતા પોષણવાળા બાળકો વઘુ બિમાર થાય. ખૂબ લાંબો સમય લક્ષણ રહે તો શક્ય છે ન્યુમોનિયા, ટીબીના કારણે હોય. જયારે ખાંસી સારવાર છતાંય ૧૫ દિવસમાં ન મટે તો ન્યુમોનિયા હોવાની શકયતા રહે છે.
નિદાન ઃ- બાળક પ્રતિમિનિટ ૫૦થી વધારે વાર શ્વાસ લે, ખાઈ પી શકે નહીં, ખાડા પડે - ન્યુમોનિયા હોઈ શકે. ડોકટર એક્સ-રે અને લોહીની તપાસ દ્વારા નિદાન નક્કી કરશે. ખૂબ નાનાં બાળકોના ઓકિસજનેશન જાણવા બ્લડ ગેસ નામનો લોહીનો ટેસ્ટ કરવામાં આવે. જો કે બધા જ કેસમાં નિદાન કરવા માટે ટેસ્ટ ફરજિયાત નથી.
સારવાર ઃ- નવજાત ભારે બીમારીવાળા અને દવા મોઢેથી ન લઇ શકે તેવા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી નસમાં દવા- એન્ટિબાયોટિક આપવા પડે. અશકિત માટે પોષણ આપવા ગ્લુકોઝ આપવામાં આવે છે. શ્વાસમાં તકલીફ પડતી હોય તેને ઓકિસજન આપવામાં આવે છે. સેચ્યુરેશન મોનિટર નામના સાધન વડે ઓકિસજનની ઉણપ જાણી શકાય છે. ત્રણ-ચાર દિવસમાં સુધારો થતા ઇન્જેકશનને બદલે મોઢેથી દવા આપી શકાય. નવજાત બાળકને ઇન્જેકશન દ્વારા જ બધો કોર્સ આપવો જરૂરી બનશે. ન્યુમોનિયા શબ્દથી ગભરાશો નહીં. સામાન્ય કેસને અને મોટી ઊંમરના બાળકોને બધી જ સારવાર દવા, ગોળીઓથી આપી શકાય. તેનો કોર્સ ૧૦ થી ૧૪ દિવસ માટેનો પૂરો કરજો. દવા વિષેનો સંપૂર્ણ નિર્ણય તમારા ડોકટરને લેવા દો. બાળકને તાવ, શ્વાસ અને કેટલું ખાઘું-પીઘું તેની માહિતી ડોકટરને આપવી જરૂરી છે. તાવ હોય તો તાવની દવા આપવી. તાવ વધવા દેવો નહીં. જરૂર પડે તો પોતા મૂકવામાં વાંધો નહીં. કોર્સ શરૂ કર્યા પછી તાવ ઉતરતા ૩ થી ૮ દિવસ લાગશે. ડોકટરી તપાસ કરાવતા રહેવી. એલર્જી, શ્વાસ કે ખૂબ ખાંસી રહે તો ડોકટર નિબ્યુલાઇઝડ નામના સાધન વડે શ્વાસ માર્ગમાં દવા આપશે. ખાંસી માટે ડોકટરની સલાહ મુજબ કફ સિરપનો ઉપયોગ કરવો. બાળકને તાવ અને શ્વાસ સુધરતા હોય અને ખાંસી ચાલુ રહે તો ચિંતા ન કરશો. ખાંસી મટતા ૭ થી ૧૦ દિવસ થઇ શકે. ઘરગથ્થુ ઉપચારો ડોકટરની સલાહ મુજબ કરો. શરદી ખાંસી વધે તેવાં ઠંડાપીણાં, આઇસ્ક્રીમ કે ઠંડા ફળો ન આપવા. એ.સી.ના બ્લો સામે ન રાખવું. ઘૂળમાં ન લઇ જવું. ડોકટરની સલાહ મુજબ આરામ આપવો જરૂરી છે. સારવાર પૂરી થયા પછી અમુક કેસમાં સુધારો ન લાગે તો ફરીથી એકસ-રે પાડવામાં આવે છે કે ટીબીના ટેસ્ટ કરવામાં આવે છે.
|
| [Top] |
|
| |
આજ ની જોક |
કોલેજમાં લલ્લુએ સહાઘ્યાયી મનુને પૂછ્યું, ‘‘એ મનીયા, શું છે આ? તું દરરોજ નવા નવા બુટ, ચપ્પલ, સેન્ડલ, બદલતો આવે છે? તેં કે તારા પપ્પાએ પગરખાની દુકાન તો નથી ખોલી ને?’’
‘‘ના, ભાઈ ના.’’ મનુ બોલ્યો, ‘‘એવું કશું નથી... આ તો અમારા ઘર સામે નવું મંદિર ખુલ્યું છેને?’’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
શિંગોડાના લોટની કઢી
સામગ્રીઃ ૭૫૦ ગ્રામ છાશ બે મોટા ચમચા શિંગોડાનો લોટ, ૧ બાફેલો બટાકો, ૫ ગ્રામ ઘી, જીરું હળદર, મીઠું, બે લીલાં મરચાં કોથમીર, આદુ, મીઠો લીમડો ખાંડ અને બે નંગ લવીંગ.
રીતઃ છાશમાં શિંગોડાનો લોટ નાંખીને જેરવી લેવો. જેથી લોટ છાશમાં મિક્સ થઈ જાય. ઉપરાંત બાફેલા બટાકાને છુંદીને તે પણ છાશમાં નાંખો. આદુ મરચાં સમારીને નાંખવા તેમજ હળદર મીઠું પણ નાંખીને ઉકળવા મૂકવું થોડી થોડી વારે કઢીને હલાવતા રહેવું કઢી ઉકળી જાય એટલે ઘીમાં જીરું લવીંગ અને મીઠા લીમડાનો વઘાર કરી કઢીમાં રેડી દેવો. જરૃર જણાય તો લાલ મરચું કે લીલું મરચું નાખવું. જો ખાટી મીઠી કઢી પસંદ હોય તો કઢીમાં ખાંડ કે પતાસાં નાંખવાથી ખાટી મીઠી કઢી તૈયાર થઈ જશે.
આ કઢી મોરેયાની ખિચડી સાથે ખૂબ જ સરસ લાગે છે.
|
| [Top] |
|