Last Update : 01-Sept.-2010, Wednesday

૩૫ વર્ષથી અંદરના ટોચના ઇનોવેટર્સમાં ઇન્દ્રાની- રીકીન

બંને ભારતીય છે અને માઇક્રોસોફ્ટ સાથે સંકળાયેલા છે
રીકીને કૃષિ ઉત્પાદન વધારવાની ટેકનીક આપી અને ઇન્દ્રાનીએ કોમ્યુનિકેશન શીખવાડયું

મેસેચેટસ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના ૩૫ વર્ષથી અંદરના સંશોધકોની યાદીમાં બેંગ્લોરના બે સંશોધકોને સમાવતા ભારતના ટેકનોલોજી આલમમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. જેમાં ૩૧ વર્ષની ઇન્દ્રાની મેઘી અને ૨૮ વર્ષના રીકીન બી. ગાંધીનો સમાવેશ થાય છે. આ બંને માઇક્રોસોફ્ટ રીસર્ચ સાથે સંકળાયેલા છે. ઇન્દ્રાની મેઘી હાલમાં માઇક્રોસોફ્ટમાં કામ કરે છે જ્યારે રીકીન ગાંધીએ તાજેતરમાં માઇક્રોસોફ્ટ છોડયું છે અને ડીજીટલ ગ્રીન નામનો પોતાનો એનજીઓ ચલાવે છેેે.
ઇન્દ્રાની મેઘીએ ગામડાના લાખો લોકોને મોબાઇલનો રીયલ ઉપયોગ કેવી રીતે કરવો અને કોમ્યુનિકેશન દ્વારા પોતાની જિંદગી કેવી રીતે આનંદી બનાવવી તે શીખવાડવાનું આયોજન કર્યું છે. ગામડામાં જે લોકો અશિક્ષિત છે એ લોકોને આ સંશોધન ખૂબ ઉપયોગી બનશે. જ્યારે રીકીન ગાંધીએ ખેતીની પરંપરાગત ટેકનિકમાં સુધારો કરીને ઉત્પાદન દશ ગણું વધુ થઈ શકે એવું સંશોધન કર્યું હતું.
ઇન્દ્રાની મેઘીએ કરેલા સંશોધનમાં ગામડામાં કોમ્પ્યુટર ઓપરેશન સરળ કેવી રીતે બનાવવું તેના ચાર્ટનો સમાવેશ કરાયો છે. નહીં ભણેલા લોકો પણ ઇન્દ્રાનીની પદ્ધતિ અપનાવે તો મલ્ટીમીડીયા સુધીના સંશોધનો કરી શકે છે. ઇન્દ્રાનીએ દક્ષિણ આફ્રિકા, ફીલીપીન્સ અને બેંગ્લોરના સ્ત્રીગુડ્ડા જેવા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં કામ કર્યું છે. ૩૫ વર્ષથી અંદરના ટેકનોલોજીસ્ટોનું સંશોધન વિશ્વમાં ઉપયોગી બનતું હોય છે. જરૃરિયાત ઉભી થાય પછી તેના પગલે સંશોધન આવે છે. કેટલાક ઓપરેટ્સ લોકો સરળતાથી કેવી રીતે વાપરે અને ડિઝાઇન અનુસાર તેનો વધુ ઉપયોગ તેમજ રોજીંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તેનો ખ્યાલ રખાય એવા સંશોધનો થતા હોય છે.
અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વના ટેકનોલોજી નિષ્ણાતો ભારતના નિષ્ણાતો પર વધુ આશા રાખતા થયા છે. આવતીકાલના ટેકનોલોજીસ્ટો મોટા ભાગે ભારતના હશે એમ આ લોકો માને છે આ એવોર્ડ છેલ્લે જાહેર થયા ત્યારે પણ આ ટીઆર-૩૫ની યાદીમાં ભારતના રમેશ હરિહરનનો સમાવેશ થતો હતો. આ ઇનોવેટર્સની યાદીમાં અગાઉ ગુગલના સંશોધકો લેરી પેગ અને સેરગે બ્રીન, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, એપલના ચીફ ડીઝાઇનર જોનાથન ઇવ અને પે-પાલના મેક્સ લેવચીનનો સમાવેશ થઈ ચૂક્યો છે.
આઉટ સ્ટેન્ડિંગ ઇનોવેટર્સ તરીકે ભારતના બે ટેકનોલોજીસ્ટોની પસંદગી થાય તે ગૌરવની વાત છે. ઇન્દ્રાનીએ પોતાના સંશોધકો માટે અને ત્યારબાદ તેને અમલી બનાવવા માટે ઘણાં ગામો ખૂંદી વળ્યા હતા. એક યુવતી પોતાના ગામમાં ઇન્ટરનેટ કોમ્યુનિકેશન શીખવાડવા આવે તે જોઈ લોકો તેને માન આપતા હતા. પહેલા ઇન્દ્રાનીએ લોકોની સમસ્યાઓનો અભ્યાસ કર્યો અને પછી તેનું સોલ્યુશન શોધ્યું હતું. એવી જ રીકીન ગાંધીએ ગામડાઓમાં ખેતી વિષયક પ્રોજેક્ટને સમજાવ્યા હતા. રીકીન ગાંધીએ આ અગાઉ બાયોડિઝલનો પ્રોજેક્ટ કર્યો હતો પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી પરતુ નવો પ્રોજેક્ટ તેના માટે મહત્ત્વનો બન્યો હતો. કોઈ પણ કિસાન દશગણું ઉત્પાદન મેળવવા તૈયાર થાય તે સ્વાભાવિક છે. તે કિસાનને સમજાવતો હતો કે તમે જેટલા પૈસા ખર્ચો છો તેનું પૂરેપૂરું વળતર મેળવવા મારી ટેકનોલોજી અપનાવો કિસાનોએ ચમત્કારિક પરિણામો મેળવ્યા હતા. રીકીન ગાંધીએ ફાર્મીંગ ટેકનિક અર્થાત્ ખેતી કરવાની સિસ્ટમમાં સુધારો સૂચવ્યો છે. કિસાનોને વીડીયો બતાવીને ખેતી કેમ કરવી તે સમજાવાય છે. કેટલાક બિયારણ ખેતરની સાઇડના ભાગમાં ઉગાડી શકાય છે. તેનો ચારો ભેંસને અપાય તો તે વધુ દૂધ આપે છે. માઇક્રોસોફ્ટ ખાતે આ પ્રોજેક્ટ અમલી બનાવ્યા બાદ તેમણે પોતાની એનજીઓ ડીજીટલ ગ્રીન ઉભી કરી હતી અને ગામડાઓ ખૂંદ્યા હતા અને કિસાનોને ઉપયોગી થાય તેવા પગલાં ભર્યા હતા.
ઇન્દ્રાની મેઘીએ જોયું કે ૭૭૪ મિલિયન જેટલા વિશ્વના પુખ્ત વયના લોકો વાંચી શકતા નથી એ કોમ્યુનિકેશન સારી રીતે કરી શકતા નથી. અને કોમ્યુનિકેશનના સાધનો પણ વાપરી શકતા નથી. ઇન્દ્રાનીએ આ લોકોના માટે એવી સિસ્ટમ ઉભી કરી છે કે જેનાથી તે મેડીકલ સવલતો, ઇમર્જન્સી સવલતો અને બેન્કીંગને લગતા કામકાજ પણ ચલાવી શકે.
કોમ્પ્યુટીંગ, વેબ, કોમ્યુનિકેશન, એનર્જી મટીરીયલ્સ અને બાયોમેડીસીન જેવી કેટેગરી આ એવોર્ડમાં રખાઈ હોય છે. વિશ્વભરના ટેકનોલોજીસ્ટો તેમાં પોતાના સંશોધનો મોકલતા હોય છે. જે લોકો કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને ટેકનોલોજીને સરળ બનાવતા સંશોધનો કરે છે. તેમને પસંદ કરવામાં આવે છે. વિશ્વમાંથી કુલ ૩૫ લોકોને વિવિધ કેટેગરી માટે પસંદ કરાયા છે. જો કે આ કામમાં એક યુવતી છે અને તે છે ઇન્દ્રાની મેઘી.

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved