Last Update : 01-Sept.-2010, Wednesday
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
મર્યાદાની મહેક પ્રસરાવતા રગંબેરંગી દુપટ્ટા આજે શંકાની સોય ઉપજાવતા બુકાની બની ગયા છે, ત્યારે હવે ફેશન માર્કેટમાં નવા ફેશન ડિઝાઇનર આ બુકાનીની ડિઝાઇન તરફ એક કદમ આગળ જઇ રહ્યા છે.

સાઉદી અરેબિયાની જેમ ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ગરમીનો પારો એટલે ઉંચો વધી ગયો છે કે મોડર્ન વુમનને પણ ફરી પાછા બુકાનીમાં આવવું પડયું છે.આ માટે હવે ફેશન ડિઝાઈનર પણ દુપટ્ટાની ડિઝાઈનમાં ફેરફાર કરીને પોતાનું માર્કેટ ગરમ કરવાની હોડમાં આગળ વધી રહ્યા છે.
આ અંગે ફેશન ડિઝાઈનર રાજ ઠક્કર કહે છે કે, અમે ટુંક સમયમાં દુપટ્ટાને મોડીફાઈ કરીને એક એવું ફોર્મ લાવવા માંગીએ છીએ કે જેના કારણે ફેશન અને પ્રોટેક્શન બંન્નેનો યોગ્ય અર્થ સરે.
આજે તો શહેરની બુકાનીની અસર ગામડાની છોકરીઓ પર પણ જોવા મળે છે. ખેતરમાં કામ કરતી વખતે અને બહાર ફરતી વખતે હવે ગામડાની યંગગર્લ્સ પણ બુકાની બાંધતી થઈ ગઈ છે પરંતુ ગામડામાં હજી શહેરની ગર્લ્સમાં બુકાનીનો જે ટ્રેન્ડ જોવા મળે છે એ ટ્રેન્ડ ગામડાની ગર્લ્સમાં જોવા નથી મળતો.
અમદાવાદ જ નહીં પણ લગભગ દરેક શહેરોમાં આજે બુકાની એક અલગ જ વ્યવસાય બની ગયો છે. વિવિધ પ્રકારની બુકાનીઓ આજે બજારમાં મળે છે. બુકાની આજે એક ફેશન તરીકે છોકરીઓમાં એસ્ટાબ્લીશ થઈ ગઈ છે.
આ અંગે ફેશન ડિઝાઈનર વૈદેહી પરિખ કહે છે કે, 'આજની ગર્લ્સ બુકાની બાંધીને ફરે તો તેને શંકાની નજરે જોવામાં આવે છે. પરંતુ છોકરાઓથી અને ગરમીથી અને તાપથી બચવા માટે બુકાની બાંધતી હોય છે.'
આ વિષય પર પ્રકાશ પાડતા વિપુલ મલ્હોત્રા કહે છે કે, કોઈપણ ફેશનમાં ક્લાઈમેટિક કંડશનને કારણે પણ એક પ્રકારનો પોઝીટીવ બદલાવ જોવા મળે છે.જેને આપણ ફેશન કહીએ છીએ. દુપટ્ટાને એક નવું સ્વરુપ આપવું તે આજના જમાનાની નવી ચેલેન્જ છે. જો કે ઘણાં ઘરેલું દરજીઓએ કાપડમાંથી ટેમ્પરરી ટોપી પ્રકારની બુકાની બનાવીને માર્કેટમાં નવી પ્રોડક્ટ એન્ટર કરી છે.છતાં તેનો લૂક ફેશન ફિલ્ડમાં એટલો એક્સેપ્ટેબલ નથી.
ગૃહીણી તરીકે કામ કરતા અને રોજ સવારે પોતાની દીકરી ધ્યાનીને સ્કૂલે મૂકવા જતા નીલા શાહ કહે છે કે , દુપટ્ટાની શોધ કદાચ ગરમીને કારણે થઈ હશે એટલે જ આપણા ગુજરાતી પહેરવેશમાં ચુંદડી,ઓઢણી અને દુપટ્ટાની રચના કરી છે. મહિલાઓને આજે બહાર નીકળવું અનિવાર્ય બની ગયું છે ત્યારે સંકોચ,શરમ અને ફેશન વચ્ચે દુપટ્ટા લહેરાઈ રહ્યા છે.
નાગેશ્રી દત્તા વર્કીંગ લેડી તરીકે પોતાનો ઓપિનિયન આપતા કહે છે કે, આજે દુપટ્ટાની ગરીમાં ઓછી થઈ રહી છે.એક સમય હતો જ્યારે મહિલાઓ જાતે દુપટ્ટા રંગતી.ગામમાં અને શહેરમાં રંગરેજ દુપટ્ટાને સુંદર રીતે ડિઝાઈન કરતા.આજે પૈસાની અપેક્ષા સામે એક પ્રકારની મોનોટોનસ ડિઝાઈન લોકો સમક્ષ મુકવામાં આવી રહી છે. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારનો રસ્તો આજે પણ રંગરેજના વ્યવસાયથી ધમધમે છે. રંગરેજ તરીકે કામ કરતા મહેબૂબભાઈ જણાવે છે કે ,આજે દુપટ્ટાના વ્યવસાયમાં ક્યાંય ક્રિએટિવિટી નથી રહી અમે અમારા ઓર્ડર પ્રમાણે કામ કરીને પૈ,ા લઈ લઈએ છીએ .

Share |
  More News
તપાસ સમયે 'સરકાર'નું દબાણ હતુંઃગીતા જોહરી
જીમખાનામાં જુગાર અટકાવવા 'સીસીટીવી રેકોર્ડિંગ' ફરજિયાત
વિધાનસભામાં મોંધવારી અંગે ભાજપનો પ્રસ્તાવ અશાંતિ સર્જશે
રાજકારણીઓનાં વાહનોની ફેન્સી પ્લેટની તસવીરો ઇન્ટરનેટ પર
મુંબઈમાં વૉટર વૅનો કરાર ખાનગી કંપનીને સોંપાયોે
બે માસ સુધી મેટ્રો. મેજિસ્ટ્રેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે
અમેરિકામાં મૂળ યમનના બે શકમંદ ત્રાસવાદી ઝડપાયા
ભારતમાં ત્રાસવાદી હુમલાની ઓસ્ટ્રેલિયાની ફરી ચેતવણી
કેનેડામાં આતંકવાદી હુમલાના કાવતરામાં ભારતીયની સંડોવણી
 
  More News
ચાંદીમાં વિક્રમી તેજીને બ્રેક લાગતાં ભાવોમાં પ્રત્યાઘાતી ઘટાડો
અમેરિકા મંદીમાં ધકેલાઇ રહ્યાના નિર્દેશે એશિયામાં કડાકો
નિફ્ટીમાં મંદીનું દુઃસાહસ કરનારાને ટ્રેપમાં લેવાયા
લાહોરની હાઇકોર્ટે રમત પ્રધાન અને પીસીબીના ચેરમેનને પણ હાજર થવા ફરમાન છોડયું
રાઠૌરે ક્વોલિફાઇંગ ટ્રાયલ્સમાં ભાગ જ ન લીધો
સોડરલિંગને વિજય મેળવવા પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડયો
સલમાન અને અમિતાભનાં રિયાલિટી શો સામસામેે
દિયા મિર્ઝા અને ઝાયેદ ખાન નવુ પ્રોડક્શન હાઉસ શરુ કરશે
એક મહિનામાં બોલિવુડમાં માત્ર એક જ ફિલ્મનું શૂટિંગ થયું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved