ન્યૂ યોર્ક,
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિરઝાએ લાંબા સમય બાદ ફોર્મ દર્શાવતા યુએસ ઓપનમાં વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.

મેન્સ સિંગલ્સમાં ભારતના સોમદેવ દેવવર્મનનો ઇન ફોર્મ સાઉથ આફ્રિકન ખેલાડી એન્ડરસન સામે સીધા સેટોમાં ૩-૬, ૪-૬, ૩-૬થી પરાજય થયો હતો. મેન્સ સિંગલ્સમાં ભારતનો યુવા ખેલાડી સોમદેવ દેવવર્મન પ્રથમ રાઉન્ડમાં જ પરાજીત થઇ બહાર ફેંકાયો હતો.ક્વાલિફાયર તરીકે મેઇન ડ્રોમાં પ્રવેશેલી સાનિયાએ વિમેન્સ સિંગલ્સમાં તેના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં પોર્ટુગીઝ ક્વોલિફાયર મિશેલા લાર્ચેર ડી બ્રિટોને સીધા સેટોમાં ૬-૩, ૬-૨થી હરાવી હતી.