Last Update : 01-Sept.-2010, Wednesday

ભારતીય પરંપરામાં મૃત્યુનો ખ્યાલ આત્માની અમરતા સાથે સંકળાયેલો છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા


(મૃત્યુ ઃ કન્સેપ્ટ ઓફ ડેથ ઇન ઇન્ડીઅન ટ્રેડીશન્સ ઃ જીઆન ફીલીપ્પી (પ્રકાશક ઃ ડી. કે. પ્રિન્ટ વર્લ્ડ લિમિટેડ, ૧૯૯૬) આ પુસ્તકના લેખક ઇટાલીયન સ્કોલર છે અને તેમણે મૂળ પુસ્તક ઇટાલીયન ભાષામાં લખ્યું હતું તેેેનું આ ભાષાંતર છે.)
ભારતીય પરંપરામાં મૃત્યુનો દેવ યમરાજા છે. તેના હુકમ પ્રમાણે યમદૂતો માનવીના પ્રાણ હરે છે. માનવ સિવાયના પશુ-પંખીઓ કે જીવજંતુઓના પ્રાણ પણ યમદૂતો જ હરે છે કે નહીં તે બાબતમાં સ્પષ્ટતા નથી. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોની જેમ ભારતમાં પણ અજર અને અમર આત્માનો વિચાર છે પરંતુ માત્ર હિન્દુ ધર્મમાં જ પુનર્જન્મનો વિચાર છે. ખ્રીસ્તી અને ઇસ્લામ ધર્મ પ્રમાણે માણસ મરી જાય છે તે પછી અમુક દિવસે તે સજીવન થાય છે. જીસસ ક્રાઇસ્ટ ફરીથી આવશે (સેકન્ડ કમીંગ) ત્યારે બધા મૃત ખ્રીસ્તીઓ સજીવન થશે તેવી માન્યતા છે. આને ‘રીસરકશન’ કહે છે. ભારતમાં મૃત્યુ સમયે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી લોકની કલ્પના જોડાયેલી છે. પાતાળ લોકમાં દૈત્યો અને દાનવો રહે છે જ્યારે સ્વર્ગ લોકમાં દેવો રહે છે તેના કોઈ પુરાવા મળતા નથી. વળી દેવો અને દાનવો વચ્ચે ખૂબ જ લાંબુ જીવે છે પરંતુ અંતે તેઓ પણ મૃત્યુ પામે છે માટે જ તેઓ અમૃતકુંભ માટે સંઘર્ષ કરે છે. મૃત્યુ આગળ સૌ પામર છે અને મૃત્યુ દરેક માટે અનવાર્ય છે મૃત્યુ અને રોગો ના હોત તો ધર્મ ના હોત. મૃત્યુના તથા રોગોના ભયે ધર્મને જન્મ આપ્યો છે એવી એક માન્યતા છે.
મૃત્યુ પછીના સ્વર્ગ અને નર્કની કલ્પના દરેક ધર્મમાં જોવા મળે છે. મુસ્લીમ ધર્મમાં પણ ઝન્નત એટલે કે સ્વર્ગની કલ્પના છે જેમાં દુન્યવી દુઃખો અને અભાવો હોતા નથી. મૃત્યુ પછીના સ્વર્ગ અને નર્કની કલ્પના માણસને નૈતિક જીવન જીવવાની ફરજ પાડે છે તેમ મનાય છે પરંતુ આ કલ્પનાઓ છતાં માનવી એકંદરે નિવૃત્ત જીવન જીવે છે તેમ કહી શકાય તેમ નથી.
નર્કની કલ્પના છતાં માનવજીવનમાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર, ખૂન, છેતરપીંડી, લાંચ-રૂશ્વત, ખંડણી ઉઘરાવવી, શોષણ વગેરે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેનો અર્થ એ કે મૃત્યુ પછીના જીવનમાં શું થશે તેની લોકોને પડી હોતી નથી અથવા તેમને સ્વર્ગ અને નર્કનો વિચાર જ કાલ્પનિક લાગે છે. મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જશે અને નર્કમાં કોણ જશે તે નક્કી કરવાનું કામ ચિત્રગુપ્તનું ગણાય છે કોઈક વાર ચિત્રગુપ્ત તેમાં ભૂલ પણ કરી બેસે છે અથવા યમદૂતો વ્યક્તિને તેના મૃત્યુના સમય પહેલા પકડી લાવે છે હિન્દુ સિવાય અન્ય ધર્મોમાં ચિત્રગુપ્તની કલ્પના જોવા મળતી નથી અને માનવીના પાપ અને પુણ્ય મુજબ તેને બીજો જન્મ મળે છે તેવી પણ માન્યતા નથી. વળી બહુ જ પાપ કર્યા હોય તે વ્યક્તિને કીડી- મંકોડા કે અન્ય ક્ષુદ્ર જંતુમાં જન્મ મળે છે તે વાત પણ કાલ્પનિક છે.
આપણો દેહ પંચમહાભૂતોનો બનેલો છે જેમાં અગ્નિ, પૃથ્વી, વાયુ જળ અને આકાશનો સમાવેશ થાય છે અને મૃત્યુ થતા આ પંચમહાભૂતો પૃથ્વીના તત્ત્વોમાં ભળી જાય છે એ માન્યતા ગ્રીક ચિંતનમાં પણ જોવા મળે છે પરંતુ ગ્રીક ચિંતનમાં અવકાશ કે આકાશ નામનું તત્ત્વ નથી અવકાશ કે આકાશનો અર્થ સ્પષ્ટ થતો નથી વળી અગ્નિ એટલે તેજ, પ્રકાશ, ગરમી, કોઈ દાહક તત્ત્વ કે આગ તે પણ સ્પષ્ટ થતું નથી. આ પુસ્તકના ઇટાલીઅન લેખક જણાવે છે કે ભારતીય ધર્મના ગ્રંથોમાં સાત્વિક, રજસ, તમસ એમ ત્રિગુણ થિયરી બહુ પ્રચલિત છે.
ગીતામાં તેનો વિશેષ મહિમા કરવામાં આવ્યો છે. તમસ એટલે આળસ, ક્રોધ, અકર્મણ્યતા વગેરે અને ભગવાન શંકર તમસના પ્રતિનિધિ તરીકે મૃત્યુ અને વિનાશના દેવ છે આનો અર્થ એ નહીં કે ભગવાન શંકર તામસિક દેવ છે પરંતુ સૃષ્ટિના વિનાશ અને સૃષ્ટિના કે માનવીય મૃત્યુમાંથી જ નવસર્જન થાય છે તેવો અર્થ કરવાનો છે. વિનાશ વિના સર્જન શક્ય નથી. તમસમાંથી જ રમસ ગુણ ઉભો થયો છે અને રજસમાંથી સાત્વિક ગુણ ઉભો થયો છે તેમ મૈત્રાયણી ઉપનિષદ જણાવે છે. ટૂંકમાં શિવ નવસર્જનનો દેવ છે.
ભારતીય પરંપરામાં મૃત્યુના વિચારના કેન્દ્રમાં આત્માનો વિચાર (કન્સેપ્ટ) છે. માનવી ભલે મૃત્યુ પામે તેનો દેહ નાશવંત છે અને ચિતામાં ભડભડ બળી જાય છે પરંતુ આત્મા અજર અને અમર છે તે ‘ટાઇમલેસ’ એટલે કે સમયાતીત છે તેમ મનાય છે. ભારતીય જનને જો કોઈ વિચાર સૌથી આશ્વાસન આપતો હોય તો તે આત્માનો વિચાર છે ભલે આપણે મરી જઈશું પણ આપણો આત્મા તો અમર જ છે એ વિચાર ભારતીય જનોના માનસમાં એટલો બધો ઉંડો છે કે તેને કારણે તે ઘણી માનસિક સુરક્ષિતતા (સાયકોલોજીકલ સિક્યુરીટી) અનુભવે છે. આ માન્યતા પર જ હિન્દુ ધર્મની અસંખ્ય વિધિઓ (રિચ્યુઅલ્સ) ઉભી થઈ છે. મૃત્યુ બાદ હિન્દુ ધર્મની વિધિઓનું જે જંગલ ઊભું કરવામાં આવ્યું છે તે સ્વજનના ભટકતા આત્માની શાંતિ માટે ઉભું થયું છે. તેમાં માત્ર મૃત્યુ પામેલા સ્વજનો આત્મા જ નહીં પરંતુ સમસ્ત પિતૃલોકના આત્માના અસ્તિત્વ તથા તેની અજર- અમરતાની સાબિતી માટે જ છે તેવી એક દલીલમાં વજૂદ જણાય છે. ભારતમાં આત્માના વિચારને જે રીતે ચગાવાયો છે અને એના વિષે અગડંબગડં બોલતા સાઘુ-સંતોનો સમુદાય ઉભો થયો છે તેવું કોઈ દેશમાં જોવામાં આવતું નથી. પશ્ચિમ જગતમાં અને ખાસ કરીને ખ્રીસ્તી ધર્મમાં પણ આત્માનો વિચાર છે તે ખ્રીસ્તી ધર્મ પણ પહેલાં ગ્રીક ચિંતનમાં પણ હતો. પ્લેટોએ આત્મા વિષે ઘણું લખ્યું છે. કદાચ પ્લેટોને આ વિચાર ભારતમાંથી મળ્યો હોય તે શક્યતા નકારી શકા નહીં. દૈહ ભૌતિક પદાર્થ હોવાથી નાશવંત છે જ્યારે આત્મા ભૌતિક પદાર્થ નહીં હોવાથી તે નાશવંત નથી તેમ ભારતના ધર્મગ્રંથો વારંવાર ઉચ્ચારણ કરે છે. વળી અમુક સંત કે સાઘુનો આત્મા બ્રહ્મમાં ભળી ગયો અને તેઓ બ્રહ્મલીન થઈ ગયા તેમ પણ મનાય છે પરંતુ આત્મન અને બ્રહ્મન નામના કોઈ તત્ત્વોની વૈજ્ઞાનિક માહિતી મળી નથી તેથી તેને આધારે જીવન જીવવું તે યોગ્ય જણાતું નથી જે વસ્તુને ચકાસી ન શકાય તેના પર સમાજ ઘડી ન શકાય તેમ છતાં આખો ભારતીય સમાજ આત્માના અને બ્રહ્માના ખ્યાલો પર ઉભો થયો છે. વળી તૈત્તરીય ઉપનિષદમાં તો એવું પ્રતિપાદન થયું છે કે આપણો આત્મા પાંચ કોષોથી વીંટળાયેેેલો છે કે ઢંકાયેલો છે. પ્રથમ કોષ આનંદમય કોષ (બુદ્ધિ) છે, બીજો કોષ વિજ્ઞાનમય કોષ (વિશિષ્ટ જ્ઞાન અથવા અહંકાર જેનો અર્થ સ્વચેતના થાય છે.) ત્રીજો કોષ મનોમય કોષ (માનસ) છે ચોથો કોષ પ્રાણાયમ કોષ (શ્વાસોચેતન) છે અને પાંચમો કોષ અજાયબ કોષ છે. આ પંચકોષની થીયરી તદ્દન સ્પેક્યુલેટીવ એટલે કે અટકળ આધારિત છે અને આત્માથી આવા પાંચ કોષ વીંટળાયેલા હોવાની કોઈ સાબિતી હજી મળી નથી તે શાબ્દિક કપટ છે તમામ ધાર્મિક વિચારોની મર્યાદા એ છે કે તેઓના શબ્દોના અનેક અર્થ નીકળે છે. વિજ્ઞાન તેના શબ્દોની કે કન્સેપ્ટ્સની બહુ જ મુક્ત વ્યાખ્યા કરે છે અને તેના નિયમો જાહેરમાં ચકાસી શકાય છે.
ધાર્મિક શબ્દોની ચોક્કસ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. દા.ત. ઘણા સંતો, મહાત્માઓ વઘુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પોતે ધાર્મિક છે તેવું કહેવા કરતા પોતે આઘ્યાત્મિક છે તેવું કહેવાનું વઘુ પસંદ કરે છે પરંત તેમને અમુક સવાલો પૂછો તો તેઓ આઘ્યાત્મિકતાનો આંચળો ઓઢીને ફરે છે તેઓ કપટી હોય છે કે દંભી હોય છે એક કપટ વર્ષોથી ચાલે છે વળી અમુક માંદી વ્યક્તિઓને બંધ કાચની પેટીમાં રાખે અને માણસ મરી ગયો ત્યારે કાચ તોડીને બહાર નીકળ્યો તેનો આત્મા નીકળી ગયો તે તદ્દન કપોળકલ્પિત વાત છે.
આ ઇટાલીઅન લેખકે ભારતના ગરૂડ પુરાણનો ઉંડેથી અભ્યાસ કર્યો છે. ગરૂડ પુરાણના પાપી આત્માને જે વૈતરણી પાર કરવી પડે છે અને નર્કમાં આત્માને કેવા દુઃખો પડશે તેનું વર્ણન તદ્દન જીચગૈજૌબ (પરપીડન વૃત્તિવાળું) જણાય છે.
તે ભાવિકોમાં ભય ઉપજાવવા માટે કરવામાં આવ્યું છે. સમસ્ત ગરૂડ પુરાણ મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને ડરાવે છે વળી ભારતમાં મૃતાત્માને અગ્નિમાં બાળવામાં આવે છે જ્યારે અન્ય ધર્મોમાં તેને દાટવામાં કે દફનાવવામાં આવે છે. જગતના કોઈ દેશમાં મૃતાત્મા પાછળ બારમા- તેરમાની આટલું બઘું વિધિઓનું જંગલ નથી. જો કોઈ મઘ્યમવર્ગનો માણસ સ્વજનના મૃત્યુ પાછળ શાસ્ત્રમાં લખેલી બધી વિધિ કરાવે તો તે દેવામાં ડૂબી જાય છે અને વિધિ કરાવનાર ધનિક બની જાય છે. મૃત્યુ બાદ અમુક સ્વર્ગસ્થ થયા અમુક બ્રહ્મલીન થયા કે અમુક કૈલાસવાસી થયા કે અમુક પ્રભુને ધામ ગયા તે માત્ર શાબ્દિક દિલાસો છે તેમાં કશું હકીકતલક્ષી નથી.

 

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved