Last Update : 01-Sept.-2010, Wednesday

એકલવીર ચેનલવીર ક્યાં ?

પ્રાઈમ ટાઈમ

ઇ-વોટીંગના રજીસ્ટ્રેશન માટે કરવામાં આવેલી અપીલને મળેલો તદ્દન મોળો પ્રતિસાદ અને આ બાબત પ્રત્યે લોકોની ઉદાસીનતા જોઈને આ કોન્સેપ્ટ માટે રાત-દિવસ એક કરનારા નિષ્ણાતોનું મગજ હેન્ગ થઈ ગયું હોય તો નવાઈ નહિ ! વોટર્સની સંખ્યા કરોડોમાં હોય, ઇન્ટરનેટ કનેક્શનોની સંખ્યા પણ મિલિયન્સમાં ટાંકવામાં આવતી હોય અને ઇ-વોટર બનવા રાજી થનારા લોકોનો આંકડો હજારને પણ ન આંબે ત્યારે ભલભલી સિસ્ટમ હેન્ગ જ થઈ જાય ને !
એકચ્યુલી ઇ-વોટીંગની માફક ટીવી વોટીંગ જેવો પ્રયોગ પણ અમલમાં મૂકવો જોઈએ. પોતાના રીમોટનું બટન દબાવીને ટીવી સ્ક્રીન પર દેખાતા ઉમેદવારને વોટ આપી શકાય તેવી સગવડ ઉભી કરવામાં આવે તો કદાચ મતદાનની ટકાવારીમાં અડધો પોણો ટકાનો ફરક પડી શકે.
મનોરંજન તંત્રનું આકર્ષણ અને લોકતંત્ર પ્રત્યેની ઉદાસીનતાના કારણે મત આપવા માટે મતદાન મથક સુધી લાંબા થવાના બદલે લોકો ટીવી સામે લાંબા થઈને પડ્યા રહેતા હોય છે. આ જ કારણસર સવારથી જ ઠંડા જણાતા મતદાન મથકોમાં પ્રાણ ફૂંકવા માટે બપોર પડતાં જ કેબલ ટીવી બંધ કરાવવાના કિસ્સા પણ નોંધાતા હોય છે.
લોકોની ટીવી પ્રત્યેની આવી આસક્તિને પોતાની ધનશક્તિમાં તબદીલ કરવા માગતા મહારથીઓ નીતનવી ચેનલો અને કાર્યક્રમો સાથે આપણા ડ્રોઈંગરૂમમાં હાજર થઈ જાય છે. મનોરંજન ક્ષેત્રે એકચક્રી શાસન જમાવવાનું ખ્યાલ ધરાવતી કંપનીઓમાં અનિલ અંબાણીની રીલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્કનો પણ સમાવેશ થાય છે. હમણાં આ કંપનીએ સીબીએસ સ્ટુડિયો સાથે કરેલા જોડાણ અંતર્ગત ઢગલાબંધ નવી ચેનલો લોન્ચ કરવાનો ઇરાદો જાહેર કર્યો છે.
ધીમે ધીમે ડાયરેક્ટ ટુ હોમ તરફ વળી રહેલા દર્શકોને એક સાથે અનેક ચેનલો ઓફર કરનારી કંપનીઓ ફાયદામાં રહેવાની આગાહી હોવાથી સિંગલ ચેનલ કંપનીઓનું અસ્તિત્વ જોખમમાં છે. આ કંપનીઓએ વહેલી મોડી નવી ચેનલો ઉભી કરવી પડશે કે પછી પોતાની ચેનલ કોઈ મોટી કંપનીને વેચી દેવી પડશે.
ેચેનલો વચ્ચે ચાલી રહેલી અસ્તિત્વ ટકાવવાની લડાઈનો સૌથી મોટો ફાયદો બોલીવુડ સ્ટાર્સને થઈ રહ્યો છે. દરેક ચેનલ પોતાની વ્યૂઅરશીપ વધારવા માટે બોલીવુડ સ્ટાર્સના ભાવ વધારી રહી છે.
અમિતાભ બચ્ચનને ‘કૌન બનેગા કરોડપતિ’ની ચોથી સિઝન માટે પહેલી સિઝન કરતા લગભગ દસ ગણા નાણાં ઓફર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વખતે માત્ર છત્રીસ એપિસોડ માટે પચાસ કરોડ ચૂકવવામં આવનાર હોવાની વાત સંભળાય છે. તે સમયે અમિતાભને એપિસોડદીઠ પંદર લાખ લીધા હોવાની વાત વહેતી થઈ હતી.
‘સોની’એ અમિતાભ માટે નાણાં કોથળી છૂટ્ટી મૂકી છે તો ‘કલર્સ’ બીગ બોસ માટે સલમાનને લઈ ગયું છે. ‘સ્ટાર પ્લસ’ દ્વારા અક્ષયકુમાર માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપ્રાને પણ ‘કલર્સ’ના બીગ પોકેટનો લાભ મળવાનો છે. માધવન બીગ મની રમાડીને પોતાનું બેન્ક બેલેન્સ તગડું કરે છે. આમીરખાન કોઈ ચેનલ કે શૉ સાથે જોડાવાના બદલે જે તે સમયે ટોચ પર હોય તે ચેનલ સાથે ખેલ પાડીને પોતાની ફિલ્મની કમાણી વધારી દે છે. પસંદ અપની-અપની, અંદાજ અપના અપના, દામ સૌને મોં મંાગ્યા !

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved