Last Update : 01-Sept.-2010, Wednesday

ઝરદારી કી ઇમાનદારી

ખબરે પાકિસ્તાન

સદરે રિયાસત આસિફ ઝરદારી બ્રાન્ડની ઇમાનદારીએ મુલ્કમાં સોલિડ ગુલ ખિલાવ્યા છે. બદબૂ ન ફેલાય તો પૈસા પાછા પાછા આપ અકડુ નથી નવાઝ શરીફની બદમાશીઆગે ઝૂકી પડે અને લાગ આવે તો સેમ ચાચુ આગે લંબલેટ (સાષ્ટાંગ દંડવત્) થાય. શરમ કઈ ચિડિયાનું નામ છે ? આખરે આસિફ મીંયાએ બેનઝીરના પગ સેવ્યા છે. જો કે ઇમાનદારીનો એકડો બચપનમાં જ ધૂંટ્યો હતો. પાંચમી યા સાતમી (ધોરણ)ની પરીક્ષામાં આપ ચોરી કરતા પકડાયા હતા. શાદી બાદઆપ દસ ટકા કમિશન લેવા બદલ અંદર થયા હતા. આવો ભવ્ય ભૂતકાલ ધરાવતા આસિફ તો પારસમણિ ટચ થયો નથી કે ટણપો ટનાટન થયો નથી ! આસિફ મીયાં બી દસ ટકાની દલાલીને બદલે ૬૦ ટકા જેટલી કટકી ખાતા થયા. આખરે મુલ્કનું વ્યવસ્થિત કરી નાખવાનો સવાલ છે. એમાં કંજૂસાઈ કરવાનો સવાલ જ પેદા નથી થતો. આગુ સે ચલી આતી પાક પરંપરા આસિફ મીંયાએ ખુલ્લેઆમ નિભાવી છે. બલ્કે એક રેકોર્ડ બ્રેક બુલંદી પર પહોંચાડી છે. તાકી તવારીખમાં આસીફ ઝરદારીની ઇમાનદારીનો ઉલ્લેખ સુવર્ણ અક્ષરે થાય.
અલ્લાના ફઝલો કરમથી મુલ્કને એક સે બઢકર એક નમૂના મળ્યા છે. આગે ભી આસીફ મીયાંએ બહેતર તીસમારખાં મળતા રહે એવો ઇન્તજામ કરવામાં આવ્યો છે. મગર પાક સુપ્રિમ કોર્ટને બનાબનાયા ખેલ બગાડવાની બુરી આદત પડી છે. બોલે તો બિરીયાને મેં કંકર ડાલવાની નાદાની, પછી મુલ્કનું ન્યાયતંત્ર ઢોલ જ બને ને ! તાડનનું હકદાર ! સુપ્રીમ કોર્ટના અધકચરા અંદાજ અનુસાર આસિફ મીંયાએ ૬૦ મિલિયન ડોલર સ્વીત્ઝરલેન્ડની બેંકોમાં સંતાડ્યા છે. આસીફ મીંયાના ઇજ્જતનો કચરો થાય એટલી મામુલી રકમનો ઇલ્જામ લગાડતા સુપ્રિમ કોર્ટને શરમ નથી આવી એની નોંધ લી જાય યોર ઓનર. યે પોઇન્ટ ભી નોટ કીયા જાય કે આસિફ મીંયાએ સુપ્રિમ કોર્ટ પર બદનક્ષીનો મુકદમો નથી કર્યો. વજહ ? વેલ, આપની ઇમાનદારી પડકારવામાં આવી છે, નહીં કે આપની બેઇમાનીને ! આસિફ મીંયાની ઇજ્જત (બે) ઇમાનદારીની વજહથી છે. એના પર અંગુલી ઉઠાવવામાં આવી હોત તો આપે જરૂર બદનક્ષી થયાની બોમાબોંમ કરી હોત. આસિફ મીંયાની દાગદાર (ખરડાયેલી, યાર) ઇમેજને ચમકદાર બનાવવાના (બદ)ઇરાદાને કેમનો બેપર્દા કરવો ? દાગ અચ્છે હૈ !
અસલ બાત સ્વીસ બેંકોમાં જમા કરાયેલા ખજાનાની નથી. બલ્કે જનાબ આસિફ ઝરદારીને રૂખસદ આપવાના અલબત્ત, ષડયંત્રની છે. હકીકતમાં આપની પાછલી મુદતથી હકાલપટ્ટી થવી જોઈએ. એવું થયું નહીં. કારણ કે પાક તવારીખમાં પહેલી જ દફા નાપાક ફોજે જલ્દબાજી કરી નહીં. પાક ફોજના ખેરખાંએ કઈ ખુશીમાં ઇત્મીનાન રાખી રહ્યા છે ? વેલ, એમને રાજકારણીઓ પર પૂરો એતબાર છે. લ્યાનત છે જો પાક સિયાસત ઉણી ઉતરેતો. ભરોસાની ભેંસ અડીબાજી પર ઉતરી આવે અને પાડો જણે. પણ મુલ્કના અડીયલ રાજકારણીઓ ખાનાખરાબી કરવામાં સહેજ બી ઓછા ઉતરે તો ફૌજી ખેરખાં ખોટા પડે. આઠેક સાલના જન. મુશના શાસન દરમિયાન જેટલી તબાહી થઈ હતી એના કરતા સ્હેજ બી કામ નહીં કરવાની આસિફ આણી મંડળીએ કસમ ખાધી છે. લંબાણથી કહીએ તો નાપાક નેતા લોગ ફોજની ગોલમાલને સારી કહેવડાવવા પર તુલ્યા છે. બસ, વહીવટી તંત્ર પડી ભાંગે એનો ઇન્તજાર છે. પાવલાઓ સામે ચાલીને પાક ફોજને ચાંદીની તાશકમાં ઇસ્લામાબાદ સુપરત કરશે. ટચવૂડ.
શાયદ ‘ખબરે’નો આ એપિસોડ છપાય તે પહેલાં જ આસિફમીંયાના નામ આગે ભૂતપૂર્વ લાગી જાય એવો રાપચીક મંજર છે. ખુદ આસિફ મીંયા જલ્દીમાં હોય એવું લાગે છે. વર્ના આપ આવા ને આટલા હવાતિયાં ન મારતા હોય. હાય રે કિસ્મત! આપની હર હરકત આપને દલદલમાં નીચે ધકેલે છે. બતૌર મિસાલ આસિફ મીંયાનો ન્યાયતંત્ર અને મીડિયા સાથે પંગો. આપના અલબત્ત બેબુનિયાદ ઇલ્જામ મુતાબીક ન્યાયતંત્ર અને મીડિયા તાલીબાનનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે ! આપ જન. કિયાનીની ખુશામત કરી રહ્યા છે. મોરચા બે છે અને મકસદ એક.- અને તે છે પવલાઓને તસલ્લી આપવાનો કે જમ્બુરીઅત (લોકશાહી)નું પતન હજી દૂર છે. મતલબ કે આપના જુલ્મો સિતમ બર્દાસ્ત કરવા તૈયાર રહો. હદ તો હવે આવે છે. નામુરાદ પવલાઓને કમજોર સરકાર સામે કોઈ શિકાયત નથી ! વજહ ? વેલ, લુલી- લંગડી સરકાર તાલીબાનનો મુકાબલો કરી શકે નહીં. લિહાજા તાલીબાનની તાકાતમાં ઇજાફો. - અને એના સીધા અનુપાતમાં અમરિકાની ખાના-ખરાબી. વાકઇ પવલાઓની ‘હું મરું પણ તને રાંડ કરું’ મનોવિકૃતિ મુલ્કની વાટ લગાડવા માટે કાફી છે. ઝરદારી બ્રાન્ડની ઇમાનદારીની મુલ્કને કોનુ જરૂરત નાહી. ખુદા પવલાઓની મુરાદ પૂરી કરે. આમીન.
* * *
એક ઇન્શાનની જીંદગી પર કફનનો પડદો પડે છે. એથી જીવનનું નાટક બંધ નથી થતું. તો પછી તખ્તે ઇસ્લામાબાદ પર સત્તા પલટાનો ખેલ શું લૂમ લેવા ખતમ થાય ? નતીજન મુલ્કમાં નાટ્ય પ્રવૃત્તિ પર પર્દો પડ્યો નથી. મરવાના વાંકે હી લાહોર- કરાંચીમાં નાટ્ય પ્રવૃત્તિ ચાલે છે. તખ્તો મરી પરવાર્યો નથી એનો પુરાવો કરાંચીની એકેડમી ઓફ પરફોર્મંિગ આર્ટસ છે. તાલીબાની એડી તળે કચડાતા મુલ્કમાં શેરી નાટકો તો ક્યાંથી થાય અને નૃત્ય નાટિકા ?! તોબા તોબા. એક કામ કરો તમારો સીટબેલ્ટ કસીને બાંધી લો. કરાંચી આર્ટ કાઉન્સીલના હોલમાં (કેપેસીટી ૪૫૦) મહાકવિ કાલિદાસનું શકુંતલા ભજવાયું ! - અને તે પણ નૃત્ય નાટિકા સ્વરૂપે ! શકુંતલાના ચાર હાઉસફૂલ શો થયા ! પાક દાઢીની આંખો ચાર ન થઈ એની પાછી સોલિડ વજહ છે. એક તો અંદાજન ૫૦ ટકા ઓડિયન્સ નાટ્યકર્મીઓ અને / અથવા એમના રિશ્તેદારો હતા. દુજે ટિકિટના દામ એટલા સસ્તા હતા કે નવરીનાઓ બોર થવા વાસ્તે યા ફીર ટેમ પાસ કરવા ભરાઈ પડ્યા હતા ! પાક જેબકતરા મુશાયરામાં ય જતા નથી ત્યાં નાટકની લુંગી ક્યાં ફાડવી ? સ્થાનિક અખબારી આલમે શકુતલાના ખુબ વખાણ કર્યો. ઉર્દૂ તરજુમો ભંગારના પેટનો હતો તો યે. ટૂંકમાં નાટ્ય વિવેચકો તખ્તાને જીવતો રાખવા અથવા નિર્માતાને સુવડાવી દેવાની ફરજ બજાવી. જીવદયા કી જીંદા મિસાલ ! શકુંતલાના નિર્માતા દિગ્દર્શક ૩૭ સાલના જૈઈન અહેમદ કેનેડા રીટર્ન નાટ્યકર્મી છે. આપ નેશનલ અકાદમી ઓફ પરફોર્મંિગ આર્ટસ ખાતે નાટ્યશાસ્ત્ર ભણાવે છે. ફનકાર ફેમીલીમાંથી આવતા જનાબ ઝેઇન અહેમદ જણાવે છે કે, મુલ્કના મોટા ભાગના નવી પેઢીના નાટ્યકારો ફોરેનની યુનિવર્સિટીઓમાંથી નાટ્ય શાસ્ત્રનો ડિપ્લોમા ધરાવે છે. ત્યાં એમને ગ્રીક અને લેટીન નાટકો ભણાવવામાં આવે છે. ઘણી યુનિ.માં નાટ્ય વિભાગના સ્ટાફ કરતા સ્ટુડન્ટ ઓછા હોય છે. મગર વિદેશી ડિગ્રી- ડિપ્લોમાનો મોહ એમને ઇન્ડિયાની બદલ ઈંગ્લાંડ સુધી લાંબા કરે છે. લાહોરની એક અમીરજાદીએ લંડનની એક યુનિ.માં એડમિશન લીઘું. એક સાલનો કોર્સ કરવામાં બે વર્ષ લાગ્યા. લાહોર પાછી ફરી ત્યારે એના ખોળામાં છ મહિનાનો બાબો હતો. ઘરવાળાએ એનું લાડકું નામ ડિપ્લોમા પાડ્યું છે ! જનાબ ઝૈઇન અહેમદના કહેવાનો મતલબ - પાકી નાટ્યકર્મીઓને ઇન્ડિયાનો વિઝા સહેલાઈથી મળવો જોઈએ જેથી મુલ્કની રંગભૂમિ ન સહી, બોલીવુડમાં તખ્તો ગજવી શકાય. આમેય બોલીવૂડમાં બોલબાલા તો ખાન લોગની જ છે ! સીધા મુકાબલા કરતા પરોક્ષ લડાઈ બહેતર. સહી હય બીડુ.
શેક્સપિયરે આપણને સૌને રંગમંચના કિરદાર કહ્યા છે. જનાબ ઝેઇન અહેમદ બી આપને ફાળે આવેલું વિલનનું પાત્ર ભજવતા હોય તો કૌનું હૈરાની નહીં, ખ્યાલ રહે કે આપે જનવરી- ૨૦૦૮માં શકુંતલા ભજવ્યા પછી કોઈ દુઃસાહસ કર્યું નથી. ખુદાના આ પસંદીદા મુલ્કમાં નાટક- ચેટક કરવા હોય તો તૂટવાની તૈયારી રાખવી પડે છે. ખુદ ઉર્દુ ભાષા ઓક્સિજન પર છે ત્યાં તખ્તાની ક્યાં લુંગી ફાડવી ? એક બાત તો માનવી પડશે કે ટેભાં તૂટી ગયા છે તો ય જનાબેઆલીની ટંગડી ઉંચી છે. આપ ફરમાવે છે કે ગુજરાતી રંગભૂમિની હાલત બી પતલી થે. વહેલા મોડા મોટે ભાગે વહેલા, એની દશા ઉર્દુ રંગમંચ જેવી જ થવાની છે. ટૂંકમાં આપને ફક્ર છે કે ઉર્દૂ આગે છે. એમ તો તાલીબાની તત્ત્વો પણ નાટ્યકર્મીઓ કરતા આગે છે. તાલીબાન ઉર્દુ નાટ્ય પ્રવૃત્તિને ઉગતી જ ડામવા બેતાબ છે. જેથી ભવિષ્યમાં ઈંગ્લીશ રંગભૂમિના રહીમ રમી જાય એવી કવાયત ન કરવી પડે. પરવેઝ પરદા ગીરા !
પાક ખયાલ
આદમી મુસીબતમાં જ અલ્લાને યાદ કરે છે. આસમાની મદદ માટે મન્નત કરતો ખુદગર્જ ઇન્શાન ભૂલી જાય છે કે એની મુસીબત પણ ખુદાની જ નેમત છે.
લતીફા-એ-પાક
‘જાનેમંદ, હું જૂઠ નથી બોલતો. એક સોલિડ વજહથી મને આવવામાં મોડું થયું. યુ.સી. મારી ઘડી બંધ પડી ગઈ હતી.’
‘એમ ?! તો બીજા કોઈની ઘડીમાં જોવું હતું યા ટાઇમ પૂછવો હતો ને !’
‘જો મેં પેલ્લા જ ક્લિયર કર્યું છે કે મારી પાસે સોલિડ વજહ છે- સાચી નહીં.’
નાપાક શેર
બેઝીઝક જામ પે જામ પી
ઓર ફીર બેહોશી મેં જી.
- સિરાઝ શીશાવાલા

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved