Last Update : 01-Sept.-2010, Wednesday

લોકવિચાર

 

માર્ગ અકસ્માતો નિવારવા દરેક નાગરિકે જાગૃત થવું જરૂરી
આજકાલ છાપાઓ ખોલતાં જ દરરોજ ઓછામાં ઓછા ત્રણથી ચાર માર્ગ અકસ્માતોનાં સમાચાર વાંચવા મળે છે. આવા સમાચારો વાંચીને પ્રજાજનો બધોજ દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળી દે છે. સરકાર અકસ્માત અંગે કોઈ પગલાં ભરતી નથી, માર્ગની મરામત યોગ્ય રીતે થતી નથી વિગેરે વિગેરે. આ કદાચ સાચું હોઈ શકે, પરંતુ એકલી સરકાર કશું જ કરી શકવાની નથી. આના માટે પ્રજાજનોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેમ એક હાથે તાળી પાડવી શક્ય નથી તેવી જ રીતે માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવો હોય તો નાગરિકોએ પણ જાગૃત થઈ સરકારને સાથ અને સહકાર આપવો જોઈએ. જેમકે દરેકે પોતાના વાહનો સમયાંતરે મરામત કરાવવા જોઈએ કે જેથી માર્ગમાં ગમે ત્યાં ખોટકાય નહીં અને જો ખોટકાય તો તરત જ તેને ત્યાંથી હટાવી દેવાની તજવીજ કરવી જોઈએ કે જેથી નાહકની ભીડ તથા ટ્રાફિક જામ ન થાય. પેટ્રોલ, ડિઝલની ટાંકીઓ લીક ન હોય તો તેની કાળજી રાખવી જોઈએ. જે વાહનોમાં સ્પેર વ્હીલની સગવડ હોય તો મુસાફરી વખતે સ્પેર વ્હીલ હાથવગાં રાખવાં જોઈએ.
આ ઉપરાંત પોતાનું વાહન હંકારતી વખતે આગળ ચાલતાં વાહનથી પોતાનું વાહન અમુક અંતર સુધી દૂર રાખવું હિતાવહ છે. પોતાનું વાહન નિયંત્રિત ગતિમાં જ હાંકવાનો આગ્રહ રાખવો. જરૂર ન હોય તો આગલા વાહનથી ઓવરટેક કરવાની કોશિશ ટાળવી જોઈએ. વાહનની બન્ને તરફના સાઇડ ગ્લાસ વ્યવસ્થિત રીતે બેસાડેલા હોવાં જોઈએ તથા ટૂટેલાં ન હોવાં જોઈએ. વાહન હંકારતી વખતે મોબાઇલ પર વાત કરવાનું અવશ્ય ટાળવું જોઈએ. વાહન હંકારનારે ટ્રાફિકના સિગ્નલો તેમજ ટ્રાફિકના નિયમો જાણી લેવા જોઇએ. વાહન હંકારતી વખતે હેલમેટ, શીટબેલ્ટ વિગેરેનો ઉપયોગ કરવો જોઈએ. વાહન હંકારતી વખતે બને ત્યાં સુધી બીનજરૂરી વાતચીત કરવાનું ટાળવું જોઈએ.
વાહન પાર્ક કરવાના સમયે પણ યોગ્ય પાર્કિગ સગવડ હોય ત્યાં બીજાને અડચણરૂપ ન થાય તે રીતે સહેલાઇથી બહાર નીકળી શકે તે રીતે પાર્ક કરવાં જોઈએ.
આમ બધો જ વાંક સરકારનો કાઢી આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં. આ માટે દરેક નાગરિકે પોતે પણ જાગૃત થવાની તાતી જરૂર છે. અને જો આમ થશે તો અકસ્માતની માત્રામાં ચોક્કસ ફેર પડશે.
(હાલોલ) - યોગેશ આર. જોષી

કરવેરાનું માળખું
આજે રાજય અને કેન્દ્ર સરકારના કર માળખામાં વિચારણા કરવાની જરૂર છે. કારણ ભ્રષ્ટાચાર, બેનામી આવક અને કરવેરાની આકારણી તથા વસુલાત વિકાસ લક્ષી બનાવવાની જરૂર છે. કરવેરા એ સરકારની આવકનું મુખ્ય સાધન છે. કર ભરનારા પોતાની આવકનો અંશતઃ હિસ્સો સરકારને આપે છે. તો પણ કરવેરાનો સમગ્ર બોજ એટલો બધો વધી ગયો છે કે કર ભરનારને તે ખટકે છે. મારા મતે વસ્તુ ખરીદનાર અને વેચાણ કરનારા તેમજ સેવા આપનાર તમામ ક્ષેત્રમાં કરવેરાનું પ્રમાણ નફાની માત્રાને આધારે એક સરખુ રાખવું જોઈએ. નફાની માત્રા નક્કી કરવા નેશનલ સેમ્પલ સર્વેનો આધાર લઇ શકાય. જી.ડી.પી. નક્કી કરતાં પરિબળોને ઘ્યાનમાં લઇ ભૌગોલીક, સામાજીક પરિસ્થિતિ અનુસાર કરવેરાનું માળખું કરવું. પ્રાથમિક જીવન જરૂરિયાતની બધી વસ્તુઓને કરમુકત રાખવી. જેમાં ખોરાક, સામાન્ય કાપડ અને રહેણાંક માટેની આવશ્યક ચીજો પર એક કે બે ટકાથી વઘુ કર ના હોવો જોઈએ. તેવું વાહનમાં સાયકલ મોપેડ કરમુકત રાખવા જોઈએ. ગુજરાતી વેપારીઓનું સુત્ર છે ઓછા નફે વઘુ વકરો વધુ વેપાર વઘુ આવક તે અનુસાર જોઈએ. તો નીચામાં નીચા દરેક કર ભરનારા વઘુ મળશે. તેથી સરકારની આવકમાં અનેક ગણો વધારો થશે તેટલું જ નહિ. પ્રમાણિકતામાં વધારો અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. કર વસુલાત માટે દરેક એજન્સીનું કો ઓર્ડીનેશન કરવામાં આવે તો એક સાથે બધા જ કરવેરા એક જ સમયે ઝાઝી ઝંઝટ વિના વસુલ કરી શકાય. બધા કરનું એસેસમેન્ટ માટે વર્ષમાં એક વાર ગમે ત્યારે ગમે તે એકમનું રેન્ડમ પઘ્ધતિએ જે તે પ્રદેશ અને એકમના પ્રકાર પ્રમાણે પણ કરી શકાય.
(નડિયાદ) - પ્રવિણ પંડયા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved