| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
દેશના હિતમાં આવા જોડાણ જરૂરી બનશે ભાજપ અને કોંગ્રેસ ઃ અંતે એક મહાજોડાણની તક |
ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર |
|
સંસદમાં ન્યુક્લીઅર લાયાબીલીટી બીલ સરળતાથી પસાર થઇ ગયું છે તેની પાછળ સરકાર અને વિપક્ષ ભાજપ વચ્ચેનું ટેમ્પરરી જોડાણ કામ કરી ગયું હતું. આપણી લોકશાહી માટે આ જરૂરી પણ હતું. આ બંને પક્ષો દેશના હીતમાં એકબીજાને સહકાર આપીને આગળ વધી રહ્યા છે.
અહીં એ પણ નોંધનીય છે કે મુલાયમસિંહ યાદવ, લાલુપ્રસાદ યાદવ અને માયાવતી જેવા નાના જૂથોએ પણ ન્યુક્લીઅર બીલને ટેકો આપ્યો હતો.
જ્યારે આ લોકોને ખબર પડી કે મુખ્ય વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ સાથે છે ત્યારે તેમણે પણ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. આ બધા ટેકો આપવાની સામે પોતાની જોઇતી વસ્તુ મેળવી લેતા હતા. બે યાદવો અને માયાવતી જ્યારે વઘુ પડતી સંપત્તિ માટે સીબીઆઈએ કરેલા કેસનો સામનો કરી રહ્યા છે ત્યારે આ લોકો ન્યુક્લીઅર બીલને ટેકો આપતાં પહેલાં ક્લીનચીટની અપેક્ષા રાખતા હતા. જ્યારે માયાવતી તો આ ઉપરાંત ગ્રેટર નોઈડા માટે એરપોર્ટની મંજૂરી માટે કેન્દ્ર પાસે અપેક્ષા રાખતા હતા. આ વિસ્તારમાં તેમની અને તેમના કુટુંબીજનોના નામે મોટી જમીનો છે.
સરકારે ખૂબ કુનેહ વાપરીને નાના જૂથો પાસે જવાના બદલે ભાજપ પાસે પહોંચવાનું નક્કી કર્યું હતું. ભાજપના સીનિયર નેતા એલ.કે. અડવાણી, અરૂણ જેટલી, યશવંતસિંહા, સુષ્મા સ્વરાજ વગેરે સાથે બેઠક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. અમેરિકા સાથેના અણુ કરારથી આપણા કાયદાને આંચ નહીં આવે અને સામાવાળાની જવાબદારીમાંથી પણ કોઇ ફેરફાર નહીં થાય એમ જણાવ્યું હતું. પ્લાંટ માટેના સંભવિત સપ્લાયરો સાથેના ડ્રાફ્ટમાં કેટલાક સુધારા માટે સરકાર પ્રેશરમાં આવી હતી. આ સમયે અરૂણ જેટલીએ દર્શાવેલા સુધારા ઘ્યાનમાં લેવાયા હતા. આમ યાદવ બંઘુઓ કે માયાવતીનો સંપર્ક કરવાની પણ સરકારને જરૂર પડી નહોતી. કોંગ્રેસ-ભાજપનું જોડાણ જંગ જીતી શકે એમ બની ગયું હતું.
દરેક જણ માને છે કે દેશના હિતમાં કોઇ નિર્ણય લેવો હોય તો તે માટે પ્રાદેશિક જૂથની ડિમાન્ડને તાબે થવું તેના બદલે કોંગ્રેસ અને ભાજપે એક થવું જોઇએ.
હકીકત એ છે કે વડાપ્રધાન મનમોહનસિંહ કૌભાંડ કિંગ ટેલિકોમ પ્રધાન એ. રાજા સામે પગલાં લઇ શકતા નથી કે નથી તો મમતા બેનરજીની રોજની વાતોના ખુલાસા થઇ શકતા કે નાના જૂથોને ચૂપ રાખી શકાતા કેમકે સરકારને બહુમતી સાબિત કરવામાં વઘુ રસ હતો. જો કોંગ્રેસ અને ભાજપ એક થાય તો આ વાતો ભૂતકાળ બની શકે એમ છે. આ બંને એકબીજાની પોલીસી અને ચોક્કસ મુદ્દાઓ પર એક થાય તો ઘણો ફર્ક પડી શકે એમ છે.
આ કોલમીસ્ટ કંઇ કોંગ્રેસનો મિત્ર નથી પણ બે દાયકા પહેલાં એવો મત વ્યક્ત કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ એક થાય તે જરૂરી છે. કોંગ્રેસે પછડાટ ખાધા પછી દેવગૌડા અને ગુજરાલની સરકારના વહિવટમાં ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું અને આર્થિક ગ્રોથને માર પડ્યો હતો. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની રીતે સ્થિર થયા હતા. હવે જ્યારે બંને રાષ્ટ્રીય પક્ષોની આર્થિક અને વિદેશ નીતિ એક સમાન હોય તો તે બંનેમાં બહુ ફર્ક રહેતો નથી. જે ફર્ક છે એ અનુસાર ભાજપ એ આરએસએસ પર આધારીત છે અને કોંગ્રેસનું વળગણ ગાંધી પરિવાર સાથે વઘુ છે. જ્યારે ભાજપ આ બાબતનો વિરોધ કરે છે. જોકે ભાજપનો સોશ્યલ એજન્ડા બદલાય તો કોંગ્રેસ સાથેનું ગઠબંધન મજબૂત બની શકે એમ છે.
મોટાભાગના વાચકો આ પ્રકારના ગઠબંધનને આવકારે છે. અહીં યાદ રહે કે જર્મનીમાં સોશ્યલ ડેમોક્રેટ્સ; ક્રિશ્ચયન ડેમોક્રેટ્સને ટેકો આપી રહ્યા છે એમ યુ.કે.માં ટોરસને લીબરલ્સનો ટેકો મળી રહ્યો છે. રાજકારણમાં કશું અશક્ય નથી.
રાહુલને છોડો..
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર બહુ આક્ષેપોનો મારો કરવો નહીં એવું ભાજપના સીનિયર નેતાઓ માને છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ જ્યારે વેદંતાનો પ્રોજેક્ટ કેન્સલ થયો ત્યારે ઓરિસામાં રેલી યોજી ત્યારે ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીમાં કોઇ કરિશ્મા રહ્યો નથી અને પક્ષ માટે તે નુકસાનકર્તા બનશે. જોકે ગડકરીના આવા આક્ષેપોથી સીનિયર નેતાઓ નારાજ થયા હતા. આ લોકો માને છે કે આ યુવા સાંસદ પર આક્ષેપો કરવાનો કોઇ અર્થ નથી. આ નેતાઓએ ગડકરીને યાદ કરાવ્યું હતું કે આપણે ચૂંટણીઓમાં વારંવાર એમ કહેતા હતા કે મનમોહનસિંહ નબળા વડાપ્રધાન છે પરંતુ તે બૂમરેંગ સમાન સાબિત થયું હતું. માટે રાહુલ ગાંધીને એકલા રહેવા દો... તેની જેટલી વઘુ ટીકા થશે એટલો તેનો પ્રચાર વઘુ થશે. તમારી પાસે કોઇ વિકલ્પ ના હોય તો જ તેનો ઉલ્લેખ કરો. નહીંતર તેની તરફ બહુ ઘ્યાન ના આપો. રાહુલને નહીં સ્પર્શવા માટે અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજે લોજીક સમજાવ્યું હતું.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |