Last Update : 01-Sept.-2010, Wednesday
એશિયાના બહુદેશીય ક્ષેત્રીય સંગઠનોના ઇતિહાસ પર ઉડતી નજર
હોબી કોર્નર - દિનેશ મિસ્ત્રી
ક્ષેત્રિય સહયોગલક્ષી ‘સાર્ક’ (જીછછઇભ) સંગઠનના મંચ ઉપરથી બે દેશો વચ્ચેની કોઈ પણ સમસ્યાને લગતી ચર્ચા પર પ્રતિબંધ હોવા છતાં તેના દરેક શિખર સંમેલન દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની અવળચંડાઈ પાકિસ્તાન કરતું રહ્યું છે આ સંગઠનના સૌ પ્રથમ શિખર સમ્મેલનના પ્રસંગે જ તેણે ભૌગોલિક માનચિત્રમાં કાશ્મીરને એક સ્વતંત્ર દેશરૂપે દર્શાવતી એક વિવાદાસ્પદ સ્ટેમ્પ રજૂ કરીને હવનમાં હાડકા હોમવાની હરકત કરી હતી !


 

‘સાર્ક’ સંગઠનની સિલ્વર જ્યુબિલીની ઉજવણીના આરંભે ભૂતાનના પાટનગર થિમ્પૂ ખાતે યોજાયેલ ૧૬મા શિખર સમ્મેલનના અવસરે પ્રકાશિત મેમ્બર નેશન્સના રાષ્ટ્ર ઘ્વજ દર્શાવતી સ્મારક સ્ટેમ્પનું સંગ્રહણીય શીટલેટ જેમાં યજમાન દેશના રાષ્ટ્રીય પ્રતીકચિન્હ તથા સંગઠનના લોગોનો સમાવેશ થયો છે.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં એકથી વઘુ દેશોએ રચેલા અનેક ક્ષેત્રીય સંગઠનો એશિયામાં એક પછી એક અસ્તિત્વમાં આવ્યા હતા. સ્થાપનાના થોડા વર્ષો વીત્યે આવા સંગઠનો પૈકી કેટલાક તો નામશેષ થઈ ગયા પરંતુ અમુક ક્ષેત્રીય સંગઠનો હજુ સુધી ટકી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધના સમાપન સમયે સોવિયેત રશિયાનો એક શક્તિશાળી મહાસત્તારૂપે ઉદય થયો. ત્યારબાદ ટૂંક સમયમાં ૧૯૪૯ની સાલમાં સર્જાયેલી લાલ ક્રાન્તિના પરિણામે ચીનમાં પણ કોમ્યુનિસ્ટ સિસ્ટમ અમલમાં આવી હતી. અચાનક આવેલા આ પરિવર્તને પશ્ચિમના દેશો માટે ચિંતાજનક સ્થિતિ સર્જી હતી. વઘુમાં જવાહરલાલ નહેરૂના નેતૃત્વમાં નવોદિત ભારતના આ બંને દેશો સાથેના સંબંધમાં પણ મૈત્રી અને ઘનિષ્ઠતાની માત્રા ઉત્તરોત્તર વધી રહી હોવાની વાત પણ અમેરિકા તથા યુરોપની સામ્રાજ્યવાદી મહાસત્તાઓ માટે ચિંતાનો મુખ્ય વિષય બની ચૂકી હતી. તેમની સમક્ષ એક મોટો પડકાર ઉભો થયો હતો. સોવિયેટ રશિયા, ચીન તથા ભારતનો ભૌગોલિક આકાર અને માનવ વસ્તીને ગણતરીમાં લેતા આવનાર દિવસોમાં વિશ્વની શક્તિ સમતુલા બિલકુલ બદલાઈ જાય તે અગાઉ સમયસર પગલાં ભરવાનું જરૂરી જણાતું હતું. પોતપોતાના સ્થાપિત હિતોના રક્ષણ માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના શાસકોએ તેમના લશ્કરી અમલદારોના સલાહસૂચન મુજબ ૧૯૫૫માં એશિયા મહાખંડની ભૂમિ પર રશિયા અને ચીનનો ઘેરાવો કરવાના આશયથી ‘સેન્ટો’ (ભઈશર્ં) તથા ‘સિએટો’ (જીઈછર્ં) નામના બે કુખ્યાત સંગઠનોની વ્યૂહાત્મક રચના કરી હતી. ‘સેન્ટો’ (ભીહાચિન ્ીિચાઅર્ ંયિચહૈડર્ચૌહ) હકીકતમાં અગાઉના ‘બગદાદ કરાર સંગઠન’ના દસ્તાવેજનું નવું સંસ્કરણ હતું. તેમાં બ્રિટનના વડપણ હેઠળ ઇરાન, ઇરાક, તુર્કી અને પાકિસ્તાનનો સમાવેશ કરાયો હતો તેમજ અમેરિકાને તેના એક સલાહકાર સદસ્યનો દરજ્જો અપાયો હતો. ફક્ત ચાર વર્ષ વીત્યે આ સંગઠનના માથે આફત આવી હતી. ૧૯૫૯માં બગદાદમાં રશિયા વિરોધી સત્તાનું પતન થવાની સાથે જ ઇરાકે ‘સેન્ટો’ સાથેનો નાતો કાપી નાખ્યો ત્યારે તેનું હેડક્વાર્ટર બગદાદથી ખસેડીને રાતોરાત તુર્કીના અંકારા લઈ જવું પડ્યું હતું. ૧૯૭૯માં વઘુ એક મુશ્કેલી સર્જાઈ હતી. ઇરાનમાં શહેનશાહ મોહમ્મદ રઝાશાહ પહેલ્વીના શાસનનો પણ અચાનક અંત આવી ગયો. ઇરાકની માફક તહેરાનમાં સત્તામાં આવેલી ઇરાનની ખૌમેની સરકારે પણ સંબંધ વિચ્છેદની જાહેરાત કરી દીધી હતી. આમ થતાં ‘સેન્ટો’નું આપોઆપ વિસર્જન થઈ ગયું હતું.
૧૯૫૫માં રચિત ‘સિએટો’ (જીીર્ચાથ ર્જીેાર-ઈચજા છજૈચ ્ીિચાઅર્ ંયિચૈડર્ચૌહ) પણ માંડ માંડ બે દાયકા જીવિત રહી શક્યું. પરંતુ આ નિષ્પ્રભાવી સંગઠનનો પણ શરમજનક અંત આવી ગયો હતો. બ્રિટીશ- ઇન્ડિયાની આઝાદી પછી તરત ગ્રેટ બ્રિટને ૧૯૪૮માં જે રીતે બર્મા (મ્યાનમાર) અને સિલોન (શ્રીલંકા)ને પણ આઝાદ જાહેર કરવા પડ્યા તેવી જ સ્થિતિનો ફ્રેંચ મહાસત્તાએ પણ સામનો કરવો પડ્યો હતો. ૧૯૫૪માં પોંડિચેરી અને ચંદ્રનગરનો કબજો છોડવો પડ્યો ત્યારે ફ્રેંચ સત્તાએ પ્રાકૃતિક સંપદાઓથી સમૃદ્ધ ‘ઇન્ડો-ચાઇના રીજન’ ઉપરનું તેનું દીર્ઘકાલીન ઔપનિવેષિક સામ્રાજ્ય વિવશતાવશ સંકેલી લેવું પડ્યું હતું. આગામી વર્ષમાં ફ્રેંચ સત્તાએ એન્ટી કોમ્યુનિસ્ટ અમેરિકા અને બ્રિટનના સક્રિય સહકારથી ‘સીએટો’ નામનું સામહિક મહત્ત્વ ધરાવતું એક બહુદેશીય સંગઠન રચ્યું હતું. તે દિવસોમાં આજનો બાંગ્લાદેશ એશિયાના ભૌગોલિક માનચિત્રમાં પૂર્વપાકિસ્તાન તરીકે ઓળખાતો. તેથી અગ્નિએશિયાના થાઇલેન્ડ તથા ફિલિપાઇન્સ ઉપરાંત પાકિસ્તાને પણ તેની સાથે નાતો જોડ્યો હતો. પેસિફીક ક્ષેત્રના ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તેમજ બ્રિટન અને અમેરિકા જેવા દૂરસ્થ દેશોને પણ ‘સિએટો’ના મેમ્બર બનાવાયા હતા. તેમાં ચીનની સરહદે આવેલા લાઓસ, કંબોડીયા અને વિયેટનામ સિવાયના અગ્નિ-એશિયાના તથા પ્રશાંત મહાસાગરના સઘળા સ્વતંત્ર ટાપુઓનો સમાવેશ કરી લેવાનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ વિસ્તરણની દિશામાં પ્રયાસની શરુઆત થતા અગાઉ જ એશિયા અને આફ્રિકાના નવોદિત દેશોએ બાડુંગ સમિટના અંતે આપેલી સંયુક્ત હાકલે તેમાં જબરદસ્ત વિક્ષેપ ઊભો કરી દીધો હતો. બિનજોડાણ હિલચાલ ‘નામ’ (શચસથ ર્શહ ચનૈયહીગ ર્સ્પીસીહા) ની તટસ્થતાએ આ વિસ્તારના બધા જ દેશોને પ્રભાવિત કર્યા હોવાથી આ ક્ષેત્રના મોટા ભાગના દેશોએ ‘નામ’નો વિકલ્પ પસંદ કરી લીધો હતો. ૧૯૬૮માં પાકિસ્તાને ‘સિએટો’ને અલવિદા કહી દીધી ત્યારબાદ ૧૯૭૫માં ફ્રાંસ સરકારે તેને નાણાંકીય સહાય આપવાનું બંધ કરી દીઘું હતું. આ પછી તેના વિસર્જન વિશેની વિધિવત ઘોષણા કરાઈ અને ‘સેન્ટો’ની માફક ‘સિએટો’ની પણ ૧૯૭૯માં ઘોર ખોદાઈ ગઈ હતી. ૧૯૬૫માં ઇરાન, પાકિસ્તાન અને તુર્કીએ ઇસ્લામી એકતાનો પરચો દેખાડવાનો નારો ગુંજાવીને સામૂહિક વિકાસલક્ષી એક ક્ષેત્રિય સંગઠન ‘આરસીડી’ (ઇભઘથ ઇીર્યૈહચન ર્ભર્-ંૅીર્ચૌિહ ર્કિ ઘીર્પર્નૅસીહા) ઊભું કરી દીઘું હતું. આ ત્રિ-રાષ્ટ્રીય ઇસ્લામિક સંગઠન પણ બડબોલું પુરવાર થયું હતું અને વાસ્તવિક વિકાસને અનુલક્ષીને એક ડગલું પણ આગળ વધી શક્યું નહોતું.
અગ્નિ એશિયાના પાંચ દેશો સિંગાપુર, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને ફિલીપાઇન્સે ૧૯૬૫માં રચેલું ‘એસિઆન’ (છજીઈછશથ છજર્જબૈર્ચૌહર્ ક ર્જીેાર-ીચજા છજૈચહ શર્ચૌહ) એશિયા મહાખંડનું એકમાત્ર એવું સંગઠન છે કે જેની સર્વક્ષેત્રીય પ્રગતિ અને ઉપલબ્ધિઓની નોંધ જાપાન, અમેરિકા તથા યુરોપના વિકસીત દેશોએ પણ લેવી પડી છે ! હાલમાં તેના મેમ્બર- નેશન્સની સંખ્યા બમણી થઈ ચૂકી છે. ૧૯૮૪થી ૧૯૯૯ સુધીમાં બુ્રનેઇ, બર્મા, લાઓસ, કંબોડીયા અને વિયેટનામ પણ તેની આર્થિક વિકાસ ગતિ તથા સામાજિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષાઈને તેમાં જોડાઈ ગયા તેથી એસિઆન સભ્ય બનેલા કુલ ૧૦ દેશો એક બીજા સાથે કદમ મિલાવીને વિવિધ ક્ષેત્રે અવનવી સિદ્ધિઓના સીમાસ્તંભ સાબિત કરી ચૂક્યા છે ‘એસિઆન’ના છેલ્લા બે શિખર સમ્મેલનોમાં આપણા દેશના પ્રતિનિધિઓને પણ વિશેષરૂપે ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. આ સંગઠનના ૧૧મા સભ્યરૂપે ભારતનો પણ સમાવેશ કરવાને લગતી તજવીજ હાલના તબક્કે જારી છે.
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની પ્રબળ ઇચ્છા હતીકે ‘એસિઆન’ની તોલે આવી રહે એવું રચનાત્મક અભિગમ ધરાવતું એક પ્રભાવકારી ક્ષેત્રિય સંગઠન દક્ષિણ એશિયા વિસ્તારમાં પણ હોવું જોઈએ. તેમની મહેચ્છા જો કે તેમના જીવનકાળ દરમિયાન પૂરી થઈ શકી નહોતી પરંતુ તેમના સુપુત્ર રાજીવ ગાંધીના કાર્યકાળના આરંભે ઇન્દિરા ગાંધીનું સપનું સાકાર થયું હતું. હિંદમહાસાગરમાં આવેલા બે દ્વીપરાષ્ટ્રો શ્રીલંકા અને માલદીવ સહિત સાઉથ આફ્રિકાના અન્ય પાંચ દેશો નેપાલ, ભૂતાન, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના સર્વોચ્ચ શાસકોએ ૮મી ડિસેમ્બર ૧૯૮૫ના રોજ ‘સાર્ક’ સંગઠનની સ્થાપના કરી હતી. ‘સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કૉ-ઑપરેશન’ (જીછછઇભ ઃ ર્જીાર છજૈચહ છજર્જબૈર્ચૌહ ર્કિ ઇીર્યૈહચન ર્ભર્-ૅીર્ચૌિહ) સંગઠનનું સૌપ્રથમ શિખર સમ્મેલન તેની સ્થાપનાની જાહેરાતના દિવસે જ બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં યોજાયું હતું, ત્યારથી અત્યાર સુધીમાં તેના શિખર સમ્મેલનો તમામ મેમ્બર નેશન્સના પાટનગરોમાં બે-બે વર્ષોના અંતરે નિયમિત રૂપે યોજાતા રહ્યા છે. અત્યાર સુધીમાં કાઠમંડુ, કોલંબો, માલે, થિમ્પુ, ઢાકા, નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં ક્રમાનુસાર કુલ સાત શિખર સમ્મેલનોનું આયોજન થઇ ચૂક્યું છે. દરેક સમ્મેલનમાં દરેક દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય નેતાની ઉપસ્થિતિ અનિવાર્ય છે. ‘સાર્ક’નું ૧૪મું શિખર સમ્મેલન યોજાયું તેમાં તાલિબાન યુગની સમાપ્તિ પછી નવોદિત અફઘાનિસ્તાનના નેતા પ્રેસિ. હામિદ કરઝાઇએ પણ તેમાં ભાગ લીધો હતો. અફઘાનિસ્તાનનો સમાવેશ થયા પછી ‘સાર્ક’ સંગઠનનું સંખ્યા બળ સાતથી વધીને આઠ થઇ ગયું છે. આ સર્વાંગિક ક્ષેત્રીય વિકાસલક્ષી સહકાર સંગઠનો વીતેલા પચીસ વર્ષોના સમયગાળામાં વિવિધ ક્ષેત્રે આંશિક પ્રગતિ કરી હોવા છતાં પ્રગતિની ગતિ અને માત્રા અપેક્ષાનુરૂપ નથી રહી. પાકિસ્તાનની અવળચંડાઇ દરેક શિખર સમ્મેલનના અવસરે અવનવી અડચણો પેદા કરતી રહી છે. આમ છતાં છેલ્લા ૨૫ વર્ષોથી ‘સાર્ક’નું અસ્તિત્વ જળવાઇ રહ્યું છે અને તે મંથરગતિએ આગળ વધતું રહ્યું છે.
૮મી ડિસેમ્બર ૧૯૧૦ના રોજ ‘સાર્ક’ સંગઠન ૨૫ વર્ષ પુરા કરશે. હાલ તેની સિલ્વર જ્યુબિલી ઉજવાઇ રહી છે. આ નિમિત્તે દરેક દેશમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવાના આરંભે ભૂતાનના પાટનગર થિમ્પૂમાં ગત એપ્રિલ માસના અંતે ૧૬મું શિખર સમ્મેલન યોજવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અવસરની યાદગાર રૂપે ભૂતાન સરકારે દેશના રાષ્ટ્રીય પ્રતીક ચિન્હની આજુબાજુ આઠ દેશોના રાષ્ટ્રઘ્વજ તથા ‘સાર્ક’નો લોગો દર્શાવતી એક સ્મારક સ્ટેમ્પ અને મિનિએચર શીટ પ્રકાશિત કર્યા હતા. તદુપરાંત ‘સાર્ક’ સાથે સંકળાયેલા દરેક દેશના રાષ્ટ્રઘ્વજ વિશેની આઠ સ્મારક સ્ટેમ્પ્સ સહિતનું એક આકર્ષક શીટલેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. ફર્સ્ટ-ડે-કવર પણ એટલું જ આકર્ષક છે. ભૂતાનની ફિલાટેલિક સામગ્રી ખરેખર સંગ્રહણીય છે.

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved