| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
આર્ય યોઘ્ધો ઃ વજ્રથી કઠોર અને ફૂલથી પણ કોમળ |
| ગર્ભ-સંહિતા - અર્કેશ જોશી |
શ્રી ગીતાજી માનવ વિકાસ, ધર્મયુઘ્ધ અને સુપ્રજનનશાસ્ત્ર ઃ ભાગ-૯ |
|
સ્વજનો અન્યાયી છે, આતતાયી છે છતાં તેમની સામે યુઘ્ધ ખેલીને તેમને હણવા પ્રત્યે અર્જુનનું મન પાછુ પડે છે. સ્વજનો દુષ્ટ છે, છતાં મારા છે તેથી હણવા યોગ્ય નથી તેવો અર્જુનના મનમાં વિચાર જન્મે છે. અને તેના દુઃખી હૃદયમાં હથિયારો છોડી યુઘ્ધમાંથી ભાગી છુટવાની લાગણી ઉદ્ભવે છે.
ત્યારે કૃષ્ણ તેની આ લાગણીને અનાર્ય લાગણી ગણાવી આર્ય યોઘ્ધાનો ધર્મ સમજાવતા કહે છે, હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજી તુ ઉભો થા.
આર્ય યોઘ્ધો કેવોહોય? આર્ય યોઘ્ધાનો ધર્મ શું છે ? આર્યત્વ કોને કહીશું ?
આર્યત્વ એ એક સંસ્કાર છે, એક ગુણ છે. આર્યત્વ એવો એક સાત્વિક ગુણ છે. જે કોઇને હાનીિ પહોંચાડતો નથી, સમગ્ર વિશ્વના કલ્યાણમાં રત રહે છે. પણ તેને કોઇ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે ત્યારે તે અન્યાય સામે તેનો પૂણ્યપ્રકોપ પ્રજવળી ઉઠે છે.
આર્ય યોઘ્ધો અન્યાયકારી દુષ્ટો પ્રત્યે વજ્રથી પણ કઠોર બને છે. અને તેમનો નાશ કરે છે. પરંતુ નિર્બળ અને નિર્દોષનું તે રક્ષણ કરે છે. તેમની રક્ષા માટે પ્રાણની પણ આહુતિ આપવી પડે તો તે આપે છે.
આર્ય યોઘ્ધાનો ધર્મ છે કે સૃષ્ટિમાં અન્યાયકારી અને આતતાયી શક્તિઓ સામે યુઘ્ધ છેડી તેનો નાશ કરવો, પણ ભૂલેચુકે ય નિર્દોષ ગાય સુઘ્ધાં હોય તેને હાનિ પહોંચાડવી નહી.
જગતમાં એવા પણ લોકો છે. જેમની વૃત્તિ માત્ર હિંસા ફેલાવવાની છે. તેમનેકોઇ નિર્દોષ મરે તેની કોઇ તમા નથી. નિર્બળની રક્ષા નહી, પણ નાશ કરવા તેને ધર્મ સમજે છે. તે લોકો નિર્દોષ પર અત્યાચાર ગુજારવો એ શક્તિનું લક્ષણ સમજે છે. આ અનાર્ય લાગણી છે. અનાર્ય ધર્મ છે. આસુરી વૃત્તિ છે.
આર્યત્વ આ નથી. આર્યત્વ આતતાયીનો વધ કરવામાં માને છે. તો શરણે આવેલાનું રક્ષણ કરવામાં પણ માને છે.
ભારતમાં આ આર્યત્વનો સદ્ગુણ પરંપરાથી જળવાઇ રહ્યો છે. તેથી જ ઇરાનના પારસીઓને આપણે પ્રેમપૂર્વક સ્વીકારી લીધી છે. જ્યારે યહુદીઓને જગતમાં ક્યંય આશરો મળ્યોનહી ત્યારે ભારતના આર્યત્વની આ ગરિમાને ઓળખતા આઇન્સ્ટાઇને કહ્યું કે યહુદીઓને એક જ દેશ આશ્રય આપી શકે તેમ છે. તે ભારત છે. ચીનના અત્યાચારથી પોતાના ધર્મને બચાવવા તિબેટમાંથી ભાગીને આવેલા દલાઇ લામાને ભારતે આશ્રય આપ્યો, તે આ જ આર્યત્વનો ગુણ છે.
પરંતુ તેનો અર્થ એ છે કે આર્ય યોઘ્ધો નિર્બળ છે. જ્યારે દેશ પર આપત્તિ આવે છે. જ્યારે ધર્મ સંકટમાં મુકાય છે. ત્યારે આ જ આર્ય યોઘ્ધો પોતાના પ્રાણની પણ પરવા કર્યા વિના અસૂરોનો સંહાર કરે છે. અન્યાયકારી આતતાયીઓનો નાશ કરવા માટે આર્ય યોઘ્ધો યુઘ્ધમાં ઝુકાવી દે છે. અને ઇશ્વરીય શક્તિની મદદથી વિજયી બને છે. આ યુઘ્ધમાં તે જીતે તો કલ્યાણકારી રાજયની સ્થાપના કરશે અને ખપી જાય તો સ્વર્ગમાં સ્થાન પામશે, તેવી વીરોચિત ભાવના તેના મનમાં રહે છે.
આજ આર્યોની વીરતાના કારણે ભારત દેશ અને તેનો ધર્મ અનેકાનેક આપત્તિઓના ઝંઝાવાત વચ્ચે ટકી રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણથી માંડીને ગુરૂ ગોવિંદસિંહ, છત્રપતિ શિવાજીથી માડીને રાણી લક્ષ્મીબાઇ અને વીર સાવરકરથી માંડીને સરદાર પટેલ સુધી આ આર્ય શુરવીરતા તેજના ઝબકારાની જેમ ઝળકતી રહી છે.
હવે ફરીથી દેશમાં આસુરી શક્તિઓ હાવી થવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે પુનઃ વીરત્વનો અગ્નિ પ્રગટાવતા આર્ય શૂરવીરો જન્મે તે સમય આવી પહોંચ્યો છે. પ્રત્યેક દંપતિએ સુપ્રજનનશાસ્ત્રનો આધાર લઇ પોતાની કુખે દેશને અસુરોના પંજામાંથી બચાવે તેવી વીર સંતાનોને જન્મ આપવા કટિબઘ્ધ થવાનું છે. તમે છો તૈયાર ?
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |