| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
‘પ્યાર મેં કભી-કભી ઐસા ભી હો જાતા હૈ...!’ બરફીલા તોફાનની એ ઘનઘોર રાતે પાગલ પ્રેમીએ પ્રેમિકાની છાતીમાં ગોળી ધરબી દીધી |
| ક્રાઈમવોચ - જયદેવ પટેવ |
વાલ્દીમીર કોમીલીયાને દિલોજાનથી મહોબ્બત કરતો હતો ઃ છતાં કોમીલીયા લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતી હતી
|
કોમીલીયાના ઈનકારના રહસ્યનો પર્દાફાશ થયો ત્યારે વાલ્મીમીરે તેને ઠાર મારીને પોતાના કાંડાની નસ કાપી નાંખી
રશિયાના દક્ષિણ પ્રાન્તમાં તે દિવસોમાં ભયાનક-કાતિલ ઠંડી પડી રહી હતી. વોલગોગ્રેડ શહેર વિસ્તારમાં આખી રાત જોરદાર બરફવર્ષા ચાલુ રહી હતી. પરોઢનું આગમન થયું ત્યારે સ્ટેશન નજીક રેલવે લાઈનની બાજુના નીચાણવાળા ભાગમાં યુવક તથા યુવતી લોહીના ખાબોચીયામાં પડ્યા હતા. પોઈન્ટ બ્લેન્ક ફાયરીંગથી યુવતીની છાતીના ભાગમાં ગોળી ધરબી દઈને તેને ઢાળી દેવામાં આવી હતી. યુવકની બાજુમાં રિવોલ્વર પડી હતી. પોતાના કાંડાની નસ ધારદાર ચાકુથી કાપી નાંખીને યુવકે પણ જીવનનો આખરી અંજામ લાવી દીધો હતો. તેનો અહેસાસ કરાવતું કરૂણ દ્રશ્ય સર્જાયું હતું.
સવારનો સૂર્ય પ્રકાશ ધરતી ઉપર પથરાયો ત્યારે આ ઘટનાની જાણ થતાં રશિયન પોલીસ અધિકારી તેમની ટીમ તથા પોલીસના વાહન સાથે દોડી આવ્યા હતા. કાંડાની નસ કાપી નાંખ્યાપછી થીજી ગયેલા લોહીના રેલા વચ્ચે નિશ્ચેતન પડેલા યુવકની છાતી ઉપર પોલીસ અધિકારીએ કાન ધર્યા ત્યારે હૃદયનો મંદ મંદ ધબકાર સાંભળવા મળ્યો હતો. આ સાથે જ યુવકે પહેરેલા ગરમ ઓવરકોટના ખિસ્સા ફંફોસતા તેમાં થી એક ચબરખી મળી આવી હતી. જેના ઉપરથી યુવકનું નામ વાલ્દીમીર તથા યુવતીનું નામ કોમીલીયા હોવાની પ્રાથમિક માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી.
વાલ્દીમીરે ક્યા સંજોગોમાં આવું અઘોર કાર્ય કરવું પડ્યું તેનો ચબરખીમાં નિર્દેશ કરતાં લખ્યું હતું કે - ‘‘હું ક્યારેય આવા છળકપટ તથા દગાબાજીને ભૂલી નહીં શકું... છેલ્લાં બે વર્ષોથી હું મારી વ્હાલી કોમીલીયાને દિલોજાનથી પાગલની જેમ પ્યાર કરતો હતો... છેવટે તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો... કોમીલીયાને હવે હું ક્યારેય માફ નહીં કરું... આ દુનિયામાંથી તેની હસ્તી મિટાવી દઈશ ત્યારે જ મને પરમ શાંતિ મળશે... હું પણ આપઘાતના માર્ગે પ્રયાણ કરીને કોમીલીયાની પાછળ પાછળ પ્રભુના ધામમાં પહોંચી જઈશ...!!!’’
- વાલ્દીમીર
પોલીસ અધિકારીએ બેભાન પડેલા યુવકના શરીરમાં હજુ જીવન સંચાર હોવાથી તેને એમ્બ્યુલન્સ વાન દ્વારા તુરત જ હોસ્પિટલમાં રવાના કર્યો હતો જ્યારે પાગલ પ્રેમીના ગોળીબારમાં ઠાર મરાયેલ યુવતીની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.
વિશ્વભરમાં પ્રેમીયુગલો વચ્ચેનો આંધળો વિશ્વાસ કે એકબીજા સાથે છળકપટના પરિણામે બનતી ઢગલાબંધ કરૂણ કથાઓ પૈકીની આ પણ વઘુ એક કરૂણ કથા હશે તેવા અનુમાન સાથે પોલીસે તપાસ આગળ ધપાવી ત્યારે કાંઈક અંશે હેરતભરી કહાણી પ્રકાશમાં આવી હતી. પ્રેમિકાની હત્યા પાછળ પ્રેમીનો ‘મોટિવ’ (ઈરાદો) શું હતો તે હકીકતનો પર્દાફાશ થયો ત્યારે ઘડીભર માટે તો પોલીસ અધિકારી પણ સ્તબ્ધ બની ગયા હતા.
રશિયાના દક્ષિણ પ્રાન્તના વોલગોગાર્ડ શહેરનાં વાલ્દીમીર તથા કોમીલીયા છેલ્લાં બે વર્ષથી એકબીજાના પ્રેમમાં એટલી હદે ગળાડૂબ બની ગયા હતા કે બન્ને એકાન્ત મિલનમાં ભવિષ્યના સોનેરી શમણામાં મહાલ્યા કરતા હતા. એક દિવસે વાલ્દીમીરે તેની પ્રેમીકા કોમીલીયા સમક્ષ હવે ઝટપટ લગ્ન કરી લેવાની દરખાસ્ત રજુ કરી હતી. જો કે ‘હજુ શું ઉતાવળ છે ?’ તેવો પ્રશ્નાર્થ મૂકીને કોમીલીયાએ તેના પાગલ પ્રેમીની દરખાસ્ત ફગાવી દીધી હતી.
- ત્યારે વાલ્દીમીર ઉ.વ. ૩૩ અને કોમીલીયા ઉ.વ. ૩૦ની હતી. આમ બન્ને લગ્ન વયસ્ક થઈ ચૂક્યા હતા. છતાંયે કોમીલીયા ઠંડા કલેજે લગ્નની દરખાસ્તનો સ્વીકાર કરવા તૈયાર ન હતી. આથી સહુપ્રથમ તો વાલ્દીમીરના મનમાં એવી શંકા જાગી હતી કે - કદાચ કોમીલીયા તેને અંધારામાં રાખીને બીજા કોઈ યુવક સાથે પ્યારની બાજી ખેલી રહી છે. આથી જ તે લગ્ન કરવામાં શું ઉતાવળ છે તેવો જવાબ વાળીને બહાનાબાજી કરીને તેને ઊલ્લુ બનાવી રહી છે. વાલ્દીમીરના મનમાં કોણ જાણે તેની વ્હાલી કોમીલીયા પ્રત્યે ભારે સંદેહ તથા શંકા પેદા થયા હતા. આ પછી વાલ્દીમીરે કોમીલીયાની આવનજાવન તથા પ્રત્યેક હલનચલન પ્રત્યે જાસૂસી શરૂ કરી હતી. એક દિવસે તે કોમીલીયાની ગેરહાજરીમાં તેના રૂમમાં પ્રવેશ્યો હતો. જ્યાં પડેલા પુસ્તકો, ફાઈલો વગેરે ફંફોસી નાંખ્યા હતા પરંતુ કોમીલીયા વિશ્વાસઘાતની રમત રમી રહી હોવાનો કોઈ જ પૂરાવો મળ્યો ન હતો.
આથી વાલ્દીમીરે રૂમના ખૂણામાં ગોઠવેલ ટેબલ ઉપરના કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરીને કોઈક ભેદ ચોક્કસ છૂપાયો હશે તેવી આશા સાથે તેમાં સ્ટોર કરેલી માહિતીનો તાગ મેળવવાની હરકત શરૂ કરી હતી. કોમીલીયાના ઈ-મેઈલ એકાઉન્ટનો પાસવર્ડ તેને મળી ગયો હતો. આ પછી વાલ્દીમીરે પ્રેમિકાના ઈ-મેઈલ એકાઉન્ટના પાસવર્ડનો ઉપયોગ કરીને જ્યારે તેમાં અત્યાર સુધી છૂપાવી રાખેલા ભેગ ભરમને જાણ્યો ત્યારે તે આઘાતથી વિમુઢ બની ગયો હતો.
વાલ્દીમીરને જ્યારે હકીકતનું ભાન થયું કે - તેની વ્હાલી કોમીલીયાને મિત્રોએ પાઠવેલા ઈ-મેઈલમાં તેનું નામ કીરીલ દર્શાવ્યું હતું. રશિયામાં યુવકનું નામ કીરીલ રાખવામાં આવે છે તે વાત વાલ્દીમીર સારી રીતે જાણતો હતો. આ પછી તો કોમીલીયા કોણ અને કીરીલ કોણ ? તે પ્રશ્ને વાલ્દીમીરના મનમાં ઘમાસાણ મચી ગયું હતું.
આથી ‘કીરીલ’ કોણ હશે તેનો પત્તો મેળવવા માટે વાલ્દીમીરે ઈ-મેઈલ મોકલનાર દરેક મિત્રોનો એક પછી એક સંપર્ક સાધવાનું શરૂ કર્યું ત્યારે તેને સાચી હકીકતનું ભાન થયું હતું. કીરીલ બીજુ કોઈ જ નહીં પરંતુ કોમીલીયા જ હતી. યુવક કીરીલે વાલ્દીમીરનો પરિચય થયો તે પહેલાં ઓસ્ટ્રેલિયામાં જાતીય પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન બાદ યુવકે કીરીલ નામ ઉપર ચોકડી મારી દઈને છોકરીઓનો પહેરવેશ પહેરીને તથા તેના જેવી જ લટકતી-મટકતી ચાલે ચાલીને પોતાનું નવું નામ કોમીલીયા ધારણ કરી લીઘું હતું. કીરીલમાંથી કોમીલીયાનો નવો અવતાર ધારણ કરનાર આ યુવકના મા-બાપ કે નજીકના કહી શકાય તેવા કોઈ જ સગાવ્હાલા ન હતા. માત્ર તેના મિત્ર વર્તુળને જ જાતીય પરિવર્તનના ઓપરેશન પછી કીરીલ કોમીલીયા બની ગયાના ભેદની જાણ હતી.
ેએકબાજુ વાલ્દીમીર કોમીલીયાના પ્રેમમાં પાગલ બનીને ઝડપથી લગ્ન કરી લેવા બહાવરો બની ગયો હતો. જ્યારે બીજી બાજુ એકને એક દિવસે જાતીય પરિવર્તનના ઓપરેશન કરાવ્યાનો ભાંડો ફૂટી જશે ત્યારે પોતાનું શું થશે તેવા ખ્યાલથી કીરીલ મનોમન મુંઝાઈને પાગલ પ્રેમી વાલ્દીમીરની લગ્નની દરખાસ્ત ઠુકરાવી રહ્યો હતો. જો કે કોમીલીયાને અંધારામાં રાખીને વાલ્દીમીરે તેના ભેદભરમની માહિતી મેળવી લીધી હતી. જેની પાછળ જીંદગી કુરબાન કરવા તૈયાર થઈ ગયેલા વાલ્દીમીરને પોતાની સાથે કોમીલીયાએ દગાબાજી કરી છે તે હકીકતની જાણ થઈ ત્યારે આખરે એક રાત્રે તેણે મનોમન ભયાનક નિર્ધાર કરી લીધો હતો. બરફના જોરદાર તોફાનની એ કાળ રાત્રીએ વાલ્દીમીરે કોમીલીયાને મિલન માટે રેલવે સ્ટેશન નજીકની સૂમસામ જગ્યામાં આવી જવા સંદેશો પાઠવ્યો હતો. ઘનઘોર અંધકાર-બરફીલા તોફાનની તે કાળરાત્રીએ રેલવે સ્ટેશન નજીકના નિર્જન સ્થળે કોમીલીયા વાલ્દીમીરને મળવા આવી પહોંચી હતી. ત્યારે તેની બેવફાઈના બદલાતો ઈન્તજાર કરી રહેલા વાલ્દીમીરે ઓવરકોટના ખિસ્સામાં છુપાવી રાખેલ રિવોલ્વર કાઢીનેકોમીલીયા કાંઈ સમજે વિચારે તે પહેલાં જ તેની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. કોમળ કોમીલીયાની છાતી વીંધીને ગોળી આરપાર નીકળી ગઈ ત્યારે તે કારમી મરણચીસ પાડતાં જ ઢગલો થઈને ફસડાઈ પડી હતી. આ પછી વાલ્દીમીરે પણ આપઘાતનો વિચાર કરીને પ્રેમિકાના પડખામાં સૂઈ જઈને ધારદાર ચાકુથી કાંડાની નસ કાપી નાંખી હતી...!!
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |