Last Update : 01-Sept.-2010, Wednesday
મુંબઈનાં કસ્ટમ્સ વિભાગે ૩૦૦ કિલો કેફી દ્રવ્ય જપ્ત કર્યુંર્
તાઇપેઇ ખાતે મોકલવામાં આવનારા રૃ. ત્રણ કરોડની કિંમતના કેફી દ્રવ્યની દાણચોરી બદલ ચીની નાગરિકની ધરપકડ

મુંબઇ -
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ થાણેમાંથી રૃ. ૨૬ કરોડનું પાર્ટી ડ્રગ જપ્ત કર્યાના અઠવાડિયા પછી શનિવારે કસ્ટમ્સ વિભાગે આંતરરાષ્ટ્રીય સ્તર પર રૃ. ત્રણ કરોડની કિંમતનું 'ડેટ રેપ ડ્રગ' તરીકે પ્રખ્યાત કેફી દ્રવ્ય જપ્ત કર્યુ છે. કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ તરીકે ઓળખાતું કેફી દ્રવ્ય શહેરના આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી જપ્ત કરવામાં આવ્યું હતું.

છત્રપતિ શિવાજી ટર્મિંનસ સ્થિત એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતેથી પાર્સલમાંથી આ કેફી દ્રવ્ય મળ્યું હતું.૧૨ બોક્સ ધરાવતા દાડમની સાથે કેફી દ્રવ્ય સંતાડવામાં આવ્યું હતું. કેફી દ્રવ્ય તાઇવાન ખાતે આવેલા તાઇપેઇમાં દાણચોરી કરીને મોકલવાનું હતું. આ સંદર્ભમાં કસ્ટમ્સ વિભાગે સુંગ યુઆન સુઆન નામે ચીની નાગરિકની ધરપકડ કરી છે.

કાર્ગો કોમ્પ્લેક્સની નિકાસ શાખા પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારીઓને કૃષિ ઉત્પાદન રાખવાના સ્થળેથી કેફી દ્રવ્ય મળ્યું હતું.
બેંગલોરના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા ચીની સંુગ સુઆનના નામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હોવાને પગલે કસ્ટમ અધિકારીઓ સુઆનને શોધવા સાથે તેની દાણચોરી સંબંધી પ્રવૃત્તિઓ પર પણ બાજનજર રાખતા હતા. અગાઉ જપ્ત કરવામાં આવેલા કેટામાઇન (કેફી દ્રવ્ય)ના સંદર્ભમાં બેંગલોરસ્થિત ડીઆરઆઇ વિભાગ સુઆનની ધરપકડ કરવા માગતો હતો.

શનિવારે મોડી રાતે હોંગકોંગ જતા કેથે પેસિફિકનું સીએક્સ-૬૮૪ વિમાનમાં સુઆન પ્રવાસ કરવા જતો હતો ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુંબઈ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ને સુઆનની સોંપણી કરવામાં આવી હતી. રવિવારે સુઆનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
તાઇપેઇ જતા અગાઉ સુઆને એર કાર્ગો મારફતે હોંગકોંગ ખાતે નિકાસ માટે દાડમનું પાર્સલ બુક કરાવ્યું હતું.

એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે એઆઇયુ અધિકારીઓએ સુઆનની જડતી લીધી ત્યારે તેની પાસેથી ૨૬,૫૦૦ પાઉન્ડ (રૃ. ૧૨.૦૭ લાખ)ની રકમ મળી આવી હતી. જેને પગલે સુઆન તે રકમની દાણચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાની પણ જાણ થઇ હતી. સુઆનની હાથમાં રહેલી બેગમાંથી રકમ મળી હતી.

મંુબઈમાંથી જંગી પ્રમાણમાં કેફી દ્રવ્ય (કેટેમાઇન)જપ્ત કરવામાં આવ્યું હોવાનો આ બીજો બનાવ છે. ૨૦૦૮ના ઓક્ટોબર મહિનામાં ડીઆરઆઇએ મુંબઇ તથા નજીકમાં આવેલા થાણે જિલ્લાના ભિવંડીમાંથી ૪૦૦ કિલો કેફી દ્રવ્ય જપ્ત કર્યુ હતું. જે દાણચોરી દ્વારા ચીનમાં મોકલવાનું હતું.
ગયા અઠવાડિયે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ થાણેના ઔદ્યોગિક એકમના વિસ્તારમાંથી રૃ. ૨૬ કરોડની કિંમતનું કેફી દ્રવ્ય જપ્ત કર્યુ હતું. જે બદલ આઠ વિદેશી સહિત એક ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી.

 

Share |
  More News
તપાસ સમયે 'સરકાર'નું દબાણ હતુંઃગીતા જોહરી
જીમખાનામાં જુગાર અટકાવવા 'સીસીટીવી રેકોર્ડિંગ' ફરજિયાત
વિધાનસભામાં મોંધવારી અંગે ભાજપનો પ્રસ્તાવ અશાંતિ સર્જશે
રાજકારણીઓનાં વાહનોની ફેન્સી પ્લેટની તસવીરો ઇન્ટરનેટ પર
મુંબઈમાં વૉટર વૅનો કરાર ખાનગી કંપનીને સોંપાયોે
બે માસ સુધી મેટ્રો. મેજિસ્ટ્રેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે
અમેરિકામાં મૂળ યમનના બે શકમંદ ત્રાસવાદી ઝડપાયા
ભારતમાં ત્રાસવાદી હુમલાની ઓસ્ટ્રેલિયાની ફરી ચેતવણી
કેનેડામાં આતંકવાદી હુમલાના કાવતરામાં ભારતીયની સંડોવણી
 
  More News
ચાંદીમાં વિક્રમી તેજીને બ્રેક લાગતાં ભાવોમાં પ્રત્યાઘાતી ઘટાડો
અમેરિકા મંદીમાં ધકેલાઇ રહ્યાના નિર્દેશે એશિયામાં કડાકો
નિફ્ટીમાં મંદીનું દુઃસાહસ કરનારાને ટ્રેપમાં લેવાયા
લાહોરની હાઇકોર્ટે રમત પ્રધાન અને પીસીબીના ચેરમેનને પણ હાજર થવા ફરમાન છોડયું
રાઠૌરે ક્વોલિફાઇંગ ટ્રાયલ્સમાં ભાગ જ ન લીધો
સોડરલિંગને વિજય મેળવવા પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડયો
સલમાન અને અમિતાભનાં રિયાલિટી શો સામસામેે
દિયા મિર્ઝા અને ઝાયેદ ખાન નવુ પ્રોડક્શન હાઉસ શરુ કરશે
એક મહિનામાં બોલિવુડમાં માત્ર એક જ ફિલ્મનું શૂટિંગ થયું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved