| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
| કેનેડામાં આતંકવાદી હુમલાના કાવતરામાં ભારતીયની સંડોવણી |
| 'કેનેડિયન આઇડોલ' સ્પર્ધામાં ભાગ લેનારો મૂળ પાકિસ્તાની ત્રાસવાદી નીકળ્યો ઃ કાવતરાનું પગેરું દુબઈ સુધી પહોંચ્યું |
(પીટીઆઈ) ટોરોન્ટો,
કેનેડામાં અને તેની આસપાસના વિસ્તારોમાં અલ-કાયદા બોમ્બ વિસ્ફોટનું કાવતરું સંદર્ભે કરાયેલી ત્રણ વ્યક્તિની ધરપકડમાં એક ભારતીયમૂળની વ્યક્તિ અને એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની વ્યક્તિએ 'અમેરિકન આઇડોલ' નામના ટીવી કાર્યક્રમની કેનેડીયન આવૃત્તીમાં પણ ભાગ લીધો હતો.
આ ત્રણ આતંકવાદીઓને છેલ્લાં બે દિવસ દરમિયાન પકડવામાં આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિની ઓટાવા ખાતેથી જ્યારે ૧૦ની લંડનમાંથી ધરપકડ થઈ હતી. આ ત્રણેય પર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં રહેતા અલકાયદાના ટોચના નેતાઓની સાથે મળીને બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર ઘડવાનો આરોપ મુકાયો છે. આ ત્રણમાંથી મિસ્બહુદ્દિન અહમદનો જન્મ ભારતમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેને અને હિવા મોહમ્મદ અતિઝાદેહને ઓટાવામાંથી પકડવામાં આવ્યા છે જ્યારે ત્રીજી વ્યક્તિ રૃટ્ટમ સઈદ શેરને લંડનમાંથી શોધી કઢાયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય આતંકવાદીઓએ અન્ય ત્રણ વ્યક્તિઓ જેમ્સ લારા, રિઝાગર અતિઝાદેહ અને ઝાકરિયા મોમ્સ્તાની સાથે મળીને આ કાવતરું ઘડયું હતું. જેનું પગેરું છેક પાકિસ્તાન, ઈરાન અને દુબઈ સુધી જાય છે. ત્રિપુટી પર કેનેડામાં હુમલા કરવા માટે બોમ્બ બનાવવાનો અને અફઘાનિસ્તાનમાં કેનેડિયન સલામતી દળો પર બોમ્બથી હુમલો કરવા માટે ભંડોળ એકઠું કરવાનો આરોપ છે. જોકે આતંકવાદીઓના નિશાન પર ક્યા સ્થળો હતા તેની વિગતો પોલીસે જાહેર કરી નથી.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રિપુટી પાસેથી ઓટોમેટિક બોમ્બના ભાગોનું અને ૫૦ જેટલી સર્કિટ મળી આવ્યા છે પણ વિસ્ફોટકો જપ્ત કરાયા કે કેમ તે અંગે પોલીસે મૌન સેવ્યું હતું. દરમિયાન લંડનમાંથી પકડાયેલો રૃટ્ટમ શેર વ્યવસાયે તબિબ હોવાનું જાણવા મળ્યું હતું. તે ૨૦૦૬માં કાશ્મીર ભૂકંપ બાદ પાકિસ્તાનમાં રાહત કામગીરીમાં જોડાયો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ત્રણમાંથી એક વ્યક્તિ પરદેશ જવાની ફિરાકમાં હતી ત્યારે જ આ ધરપકડો કરવામાં આવી હતી. કેનેડા હજુ પણ આતંકવાદીઓના નિશાન પર હોવાની અટકળોએ આ કાવતરું પ્રકાશમાં આવ્યા બાદ જોર પકડયું છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|