| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
| મનમોહનસિંહ પોતા મારશે તોય સ્ટેડિયમ સાફ નહીં થાય |
કોમન વેલ્થ સ્ટેડિયમો સમયસર તૈયાર નહીં થાય
કોમનવેલ્થ ગેમ્સમાં આચરેલી આર્થિક અનિમિતતાના કિસ્સામાં સીબીઆઈ પણ કોન્ગ્રેસને બચાવી શકશે નહિ |
અમદાવાદ,
કેન્દ્ર સરકારને કોમનવેલ્થ ગેમ્સની ચિંતા છે, પણ કોમનમેનની હેલ્થની ચિંતા નથી, જ્યારે ગુજરાત સરકારને કોમનમેનની હેલ્થની ચિંતા છે,એમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં એક જાહેર સમારોહમાં બોલતા જણાવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરવામાં કેન્દ્ર સરકારે ઊભા કરેલા ગૂંચવાડા અને ગોટાળા અંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીમાં થયેલા ગોટાળાઓ પછી હવે વડા પ્રધાન મનમોહન સિંહ પણ તેના પર પોતાં મારવાની કોશિશ કરશો તો પણ બધુ કામ સમયસર પૂરું થઈ શકશે નહિ.
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરવાની સંપૂર્ણ જવાબદારી પોતાને હસ્તક રાખનાર રાજકારણીઓની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન પણ કોમનવેલ્થ ગેમ્સ શરૃ થાય તે પૂર્વે તમામ સ્ટેડિયમ તૈયાર કરી દેવામાં સફળ થઈ હોત. કોમનવેલ્થ ગેમ્સ આગામી ત્રીજી ઓક્ટોબરે શરૃ થઈ રહી છે.
આજે અમદાવાદમાં યોજાયેલા એક સમારોહમાં બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સનું શું થશે તે હું જાણતો નથી. ખુદ વડાપ્રધાન પણ હવે તેના ફ્લોરને પોતાં મારવાની કામગીરી શરૃ કરશે તો પણ કોમનવેલ્થ ગેમ્સ શરૃ થશે ત્યાં સુધીમાં સ્ટેડિયમો તૈયાર થઈ શકશે નહિ. કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરવા માટે ચાર ચાર વર્ષનો સમય મળ્યો હોવા છતાંય તેના આયોજકો હજીય ફાંફા મારી રહ્યા છે. આ કામગીરી તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હોત તો પણ તેણે સમયસર કામ પૂરું કરી આપ્યું હોત.
નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને પડકાર કર્યો હતો અને વિકાસની બાબતમાં ગુજરાત સાથે હરીફાઈમાં ઉતરવા આવાહન આપ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ માટે સ્ટેડિયમ તૈયાર કરીને આયોજન સમિતિને સોંપી દેવા માટે અગાઉ આપવામાં આવેલી ચાર ચાર ડેડલાઈનને પહોંચી વળવામાં નિષ્ફળ નીવડયા છે.
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરવામાં મોટેપાયે ગોટાળાઓ થયા હોવાનો અને આર્થિક અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ બાબતમાં તો સીબીઆઈ પણ કોન્ગ્રેસને બચાવી શકશે નહિ.
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|