મુંબઈ - ઓટોમોબાઇલ કંપનીઓ માટે ઓગસ્ટ મહિનો પણ શુકનિયાલ નીવડવાના અને સારા વરસાદે વાહનોના વેચાણમાં મોટી વૃદ્ધિ હાંસલ થવાના આંકડા જાહેર થતાં પૂર્વે ઓટો શેરોમાં વેલ્યુબાઇંગ સાથે શોર્ટ કવરીંગ થયું હતું.
મારૃતી સુઝુકી રૃા. ૨૦.૭૫ વધીને રૃા. ૧૨૫૫.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૧૭.૩૫ વધીને રૃા. ૬૨૬.૪૦, ટાટા મોટર્સ રૃા. ૧૬ વધીને રૃા. ૧૦૦૭.૪૫, અશોક લેલેન્ડ રૃા. ૧.૫૫ વધીને રૃા. ૭૩.૬૦, ભારત ફોર્જ રૃા. ૩૪૯.૭૦ રહ્યા હતા. જ્યારે બજાજ ઓટોમાં પ્રોફીટ બુકીંગ આરંભમાં રૃા. ૧૦૦થી વધુ તૂટી ગયા બાદ અંતે રૃા. ૬૧.૫૫ ઘટાડે રૃા. ૨૭૨૯.૪૦, એક્સાઇડ રૃા. ૨.૨૫ ઘટીને રૃા. ૧૪૭.૯૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૭૨.૩૦ પોઇન્ટ વધીને ૮૮૧૩.૭૯ રહ્યો હતો.