Last Update : 01-Sept.-2010, Wednesday
આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧-૯-૨૦૧૦ બુધવાર
શ્રાવણ વદ સાતમ - શીતળા સાતમ

કૃષ્ણજયંતી (સ્માર્ત)
સપ્ટેમ્બર માસ શરૃ
દિવસના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૨ મિ., (સૂ) ૭ ક. ૧૨ મિ., (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા બપોરના ૧ ક. ૧૯ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - કન્યા, બુધ - સિંહ, ગુરૃ - મીન, શુક્ર - કન્યા/તુલામાં બપોરના ૧૨ ક. ૦૩ મિ.થી, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન, શરદ ઋતુ, શ્રાવણ વદ સાતમને બુધવાર. શીતળાસાતમ, કાલાષ્ટમી. આજે કૃષ્ણજયંતી (સ્માર્ત). શુક્ર તુલામાં બપોરના ૧૨ ક. ૦૩ મિ.થી મુસલમાની શહાદતે હજરતઅલી. સપ્ટેમ્બર મહિનો શરૃ. શયનમાં ષષ્ઠીનો ઉત્સવ. વિષ્ણુસ્વામિનો પ્રાગટયોત્સવ. તુલાના શુક્રમાં પૃથ્વી પર ક્ષેમઆરોગ્ય જણાય પરંતુ કોઈ સ્થળે વિરોધ, અશાંતિ જણાય.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો એકવીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો ચૌદમો રોજ ગોશ.

 

 

 

 

[Top]
 

આજ નું ભવિષ્ય

આજનું ભવિષ્ય
મેષ ઃ આજે આપના કામમાં હળવાશ, રાહત અનુભવો. બહાર કે બહારગામના કામકાજમાં સાનુકૂળતા જણાય.
વૃષભ ઃ આપના રોજીંદા કામમાં વ્યસ્તતા ઉપરાંત વધારાનું કામ રહે પરંતુ કામની સફળતા-પ્રગતિથી આનંદ રહે.
મિથુન ઃ ખર્ચ-ચિંતા-ઉચાટમાં અટવાયેલા રહો. ગેસ, કબજીયાત, ઝાડાથી સંભાળવું. નોકરી-ધંધામાં બેચેની રહે.
કર્ક ઃ આપના રોજીંદા કામમાં, સીઝનલ ધંધામાં, કમિશન, દલાલી-એજન્સીના, ટ્રાવેલ્સના ધંધામાં ધંધો મળી રહે.
સિંહ ઃ નોકરી-ધંધાના કામમાં હળવાશ-રાહત જણાય. ચિંતા-દોડધામ ઓછી રહે. વધારાનું કામ સંભાળી શકો.
કન્યા ઃ આપની કામગીરીમાં સુસ્તી-બેચેની રહેવા છતાં નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં ધ્યાન રાખવું પડે.
તુલા ઃ ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. કોઈપણ કામમાં ગાફેલ રહેવું નહીં.
વૃશ્વિક ઃ હળવાશ, રાહત અનુભવો. બહાર જવાનું થાય. સીઝનલ ધંધામાં, ખાણીપીણીના ધંધામાં આવક થાય.
ધન ઃ ખાવાપીવામાં, હરવા ફરવામાં ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે પરંતુ ચિંતા રહે.
મકર ઃ આપના રોજીંદા કામમાં હળવાશ, રાહત અનુભવો. ઘર, પરિવારનું, નોકરી-ધંધાનું કામ થાય.
કુંભ ઃ સગાસંબંધી-મિત્રવર્ગના, ઘર-પરિવારના પ્રશ્ને ચિંતા રહે. પુત્રપૌત્રાદિકની ચિંતા-વ્યથા જણાય.
મીન ઃ આકસ્મિક કોઈને મળવાનું થાય. સીઝનલ ધંધો થાય. ટ્રાવેલ્સના, ખાણીપીણીના ધંધામાં ધંધો મળી રહે.

 

[Top]
 

સુપ્રભાતમ્

 

કોઈને માટે અવગણના નથી કે સદ્ભાવ નથી, ખાસ પ્રેમ નથી કે દોસ્તી નથી. (અલિખ અને અપક્ષ હોવા છતાં) ઊંચે ચઢેલો મેઘ લોકોના સંતાપ હરે છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

 

 

 

 

 

 

[Top]
 
 

આજ નું ઔષધ

વ્યાસઃ - સ્વ. મનોરમાબેન જશુભાઈ વ્યાસનું બેસણું, મનિષ હોલ, નારણપુરા ચાર રસ્તા, સાંજે ૫થી ૭
- સ્વ. કાંતિલાલ વાલજીભાઈ વ્યાસ (મૂળીવાળા)નું બેસણું, ૪૫/૧, સંગઠન સોસાયટી, સનરાઈઝ પાર્ક સામે, ડ્રાઈવઈન સામે, સવારે ૮થી ૧૧
- સ્વ. ચંદ્રકાન્ત જનાર્દનભાઈ વ્યાસનું બેસણું, એચ-૧૧, કોમલ એન્કલેવ, શાંતિવન બસ સ્ટેન્ડ પાછળ, પાલડી, સાંજે ૫થી ૭
ત્રિવેદીઃ - સ્વ. નિરંજનાબેન મહેશચંદ્ર ત્રિવેદીનું બેસણું, શ્રી મોઢ બ્રાહ્મણની વાડી, સરખેજ ગામ સવારે ૮થી ૧૧
શાહઃ - સ્વ. સવિતાબેન રસીકલાલ શાહ (લીંબોદરાવાળા)નું બેસણું, સાકળચંદ બાપુની વાડી, નવા વાડજ ગામ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
[Top]
 

આજ ની જોક

છગન ફેશનેબલ કપડાની દુકાને જઈને બોલ્યો, ''કોઈ સારો લેડીઝ ડ્રેસ બતાવોને !''
''જરૃર'' સેલ્સમેન મગન બોલ્યો, 'કોના માટે જોઈએ છે ? પત્ની માટે કે વધારે મોંઘો બતાવું ?'

[Top]
 

આજ ની રેસીપી

શીંગોડાંના લોટની ખાંડવી

સામગ્રીઃ ૨૦૦ ગ્રામ શીંગોડાંનો લોટ ૫૦૦ મિલિ છાશ. ૧।. ચમચી મીઠું. સોપારી જેટલું આદું, ૫ નંગ લીલા મરચાં, ચપટી હળદર, ૫ ડાંખની કોથમીર, અર્ધો કપ લીલું કોપરું વઘાર માટે ૧ ચમચો તેલ, ૧ ચમચી જીરું ચપટી હીંગ.
રીતઃ લોટ અને છાશ ભેગાં કરવાં તેમાં મીઠું, આદુ અને લીલાં મરચાં વાટીને અને હળદર નાંખવા પછી ધીમે તાપે મુકી હલાવ્યા કરવું ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. પછી થાળીમાં તેલ ચોપડીને ઘટ્ટ થયેલું મિશ્રણ પાતલું પાથરવું ઠંડુ પડે એટલે કાપા પાડી પીંડા વાળવા. પછી તેલ,જીરુ અને હીંગનો વઘાર કરી પીંડા પર રેડવો. પછી તેના પર કોપરાની છીણ કરીને અને કોથમીરને ધોઈ ઝીણી સમારીને ભભરાવવાં.
[Top]
Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved