homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
vanchan vishesh
હેલ્થ ટીપ્સ
વાનગી
પ્રાંસગીક
એરાઉન્ડ ધ કન્ટ્રી
કૂતુહલ
 
vaangi

પ્હ્ણેંપ્ૢહ્વપ્હ્ણગ્નપ્હ્ણૅપ્હ્ણક્ર પ્હ્ણદ્નપ્હ્ણદ્ગપ્હ્ણક્રપ્હ્ણદ્નપ્હ્ણદ્ગ

 
સામગ્રી

૪ કપ ઢોસાનું ખીરૂ, ૧૧/૨ બટાકાનું સુકીભાજીનું શાક, ૨ મોટી ડુંગળી, ૨ મોટા ટામેટા, ૧ ટી સ્પૂન લાલ મરચું, ૧ ટી. સ્પૂન ચાટ મસાલો, ૪ ટેબ. સ્પૂન બટર, તેલ જરૂર પ્રમાણે

.ચટણી બનાવવાની સામગ્રી
૧/૨ કપ દાળિયા ચણા, ૭ થી ૮ કળી લસણ, ૫ થી ૬ સુકા મરચા, ૧ લીંબુનો રસ, ૧ ટેબ. સ્પૂન શેકેલું જીરૂ, સ્વાદ પ્રમાણે મીઠું, પાણી જરૂર પ્રમાણે

ગાર્નીંશીગ માટે
છીણેલું ચીઝ, ઝીણી સમારેલી કોથમીર

સર્વ કરવા માટે
નાળીયેરની ચટણી

રીત

ચટણી બનાવવાની રીત
ચટણી માટેની બધી જ સામગ્રી ભેગી કરી મિકસરમાં ક્રશ કરી લો. પાણી બને તેટલું ઓછું નાંખો.

ઢોસા ટકાટક માટે
ડુંગળી અને ટામેટા ને એકદમ ઝીણા સમારી લો. ત્યારબાદ એક નોન સ્ટીક તવી પર થોડો જાડો ઢોંસો પાથરો ત્યારબાદ તેની પર સહેજ તેલ લગાવો. એકાદ મિનીટ પછી શેકવા લાગે એટલે તેની પર તૈયાર કરેલી ચટણી પાથરો અને તેની પર શાક મુકો. હવે તેની પર ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી મુકો. તેની પર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ભભરાવો. ત્યાર બાદ તેની પર બટર રેડી તેને મેશરથી મેશ કરતા કરતા ઢોસા પર ફેલાવી દો. ઢોસા ને ફોલ્ડ કરી બંને બાજુ કડક શેકવા દો. ઢોસા ને કટ કરી તેની પર છીણેલી ચીઝ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી, નાળીયેરની ચટણી અને ટામેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.

નાળીયેરની ચટણી બનાવવા માટેની સામગ્રી
૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર, ૨નંગ લીલા મરચા, કટકો આદુ, ૧/૪ કપ દાળિયા, સ્વાદ પ્રમાણે મીઠું, ૧/૪ કપ સમારેલી કોથમીર

વઘાર માટે
૧/૪ ટી. સ્પૂન તેલ, ૧/૮ ટી. સ્પૂન રાઇ, ૧/૮ ટી. સ્પૂન અડદની દાળ, ૪ થી ૫ પત્તા લીમડાના

ચટણી બનાવવા મટેની રીત ઃ
ચટણીની બધી સામગ્રી ભેગી કરી વાટી લો. ત્યારબાદ તેની પર રાઇ, અડદની દાળ અને લીમડાનો વઘાર કરો.

top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.