homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
ખેલ-જગત
રાજકોટ આવૃતિ
અમદાવાદ આવૃતિ
જામનગર આવૃતિ
ભાવનગર આવૃતિ
પોરબંદર આવૃતિ
ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
sports all news ૨૬/૦૪/૨૦૧૦ (સોમવાર)
આઇપીએલ-૩નું સુપર કીંગ બનતું ચેન્નઇ
 

આખરે આઇપીએલ-૩ના વિજેતાનો તાજ ચેન્નઇ સુપર કીંગે પહેર્યો છે, દીલધડક ફાઇનલમાં મુંબઇ સામે ચેન્નઇનો ૨૨ રને લડાયક વિજય થયો હતો. મુંબઇએ કરેલી કેટલીક ભુલ આખરે નડી હતી, ચેન્નઇએ ૧૬૮ રન બનાવ્યા હતા જેની સામે મુંબઇ ૧૪૬ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું, પ્રારંભથી મુંબઇએ ભારે ધીમી અને કંગાળ રમત રમી હોવાથી રનરેટ સતત વધતી ગઇ હતી અને આખરે પ્રેશરમાં આવ્યા બાદ મુંબઇની ટપોટપ વિકેટો પડી હતી, એકમાત્ર પોલાર્ડે મદરનગીભરી બેટીંગ કરી હતી, આમ આઇપીએલમાં બીજી વખત ફાઇનલમાં આવેલા ચેન્નઇએ તાજ પહેર્યો હતો.
ભારતીય ક્રિકેટના બે મહારથીઓની ટીમ આઇપીએલ સીઝન-૩ના ફાઇનલમાં ટકરાણી હતી જેમાં ધોનીના ચેન્નાઇ સુપર કીંગ્સે તેંડુલકરના મુંબઇ ઇન્ડિયન્સને ધોબી પછાડ આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપર કીંગ્સે આપેલો ૧૬૯ રનનો લક્ષ્યાંક પુરુ કરવામાં નિષ્ફળતા મેળવી હતી. નવી મુંબઇના ડી વાય પાટીલ સ્ટેડિયમ ખાતે રવિવારે રમાયેલા આઇપીએલ-૩ના ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના તેંડુલકરની વિકેટ ગયા બાદ મિસ્ટર ડિપેન્ડેબલ ગણાયેલા સૌરભ તિવારી પણ આઉટ થઇ જતાં મુંબઇ ઇન્ડિયન્સ મુશ્કેલીમાં પડી ગયા હતા. ચેન્નઇ સુપર કીંગ્સના જકાતીએ સચિન તેંડુલકરને ૪૮ બોલે ૪૫ રન કર્યા બાદ આબાદ ઝડપી લીધો હતો.
મુંબઇ ઇન્ડિયન્સના ઓપનર શીખર ધવનને ૦ રને આઉટ કરવામાં પણ ચેન્નઇ સુપર કીંગ્સને સફળતા મળી હતી. એ પૂર્વુે સુરેશ રૈનાએ ૫૭ રન કરીને નોટઆઉટ રહીને આઇપીએલમાં નવમી અર્ધ સદી નોંધાવીને સુપર કીંગ્સને મુંબઇ સામે ૧૬૮નો ટાર્ગેટ આપ્યો હતો. રૈનાએ ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા મારીને ૩૫ બોલમાં ઝમકદાર ૫૭ રન બનાવ્યા હતા. શરૂઆતમાં થોડા ખોડંગાયા બાદ રૈના અને ધોનીની જોડીએ ૩૫ બોલમાં ૭૨ રન કરીને સુપર કીંગ્સની ઇનીંગ બનાવી હતી. મુંબઇ વતી દિલહારા ફર્નાન્ડોએ બે વિકેટ લીધી હતી જ્યારે પોલાર્ડ અને ઝહીર ખાને એક-એક વિકેટ લીધી હતી. ફર્નાન્ડોએ ફરી એક વખત એસ. બદ્રીનાથને ૧૪ રને પેવેલીયન ભેગો કરવામાં સફળતા મેળવી હતી. મુરલી વિજયની વિદાય બાદ પોલાર્ડે મેથ્યુ હેડનને પણ ૯મી ઓવરમાં ૧૭ રન પેવેલીયન ભેગો કર્યો હતો. હેડનને ૩૧ બોલમાં ૧૭ રન લીધા હતા જેમાં એક ચોગ્ગો અને એક છક્કાનો સમાવેશ થાયો હતો. વિજયે એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકારીને ૧૯ બોલમાં ૨૬ રન મેળવ્યા હતા. ફર્નાન્ડોના હાથે ઝડપાઇ ગયો હતો.
ચેન્નઇના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીએ ટોસ જીતીને મુંબઇ સામે બેટીંગ કરવાનું સ્વીકાર્યું હતું. ધોનીની દુરંદેશી કામ કરી ગઇ કે પછી માસ્ટર બ્લાસ્ટર સચિનની પોલાર્ડને પછીથી મોકલવાની ભુલ, આઇપીએલ સીઝન થ્રીમાં ચેન્નઇ સુપર કીંગ સાબીત થઇ હતી.

પોલાર્ડને આઠમા ક્રમે મોકલવાની સચિનની ભૂલ મુંબઇને ભારે પડી
ચેન્નઇ સામે ફાઇનલના મુકાબલામાં મુંબઇનો ૨૨ રને પરાજય થયો હતો અને ખાસ કરીને વર્તમાન આઇપીએલના સૌથી ખતરનાક અને કદાવર ખેલાડી વેસ્ટ ઇંડિઝના પોલાર્ડને છેક આઠમા ક્રમે બેટીંગમાં ઉતારવાની સચિનની ભૂલ મુંબઇને ભારે પડી ગઇ હતી. સેમિફાઇનલમાં પણ પોલાર્ડે માત્ર ૧૩ બોલમાં ૩૩ રન ફટકારીને આખું ચિત્ર ફેરવી નાખ્યું હતું અને કદાચ એ રનના કારણે જ મુંબઇ ફાઇનલમાં પહોંચી શક્યું હતું પરંતુ આજે કોઇપણ કારણે જ્યારે આરપીઓ સતત વધતો ગયો હતો આમ છતાં હરભજનસિંઘ, નાયર, સૌરભ તિવારી અને રાયડુ જેવા બેટધરોને આગળ મોકલીને પોલાર્ડ જેવા ખુંખાર બેટધરને બેસાડી રાખવાનો કપ્તાન સચિનનો નિર્ણય આશ્ચર્યજનક લાગ્યો હતો.
આઠમા ક્રમે જ્યારે પોલાર્ડ બેટીંગમાં આવ્યો ત્યારે મુંબઇને પ્રતિ ઓવર ૧૮ રનની જરૂર હતી, માત્ર ત્રણ ઓવર બાકી હતી અને આવતા વેત જ પોલાર્ડે ખતરનાક બોલર વોલીંગરની એક જ ઓવરમાં ૨૨ રન ફટકારીને આખું ચિત્ર બદલ્યૂં હતું, પોલાર્ડે કરેલી તોફાની બેટીંગથી એ વાત સાબિત થઇ હતી કે આજે પોલાર્ડને આઠમાં ક્રમે મોકલીને મુંબઇએ ખરેખર પરાજયને પોતાના હાથે જ ગળામાં નાખવા જેવી ભુલ કરી હતી.

top of page
ખેલ-જગતના અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.