homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    ખેલ-જગત
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
 
rajkot edition all news ર્પ્ૢૈર્પ્ૢ/પ્ૢૈંપ્ૢૢ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્ક્ષપ્ૢપ્હ્ણદ્ગપ્ૢપ્હ્ણ્રપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

ટંકારાના હડાળા ગામેથી ગુમ ભરવાડ યુવાનની લાશ મળી
 
 

ટંકારા તાલુકાના હડાળા ગામના પાટીયા પાસેથી આજે સવારે ગુમ ભરવાડ યુવાનની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ હડાળા ગામના પાટીયા પાસે આજે સવારે એક યુવાનની ચાદર ઓઢાડેલી લાશ પડી હોવાની સ્થાનીક પોલીસને ગ્રામજનો દ્રારા જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં લાશ હડાળા ગામના સેલા કાનાભાઈ સાનીયા નામના ૨૫ વર્ષના ભરવાડ યુવાનની હોવાનું બહાર આવતા પરિવારજનોની પુછપરછ શરૂ કરી હતી.
પુછપરછ દરમિયાન ભરવાડ યુવાન ગતરાત્રીના ઘેરથી જમીને નીકળ્યા બાદ પરત આવ્યો ન હતો. ચિંતાતુર પરિવારજનો દ્રારા તેની મોડી રાત સુધી શોધખોળ કરાઈ હતી. દરમિયાન આજે સવારે ગામના પાટીયા પાસેથી ચાદર ઓઢાડેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાથમીક તપાસ દરમિયાન મૃતક સાથે કોઈ ઝપાઝપી કે તેના શરીર પર કોઈપણ જાતના ઈજાના નિશાન દેખાતા ન હોય મૃત્યુનું ચોકકસ કારણ જાણવા પોલીસ દ્રારા ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક ભરવાડ યુવાન રીક્ષા ડ્રાઈવીંગનો ધંધો કરે છે અને બે વર્ષ પુર્વે જ તેના શિલુબેન સાથે લ થયા હતા અને છ માસ પુર્વે જ તેણીને આણુ વાળીને તેડી આવ્યા હતા. મૃતક ચાર ભાઈ એક બહેનમાં નાનો છે. આ બનાવથી ભરવાડ પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

top of page
જૂનાગઢના અન્ય સમાચારો
 

રાજકોટ આવૃતિશહેરજીલ્લોસુરેન્દ્રનગરજૂનાગઢઅમરેલીઅન્ય
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.