homewww.aajkaaldaily.com site hit counter members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    ખેલ-જગત
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
 
rajkot edition all news ર્પ્ૢૈપ્ૢ-/પ્ૢૈંપ્ૢૢ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણપ્ૢપ્હ્ણ્રપ્ૢગ્નપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)
અમરેલીમાં ૪૦૦ કરોડના ખર્ચે બંધાયેલો ઠેબી ડેમ દસ વર્ષમાં પાણી વિતરણ વિના જ તોડવાની નોબત
 

અમરેલીની જીવાદોરી સમાન ગણાતા અને શહેરના પાદરમાં આવેલ ઠેબી જળાશયમાં ગયા ચોમાસામાં પિલ્લરમાં તિરાડ પડતા કરોડો લીટર પાણી છોડી દેવામાં આવ્યા બાદ રાય સરકારે જળાશયના રિનોવેશન માટે તત્કાલ રૂપિયા ૯ કરોડ જેવી રકમ મંજૂર કરતાં અને યુધ્ધના ધોરણે જળાશયનું બાંધકામ શરૂ કરવા આદેશ આપ્યો છે.
જે અંતર્ગત સિંચાઇ વિભાગ દ્રારા પ્રખ્યાત બાંધકામ કંપનીને જળાશયનું રિનોવેશન કરવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. જે કંપનીએ જળાશયના જર્જરિત બનેલ પીલ્લર સહિત તમામ પીલ્લરને તેમજ પુલને પણ દૂર કરી દીધા છે અને યુધ્ધના ધોરણે બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શર્માએ 'આજકાલ' સાથે વાતચીતમાં જણાવેલ હતું કે વર્ષ ૨૦૧૩ના એપ્રિલ માસ સુધીમાં પીલ્લર અને પુલનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ બે મહિનામાં દરવાજાનું પણ કાર્ય પૂર્ણ કરીને જુન મહિના સુધીમાં જળાશય સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે અને જુલાઇ ૨૦૧૩માં જળાશયને પાણીથી છલોછલ ભરવામાં આવશે.
આમ અમરેલી શહેરને ઠેબી જળાશયને છલોછલ ભરેલો જોવો હોય તો હજુ એક વર્ષ સુધીની રાહ જોવાનું તે નકકી જ છે. બાકી ચાલુ વર્ષ ઠેબી જળાશય ભરાય તે વાતમાં કોઇ દમ નથી તે નકકી જ છે.
અત્રે ઉલ્લેખનિ છે કે આ ઠેબી ડેમ બનવાની શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે અને આ ડેમ એટલો તો મોંઘો બન્યો છે કે અમરેલી શહેરના લોકોને કદાચ આર.ઓ.સિસ્ટમવાળું પાણી પણ આપ્યું હોત તો પણ સસ્તું પડી શકત તેમ છતાં આ ઠેબી ડેમ બન્યા બાદ પ્રથમ વખત જ ઓવરફલો સુધી ભરાયા બાદ માત્ર ૧૨ કલાકમાં જ આ ડેમના પીલ્લરમાં તિરાડ પડતા અમરેલી શહેરના લોકોના જીવ ઘડીભર માટે તો તાળવે ચોંટી ગયા હતા. ત્યારે આ ડેમના પુલ તથા પીલ્લરનું કામ ફરી શરૂ કરવામાં આવતા લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થયેલ છે ત્યારે સરકારના નિયમ મુજબ આ ડેમ બનશે કે કેમ ? તેને લઇ અનેક અટકળો પણ શરૂ થઇ જવા પામેલ છે ત્યારે સરકારી અધિકારીઓ આ ડેમ નિયત ડિઝાઇન પ્રમાણેનું લોખડં સિમેન્ટ, સ્ટ્રકચર ડિઝાઇન તથા જરૂરી તમામ કાળજી રાખી અને ફરી આ ડેમ પહેલાની માફક કડડભૂસ ન થાય તે રીતે કામગીરી કરાવશે ? કે પછી ફરી પાછું દે..ધના..ધન ચાલશે તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે.

top of page
અમરેલીના અન્ય સમાચારો
 

રાજકોટ આવૃતિશહેરજીલ્લોસુરેન્દ્રનગરજૂનાગઢઅમરેલીઅન્ય
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.