homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news પ્ૢૈંર્પ્ૢ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણઙ્ગપ્હ્ણ્રપ્હ્ણખ્પ્હ્ણૅપ્ૢપ્હ્ણૅપ્હ્ણક્રર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્ન પ્હ્ણ્રપ્હ્ણપ્ૢપ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણદ્ગપ્હ્ણક્રપ્હ્ણગ્નપ્હ્ણેર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્ન ર્પ્હ્ણપ્ૢઁર્પ્હ્ણેંપ્હ્ણક્રપ્હ્ણગ્નપ્હ્ણદ્ગ પ્હ્ણૅર્પ્હ્ણૈપ્ૢર્પ્હ્ણૈંપ્ૢઞ્જ ર્પ્ૢૈંપ્ૢહ્ણ પ્હ્ણઁ ર્પ્હ્ણેંપ્હ્ણહ્ણપ્હ્ણક્રપ્હ્ણૅર્પ્હ્ણૈંપ્ૢહ્વ પ્હ્ણઞ્ચપ્હ્ણૈંપ્ૢઞ્જપ્હ્ણઙ્ક્ષ

 

ઓરિસ્સામાં લઠ્ઠાકાંડના કારણે મોતનો આંકડો વધીને આજે સવારે ૨૪ પર પહોંચી ગયો હતો. આની સાથે જ હચમચી ઉઠેલી સરકારે લઠ્ઠાકાંડના મામલે જયુડિશિયલ તપાસનો આદેશ આપી દીધો છે. ઝેરી શરાબના કારણે વધુ ૧૪ લોકોના મોત થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે કટક જિલ્લાના મહિધરપાડા વિસ્તારમાં લોકોએ ઝેરી શરાબ પીધા બાદ લોકોની હાલત કફોડી બની હતી. અસર પામેલા લોકોને કટકમાં આવેલી એસસીબી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાર સુત્રોએ કહ્યું છે કે હજુ અનેક લોકો સારવાર હેઠળ છે. બીજી બાજુ રાજયમાં વિરોધ પક્ષોએ સરકારની ટિકા ટિપ્પણી કરવાની શરૂઆત કર્યા બાદ જયુડિશિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મોતનો આંકડો વધારે હોવાની વાત બિન સત્તાવાર અહેવાલમાં કરવામાં આવી છે. કટક અને ખોરઢા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો શરાબ પીધા બાદ માંદા પડી ગયા હતા.
અધિકારીઓએ કહ્યું છે કે, આ શરાબમાં કેટલીક દવાઓનું મિશ્રણ પણ થઇ ગયું હતું. જિલ્લા કલેક્ટર એસએન ગીરીશે માહિતી આપતાં કહ્યું છે કે, માર્યા ગયેલાઓમાં શરાબ વેચનારનું પણ મોત થયું છે. મોતનો આંકડો આજે બપોરે વધીને ૨૪ ઉપર પહોંચી ગયો હતો. મોતનો આંકડો અતિ ઝડપથી વધી રહ્યો છે. કારણ કે, આશરે ૨૦ની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. અધિકારીઓ મુજબ કેટલાક વિસ્તારમાંથી લોકો સોમવારે મોડી રાત્રે શરાબ ખરીદવા માટે ગયા હતા. દરમિયાન મુખ્ય મંત્રી નવિન પટનાયકે કહ્યું છે કે, ઓરિસ્સા હાઇકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં જયુડિશીયલ કમિશનર દ્વારા મામલા તપાસ કરવામાં આવશે. એક્સાઇઝ કમિશનર સુદર્શન નાયકે કહ્યું છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગ કરવામાં આવેલી દવાઓમાં ઘણી દવાઓ ભેળવેલી હતી. આ સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે.

top of page
રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.