homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news પ્ૢૈંર્પ્ૢ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણૅર્પ્હ્ણેંપ્ૢર્પ્હ્ણેંપ્હ્ણક્રર્પ્હ્ણૈંપ્ૢહ્વ પ્હ્ણૅપ્ૢઞ્જર્પ્હ્ણપ્ૢપ્રઙ્ગપ્હ્ણૢપ્હ્ણક્રપ્હ્ણઞ્જર્પ્હ્ણૈંપ્હ્ણ્રઃ ર્પ્હ્ણંપ્ૢપ્હ્ણહ્ણપ્ૢર્પ્હ્ણૈંપ્ૢ પ્ૢૢપ્ૢૢ પ્હ્ણઙ્મપ્ૢઞ્જપ્હ્ણપ્હ્ણદ્ગ ર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણદ્નપ્ૢઞ્જ પ્હ્ણઙ્મપ્હ્ણહ્ણપ્ૢહ્વપ્હ્ણ્ર પ્હ્ણૅપ્ૢર્પ્હ્ણૈપ્ૢર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્ન ર્પ્ૢૈંપ્ૢૢ પ્હ્ણદ્નપ્હ્ણદ્ગપ્હ્ણક્ર ર્પ્હ્ણર્પ્હ્ણેંપ્હ્ણૈંપ્હ્ણક્રર્પ્હ્ણૈં

 

top of page

સત્તાના સેમીફાઇનલ સમાન ગણાતી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે ૫૫ બેઠકો માટે સવારે ૮ વાગ્યાથી મતદાનનો પ્રારભં થયા પછી બપોર સુધી ધીમું મતદાન થયું છે. જો કે હવે મતદાનની ટકાવારી વધી રહી છે. પ્રા આંકડાઓ અનુસાર બપોર સુધીમાં ૨૫ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે જે સાંજ સુધીમાં ૫૦ ટકા સુધી પહોંચે તેવી સંભાવના છે. આજે જબરી ઉતેજના વચ્ચે મતદાતાઓ ૮૬૨ ઉમેદવારોનું ભાવિ નકકી કરી રહ્યા છે. આજના મતદાનને ધ્યાનમાં રાખીને અર્ધ લશ્કરી દળોની ટુકડીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે. યુપીના ફૈઝાબાદ, ગોંડા અને બસ્તી સહિતના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ પડતા તેની મતદાન ઉપર અસર દેખાઇ હતી અને સવારે તદ્દન પાંખું મતદાન રહ્યું હતું. જો કે બપોરે વરસાદ અટકી જતાં મતદારો બહાર નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં દસ જિલ્લાને આવરી લેતી પંચાવન બેઠકોનું પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છેે અને તેમાં બે પ્રધાન, ૩૧ વિધાનસભ્ય અને ૧૫ ભૂતપૂર્વ પ્રધાનનું ભાવિ ઘડાશે. સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના વર્ષેા રહ્યા છે ત્યારે યુપીની ચૂંટણી સેમી–ફાઈનલ ગણવામાં આવી રહી છે. સીતાપુર, બારાબંકી, ફૈઝાબાદ, આંબેડકર નગર, બેહરીચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોન્ડા, સિદ્ધાર્થનગર અને બસ્તી જિલ્લાના ૧.૭૦ કરોડથી વધુ મતદારો ૮૬૨ ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે. આ વિસ્તારોમાં કડક સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.
વિધાનસભાની ૪૦૩ બેઠકમાં આ વિસ્તારમાં બીએસપી, કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને ભાજપનો મોટો દાવ લાગેલો છે. આજની ચૂંટણીમાં કેબિનેટ પ્રધાન લાલજી વર્મા, રાય પ્રધાન સંગ્રામસિંહ વર્મા ૩૧ હાલના વિધાનસભ્ય, ૧૫ ભૂતપૂર્વ પ્રધાને અને કેન્દ્રના પોલાદ ખાતાના પ્રધાન બેનીપ્રસાદ વર્મા સહિત કેટલાક સંસદસભ્યોના સંબંધીઓ સ્પર્ધામાં છે.
બેનીપ્રસાદ વર્મા અને પી.એલ. પુનિયા સહિત કોંગ્રેસી નેતાઓનો આ વિસ્તાર છે અને આજની ચૂંટણી તેમના માટે કસોટીપ છે. બેનીપ્રસાદ વર્માનો પુત્ર રાકેશ વર્મા દરિયાબાદ ખાતેની બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે. બેનીપ્રસાદ વર્માની કુર્મી મતો અને પુનિયાની દલિત મતો પર વગ છે. આ વખતે આ વિસ્તારમાં તેમણે વધુ બેઠક મેળવવા પ્રયાસો કર્યા છે. ૨૦૦૭ની ચૂંટણીમાં આ વિસ્તારોની ૫૫ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર ૩ બેઠક મળી હતી.
૨૦૦૭ની ચૂંટણીમાં બસપને આ વિસ્તારમાં ૫૫ બેઠકોમાંથી ૩૦ બેઠકો મળી હતી. બસપ માટે આ વિસ્તાર મહત્ત્વનો છે અને તેની સ્થિતિ કરો યા મરો જેવી છે. ભ્રષ્ટ્રાચારના કેસોના કારણે બસપને આ અંગે અસર પડશે એવું જણાઈ રહ્યું છે.
સમાજવાદી પક્ષ પર પણ આ ૫૫ બેઠકો પર દબાણ વધેલું છે. ૨૦૦૭માં તેને ૧૮ બેઠકો મળી હતી. સત્તા કબજે કરવા માટે અહીં તેણે સારો દેખાવ કરવાની જર છે.
ભાજપ રામરાયની વાત કરી રહ્યો છે ત્યારે બે મહત્ત્વના વિસ્તારો ફૈઝાબાદ અને અયોધ્યા આ તબક્કામાં આવે છે. ગયા વખતે આ વિસ્તારોમાં ભાજપનો નબળો દેખાવ રહ્યો હતો. ૨૦૦૭માં તેને માત્ર ચાર બેઠક મળી હતી. રાજનાથસિંહ અને કલરાજ મિશ્રા જેવા નેતાઓએ અહીં યાત્રાઓ કાઢી છે પણ બહત્પ ઉત્સાહ ઊભો કરી શકાયો નથી.
૨૦૦૭ની ચૂંટણીમાં ૫૫ બેઠકમાંથી બીએસપીને ૩૦, સમાજવાદી પક્ષને ૧૮, ભાજપને ૪ અને કોંગ્રેસને ૩ બેઠક મળી હતી

રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.